કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૧૨. તમે થોડું ઘણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૧૨. તમે થોડુંઘણું}} <poem> {{Space}}તમે થોડુંઘણું સમજો તો સારું કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું? ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ {{Space}}{{Space}}એની અણધારી ચોટ ઉરે લાગી; જેનાં શમણાંમાં મીઠી નીંદર...")
 
No edit summary
Line 1: Line 1:
{{Heading| ૧૨. તમે થોડુંઘણું}}
</poem>{{Heading| ૧૨. તમે થોડું ઘણું}}
<poem>
<poem>
{{Space}}તમે થોડુંઘણું સમજો તો સારું
{{Space}}તમે થોડુંઘણું સમજો તો સારું

Revision as of 15:44, 12 November 2022

</poem>

૧૨. તમે થોડું ઘણું

         તમે થોડુંઘણું સમજો તો સારું
કે રાજ, વ્હેતા વાયરાને કેમ કરી વારું?
ધારી ધારીને તમે બોલ્યા બે વૅણ
                  એની અણધારી ચોટ ઉરે લાગી;
જેનાં શમણાંમાં મીઠી નીંદર માણી’તી
                  એની ભ્રમણામાં રાતભરી જાગી;
                           ભર્યા ઘરમાં હું કેમ રે પોકારું
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
આપણી તે મેડીએ આપણ બે એકલાં
                  ને ફાવે તેવી તે રીત મળજો,
મોટાં-નાનાંમાં મારે નીચાજોણું છે
                  રહો અળગા, ને વાટ ના આંતરજો;
                           મોટા ઘરની હું નાની વહુવારુ
કે રાજ, તમે થોડુંઘણું સમજો તો સારું.
૧૯૬૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૬૮)