યાત્રા/એક જ્યોત: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એક જ્યોત| }} <poem> {{space}}મેં એક જ્યોત ઝંખી, {{space}} મુજને રામ રામ ગઈ ડંખી. એ નહીં સૂરજમાં, નહી સોમમાં, નહીં ભોમમાં, નહીં વ્યોમમાં; {{space}}{{space}} એ અજબ અગન રસબંકી. મેં એકo એ રંગરંગની રાત સમી, એ પુલક...") |
(No difference)
|
Revision as of 04:51, 23 November 2022
એક જ્યોત
મેં એક જ્યોત ઝંખી,
મુજને રામ રામ ગઈ ડંખી.
એ નહીં સૂરજમાં, નહી સોમમાં,
નહીં ભોમમાં, નહીં વ્યોમમાં;
એ અજબ અગન રસબંકી. મેં એકo
એ રંગરંગની રાત સમી,
એ પુલક પુલક પરભાત સમી;
એ મધુર મુરત અકલંકી. મેં એકo
કંઈ નયનનમાં નયન ઊઘડે,
કંઈ શીશ પરે નવ શીશ જડે,
કોઈ પ્રીત પરમ પડછદી. મેં એકo
૨૨ સપ્ટેમ્બર, ૧૯૪૭