કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૪૯. અક્ષર હળવાફૂલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૪૯. અક્ષર હળવાફૂલ}} <poem> હરિ, અક્ષર હળવાફૂલ, અમે સૌ ભારી રે, ત્રાજવડે બેસીને સૌને તોળે છે અવતારી રે. સુખનું પલ્લું સ્હેજ નમે ત્યાં દુ:ખની આવે ભરતી રે, સ્થિર રહે છે ઘટિકા કિંતુ રેત સમયન...")
(No difference)

Revision as of 15:57, 12 November 2022

૪૯. અક્ષર હળવાફૂલ

હરિ, અક્ષર હળવાફૂલ,
અમે સૌ ભારી રે,
ત્રાજવડે બેસીને સૌને
તોળે છે અવતારી રે.
સુખનું પલ્લું સ્હેજ નમે
ત્યાં દુ:ખની આવે ભરતી રે,
સ્થિર રહે છે ઘટિકા
કિંતુ રેત સમયની સરતી રે,
સુખદુ:ખ પાર બતાવે છે એ
આનંદરસ અલગારી રે!
નાનું સરવર આશાનું,
ઘનઘોર હતાશા સાગર રે,
સંગ કરાવે અવિનાશીનો
સંત પ્રગટ સચરાચર રે,
ઝળહળ ઝળહળ સકલ, પલક
જ્યાં પરસી ગૈ ચિનગારી રે!
૧૯૯૧

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૦૪)