યાત્રા/ઓ હવા અહીં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઓ હવા અહીં|}} <poem> {{space}}આ હવા અહીં મર્મરતી, {{space}} કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા. કો ગુપત નગરની ગલી ગલીની {{space}} વાત અશબ્દ ઊચરતી, ગુપચુપ કે પંકજ પગલીએ {{space}} મનમાં મારગ કરતી. આ હવા. આંખ નહિ જો...") |
(No difference)
|
Revision as of 05:03, 23 November 2022
ઓ હવા અહીં
આ હવા અહીં મર્મરતી,
કો મંત્ર મધુર નિર્ઝરતી. આ હવા.
કો ગુપત નગરની ગલી ગલીની
વાત અશબ્દ ઊચરતી,
ગુપચુપ કે પંકજ પગલીએ
મનમાં મારગ કરતી. આ હવા.
આંખ નહિ જોવા કૈં ચાહતી,
શ્રવણ ન સુણવા ચાહે,
અંતરની હોડી કો થંભ્યાં
નીર હવે અવગાહે. આ હવા.
નહિ ધરતી, નહિ આભ અહીં કો,
નહીં દિવસ, ના રજની,
નહિ સાથી, નહિ ભેરુ ભોમિયા,
એ મુજ એકલ સજની. આ હવા.
૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૮