યાત્રા/કવિ રવિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કવિ રવિ|}} <poem> તવ ગીત સલિલની સલીલ ધારા, વહી નિરંતર છલકી કિનારા. ગુજરી તવ ગિર જન જન કર્ણે, કો નૂતન સ્વર કા નવ વર્ણે, તવ કલ ગીત તણા ચઢી ચરણે, ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે, {{...") |
(No difference)
|
Revision as of 06:10, 22 November 2022
કવિ રવિ
તવ ગીત સલિલની સલીલ ધારા,
વહી નિરંતર છલકી કિનારા.
ગુજરી તવ ગિર જન જન કર્ણે,
કો નૂતન સ્વર કા નવ વર્ણે,
તવ કલ ગીત તણા ચઢી ચરણે,
ભારતીનો આતમ વિચર્યો જગ-જયના ઉજ્જવલ ૫ંથે,
જય હે કવિ રવિ,
મોહક મુખ-છવિ,
તવ શબ્દ નિર્મલ રસપલ્લવી.
તેં નત મસ્તક ઉન્નત કીધું,
તે નિદ્રિત મન જાગૃત કીધું,
તે તિમિરે પ્રગટ્યો દ્યુતિના વિધુ,
જગની રણદાઝી આંખડિયે તેં મધુનાં સીંચ્યાં બે બિંદુ,
જય હે કવિ રવિ,
તવ મૃદુ મુખછવિ,
તવ ગાને તે તરપી પૃથિવી.
માર્ચ, ૧૯૪૨