યાત્રા/હે સુંદર!: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હે સુંદર!|}} <poem> હે સુંદર મૂરત, તવ સૂરત, {{space}} લાવ લાવ મુજ નયન ભરી, હે ઉન્નત, તવ રસ પરમોન્નત, {{space}} લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર! આ તિમિર અતાગ જવાં છે તાગી, આ જગ રચવું પરમ સુભાગી, અહિં નવ...") |
(No difference)
|
Revision as of 11:55, 22 November 2022
હે સુંદર!
હે સુંદર મૂરત, તવ સૂરત,
લાવ લાવ મુજ નયન ભરી,
હે ઉન્નત, તવ રસ પરમોન્નત,
લાવ લાવ અમ હૃદય ભરી. હે સુંદર!
આ તિમિર અતાગ જવાં છે તાગી,
આ જગ રચવું પરમ સુભાગી,
અહિં નવલખ ચીજ અખિલ જગજનને
મળ્યા કરે મુખમાગી. હે સુંદર!
એ મધુવનના રસરાસ રચીશું,
તવ પગપગલે હૃદય ખચીશું,
તવ મુરલીના સૂર છલકતા
ઘૂંટ ઘૂંટ હરદમ પીશું. હે સુંદર!
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭