યાત્રા/તંબૂરના તાર: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તંબૂરના તાર|}} <poem> તંબૂરના તાર બધા મળ્યા અને અનેક સૂરો થકી પુષ્ટકાય યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો. એના તને અર્પિત મૂક તંત્રમાં, ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી; ઝંકારતી શાંતિની પીઠ...") |
(No difference)
|
Revision as of 08:57, 22 November 2022
તંબૂરના તાર
તંબૂરના તાર બધા મળ્યા અને
અનેક સૂરો થકી પુષ્ટકાય
યથેષ્ટ છે સિદ્ધ મહાન ‘सा’ થયો.
એના તને અર્પિત મૂક તંત્રમાં,
ઉસ્તાદ! તારાં રચ રાગરાગિણી;
ઝંકારતી શાંતિની પીઠિકા પરે
નર્તી રહો દિવ્ય મુદાની નાગિણી.
માર્ચ, ૧૯૪૫