કાવ્ય-આચમન શ્રેણી – હરીન્દ્ર દવે/૨૪. મારા નૅણમાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading| ૨૪. મારા નૅણમાં}} <poem> મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે, {{Space}}{{Space}}મારી મટુકીમાં જમુનાનાં નીર; {{Space}}{{Space}}{{Space}}હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે. મારાં પગલાં મંડાય ગામની દિશે રે, {{Space}}{{Space}}હૈયુ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading| ૨૪. મારા નૅણમાં}}
{{Heading| ૨૪. મારા નૅણમાં}}
<poem>
<poem>
Line 16: Line 17:
</poem>
</poem>
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)}}
{{Right|(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)}}
<br>
{{HeaderNav2
|previous = ૨૩. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
|next = ૨૫. માધવ ક્યાંય નથી મધુવનમાં
}}

Revision as of 02:45, 13 November 2022

૨૪. મારા નૅણમાં

મારા નૅણમાં સમાવ્યા નંદલાલને રે,
                  મારી મટુકીમાં જમુનાનાં નીર;
                           હું તો કોને ઢોળું ને કોને સંઘરું રે.
મારાં પગલાં મંડાય ગામની દિશે રે,
                  હૈયું તલખે વૃંદાવનની કુંજ;
                           હું તો કઈ દશ છાંડું ને કયહીં સંચરું રે.
ઘરે મોડી પડું તો માડી કોપશે રે,
                  વને વીંધે છે વાંસળીનો સૂર;
                           હું તો કોને ભૂલું ને કોને સાંભળું રે.
મારે હોઠે નનૈયો લોકલાજનો રે,
                  મારું હૈયું ઓ સાંવરા, અધીર;
                           હું તો શું રે છુપાવું ને શું કહું રે.
૧૯૬૦

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૧૨૮-૧૨૯)