અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વાડીલાલ ડગલી/બાળકોના વૉર્ડમાં એક માતા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> જાણે સાવ ખાલી ખાટલાના ઊંચાનીચા થતા ખૂણા પાસે સ્ટૂલ પર બેઠી બેઠી...") |
(No difference)
|
Revision as of 07:03, 28 June 2021
જાણે સાવ ખાલી ખાટલાના
ઊંચાનીચા થતા ખૂણા પાસે
સ્ટૂલ પર બેઠી બેઠી માતા
ઓશીકાની ઝૂલ પર ઢળી પડે.
કૂણા શ્વાસોચ્છ્વાસ સાંભળતા
વિહ્વળ કાનને ઝોકું આવે
શિશુની ધૂપછાંવ સૃષ્ટિમાં
જનેતા જરા ડોક લંબાવે.
સંશય, અજંપો, ભીતિ, થાક
ચપટીક ઊંઘમાં ઓગળે.
ગાંડા દરિયાનાં મોજાં પર
સૂનમૂન એક ફૂલ તરે.
(સહજ, ૧૯૭૬, પૃ. ૧૦૭)