યાત્રા/મધુર નર્મદા તીરે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મધુર નર્મદા તીરે|}} <poem> {{space}}આ મધુર નર્મદા નીરે, {{space}} હે આવ સુહૃદ, તું ધીરે. આ રમ્ય સરિત વહી જાય, {{space}} ગભીરી ગહન સરિત વહી જાય, {{space}} પૃથ્વીનું હૃદય ભરી વહી જાય, આપણે મંન ભરી આ મૈયા ચરણે {{spac...")
(No difference)

Revision as of 05:25, 22 November 2022

મધુર નર્મદા તીરે

         આ મધુર નર્મદા નીરે,
          હે આવ સુહૃદ, તું ધીરે.
આ રમ્ય સરિત વહી જાય,
          ગભીરી ગહન સરિત વહી જાય,
          પૃથ્વીનું હૃદય ભરી વહી જાય,
આપણે મંન ભરી આ મૈયા ચરણે
                   રમીએ રમણીય તીરે. આ મધુરo

આ ઘાટ ઘાટ પર ભૂતકાળને
                   સૂતેલો જઈ જોશું,
આ તીર્થ તીર્થમાં ભક્તચરણની
                   ભક્તિમાં મન પ્રોશું;
          ને નયન ભરી બે કાંઠા ભરતી
                            કુદરત તણા સમીરે,
                            હો રમશું રમણીય તીરે. આ મધુરo

હો આવ સહૃદ, આ નિર્મળ જળમાં
                   સામે પાર તરીશું,
હે ચાલ સુહૃદ, આ લઈ હલેસાં
                   સાગર મેર સરીશું,
ને હૃદય ભરી આ જીવન ભરતી
                   માના પ્રેમલ ચીરે,
                   હો રમશું રમણીય તીરે. આ મધુરo

૧૨ સપ્ટેમ્બર, ૧૯૪૭