યાત્રા/ગાતું હતું યૌવન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગાતું હતું યૌવન|}} <poem> ગાતું હતું યૌવન તહીં, એની કનક શી કાયમાં. મેળવેલી બીન કેરા તાર શાં, અંગ અંગ અહા કશાં ઝંકારતાં ગાન કે લીલામીનું અદ્ભુત. આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું! પૃથ...") |
(No difference)
|
Revision as of 06:01, 22 November 2022
ગાતું હતું યૌવન તહીં,
એની કનક શી કાયમાં.
મેળવેલી બીન કેરા તાર શાં,
અંગ અંગ અહા કશાં ઝંકારતાં
ગાન કે લીલામીનું અદ્ભુત.
આ જિન્દગી, ને તે વિષે જોબન ભળ્યું!
પૃથ્વી તણા ઉત્તમ રસેના અર્ક શું,
રક્ત એના કાનની કુમળી કિનારે
શી ગુલાબી ઝાંયને રચતું હતું,
ઊગતા એ ચંદ્ર જેવી અરુણિમા
કેવી કપલે ધારી એ લસતું હતું!
ને મસ્ત એના શક્ત ભુજની અંગુલી
મસળી રહી’તી મસ્તીમાં,
કૈં અરધપરધા ભાનમાં,
કૈં કો અજાણી તાનમાં–
આ કોર પાલવની લઈ એ આમળા દેતી હતી,
કે કેશની લટ આમળી પૃષ્ઠ પછાડી દેતી 'તી,
કે હૃદય પરનો હાર ગુંચવી રમ્ય ગૂંચે,
હારનાં મોતી કઠણ હૈયા સહે એ ચાંપી લેતી છાનું છાનું;
કે ચડેલી ચિંતને,
આંગળીનાં ટેરવાં ટુકડા સમાં પરવાળના
કરડી રહી’તી અર્ધ-વિકસિત અધરથી!
જિંદગીના ધનુષની ખેંચેલ જાણે પણછ એ,
કેવું મધુરું રણકતી
પ્રત્યેક હા વાયુ તણા ઉચ્છ્વાસથી!
જિંદગી–વીણા હજારો તારની
તે પૂર્વ પણ ઝંકારી ઉઠતી શી સ્વયં!
જિંદગી! તારી મધુરતમ આ ક્ષણો–
એને અનંત વિરામહીણું શાશ્વતીમાં
કોઈ પણ રીતે જડી દેવાય તો!
જૂન, ૧૯૪૫