અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/ફૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}ફૂલનો પવન લોચન મારે વાયો, {{space}}આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો. કો...") |
(No difference)
|
Revision as of 07:23, 28 June 2021
ફૂલનો પવન લોચન મારે વાયો,
આકાશ ભરાય એટલી સુગંધ લાવ્યો.
કોઈ તરુ ના, કોઈ ના ડાળી, કોઈ ના ડાળખી, પાન;
ફૂલનો ફુવાર એટલો ફૂટે જેમ કવિનાં ગાન :
ફૂલનો સૂરજ હૃદયે વાવ્યો, ફૂલનો વળી છાંયડો છાયો.
ફૂલની નદી, ફૂલનું તળાવ, ફૂલનું નાનું ગામ,
ફૂલનો દીવો, ફૂલહિંડોળો, ફૂલમાં ફોર્યા રામ;
કાળને સાગર જાત ડૂબી ત્યાં તરતાં ફૂલથી ફાવ્યો,
ફૂલનો પવન લોચન મારે વાયો.
(આ નભ ઝૂક્યું, પૃ. ૭૩)