યાત્રા/હંસા મારા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હંસા મારા|}} <poem> હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં, {{space}} જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં, ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું, {{space}} પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં. <center>*</center> હં...") |
(No difference)
|
Revision as of 09:14, 22 November 2022
હરતાં ફરતાં રે તારી રઢ રહે રુદિયામાં,
જીવતરનો ગઢ તે ઠેકું ચપટીક વારમાં,
ઊંચાં તોરણ રે પેલાં આતમનાં આંબું,
પળ રે અરધીમાં પૂરું મુગતી દુવારમાં.
હંસા મારા રે, ચલ કે માનસનાં મોતી ચરવા,
હેમાળી ટૂંકો ટોચે સનાં ઝગમગતાં;
મળતા મારગડે મીઠા ભેરુ ભડ વાયરા,
હીરક જ્યોતાળાં નયણાં આભે તગતગતાં.
હંસા મારા રે, આવું પાછું ના જોજે, બાપુ,
કોણ રે આવે ને કોણ પડતું કે પાછું;
ભલે ને ભાળે તું નિજને ઝાઝેરા સંઘમાં,
એકલ અટવાયે તો યેલાવીશ ના ઓછું.
લાંબા મારગડે હંસા, પાંખો થાકી જો ઝૂલે,
ઝંઝાની ઝપટે આંખે ભડકે અંગારા;
નવસેં નાડી જે તારી તૂટે વછૂટે તોયે,
અધુરાના કે’દી ઢૂંઢીશ ના રે આધારા.
વણ રે મોભે કે જેણે થંભાવ્યાં આભ સંધાં,
તારા આધાર તે જ બનશે તોતિંગા;
આંખોની અગની ઠારે આવી આફુડો એ તે,
અદ્ધર બાંધે છે મેઘાડંબર જે ધીંગા.
વણ કે ધાગે કે જેણે કટિ બ્રહ્માંડ બાંધ્યાં,
નવસેં નાડી તે તારી કરશે બજરંગા,
જેણે આદિમાં તુજને ધાર્યો તે અંતકાળે,
અંતરિયાળે યે પડતી ઝીલશે જ ગંગા.
હંસા મારા રે, એટલે ઊડજે અણથંભે આભે,
સમરથ ભોમીની જોડી એણે જે પાઠવી;
એની અણસારે નિરભે ઊડી જા, હામી મારા,
ફુલડે ઉભરાશે કંટકવંતી ભવાટવી
નવેમ્બર, ૧૯૪૨