કાવ્ય-આચમન શ્રેણી – માધવ રામાનુજ/૯. ફરી પાછું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Heading|૯. ફરી પાછું}} <poem> ફરી પાછું રસ્તે (પરિચય કશો હોય નહીં ને મળે આંખો એવું) મિલન વણયોજ્યું થઈ ગયું. મળ્યાં મૂંગા મૂંગા ઘડીક, પળ થોડીક ભળી ગૈ તમારાં આંસુમાં, ક્ષણ રહી તમેયે ભળી ગયાં અજાણ્ય...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|૯. ફરી પાછું}}
{{Heading|૯. ફરી પાછું}}
<poem>
<poem>
Line 19: Line 20:
બધા અશ્વો થાકી રઝળી પડશે, તે દી ફરીથી
બધા અશ્વો થાકી રઝળી પડશે, તે દી ફરીથી
તમે ભૂલી જૈ ને ઘડીક મળવા આવી ચડશો...
તમે ભૂલી જૈ ને ઘડીક મળવા આવી ચડશો...
 
<br>
૧૯૬૯
૧૯૬૯
</poem>
</poem>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૫૭)}}<br>
{{Right|(અંતરનું એકાંત, પૃ. ૫૭)}}
<br>
{{HeaderNav2
|previous = ૮. દમ
|next = ૧૦. એક ક્ષણ
}}

Latest revision as of 04:58, 13 November 2022

૯. ફરી પાછું

ફરી પાછું રસ્તે (પરિચય કશો હોય નહીં ને
મળે આંખો એવું) મિલન વણયોજ્યું થઈ ગયું.
મળ્યાં મૂંગા મૂંગા ઘડીક, પળ થોડીક ભળી ગૈ
તમારાં આંસુમાં, ક્ષણ રહી તમેયે ભળી ગયાં
અજાણ્યા શબ્દો-શા ગહન અવકાશે સ્મરણના.

– હતું કહેવાનું જે, કદીય તમને નૈં કહી શકું!
ન આવેલાં આંસુ કદીય તમને નૈં દઈ શકું!
પડીકું વાળી, એ સમય પણ રાખી કયમ શકું!

છતાં જ્યારે જ્યારે ક્ષિતિજ પર લાલાશ ફૂટશે,
પછીતે બેસીને કલબલી જશે સૂર્ય, સમણે
જરા ઢંઢોળીને ટમટમી જશે મૌન નભનું;
અજાણ્યાં આંસુને ઘડીક નહીં ખાળું...

                                      — સ્મરણના
બધા અશ્વો થાકી રઝળી પડશે, તે દી ફરીથી
તમે ભૂલી જૈ ને ઘડીક મળવા આવી ચડશો...


૧૯૬૯

(અંતરનું એકાંત, પૃ. ૫૭)