યાત્રા/અનુ દીકરી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અનુ દીકરી|}} <poem> હજીય સંભળાય છે મધુર સાદ તારો બધે, અનુ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામૂઈ! હજીયે નયનો સમક્ષ પગ નાચી એવું રહે, હજીય નયને તૂફાન ઊમટે જ એવું વળી. અને કુસુમના કૂણ...")
(No difference)

Revision as of 05:51, 22 November 2022

અનુ દીકરી

હજીય સંભળાય છે મધુર સાદ તારો બધે,
અનુ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામૂઈ!
હજીયે નયનો સમક્ષ પગ નાચી એવું રહે,
હજીય નયને તૂફાન ઊમટે જ એવું વળી.

અને કુસુમના કૂણા દલ સમું સ્ફુરે ગુંજન,
હજીય મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,
રમાડતી કરાંગુલિ થકી પ્રલંબ કેશાવલી.
કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!

તને અહ કહું જ શું! કહું શું? શું? શું? ક્હે ક્હે હવે!
મૂંઝાઈ જઉં છું, અને તડતડાટ બેચાર આ
લગાવી ટપલી દઉં છું અહીં પાસ બેઠેલીને.

અહો પણ હસી ઊઠે અસલ જેવું જેવું જ તું,
અને યદિ હસે ન તો પછી અનૂ તું શાની કહે?

ફેબ્રુઆરી, ૧૯૪૦