યાત્રા/સરોજ તું –: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સરોજ તું –|}} <poem> અહીં જગસરોવરે વિકસિયાં સરોજે મહીં સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કે ઉત્પલ, સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી, સ્ફુરી લસી રહ...")
(No difference)

Revision as of 05:56, 22 November 2022

સરોજ તું –

અહીં જગસરોવરે વિકસિયાં સરોજે મહીં
સરોજ તું અનન્ય એક મૃદુ નીલ કે ઉત્પલ,
સુનીલ અવકાશ કેરી ઘન શ્યામળી કોમળી
કંઈ તરલ ઝાંય તું મહીં ઝિલાઈ હ્યાં ઊતરી,
સ્ફુરી લસી રહી સુરમ્ય દલથી, મૃદુ સૌરભે,
મુખે મિત સુહાવતી, સ્મિત તણી મહા ચાહક.

સુહાય તુજથી સરોવર, સરોવરે તું સુહે.
અહો તવ સુહાગ વિશ્વ મહીં ઈચ્છું વ્યાપે બધે,
અને પરમ પ્રોલ્લસે સ્મિત-પરાગ સૌને મુખે–
ઉદાસ હતભાગ્ય ગ્લાનિભર માનવોને મુખે.

ઑક્ટોબર, ૧૯૩૮