અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અલબેલો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{space}}અલબેલો અડકે મને આંખથી રે {{space}}{{space}}એનો કરવો તે કેમ રે ઉપાય? {{space}}...") |
(No difference)
|
Revision as of 07:28, 28 June 2021
અલબેલો અડકે મને આંખથી રે
એનો કરવો તે કેમ રે ઉપાય?
ઝાઝેરો તાણુ ંમારો ઘૂમટો તો રે
નાનેરો જીવ આ મૂંઝાય!
બળતે બપોરનાં પામીડાં સીંચતાં ઓચિંતા થંભ્યા શું શ્વાસ,
કેટલે તે વેગળેથી વેણુના નાદ મને ઘેરીને ઊભા ચોપાસ!
આઘેરા બજવો જી નિજની નિકુંજમાં
બેઠાને કેમ રે કહેવાય!
અલબેલોo
રૂપેરી રૂપેરી ચડતે પૂનમપૂર આસોનું ઝૂમતું અંકાશ,
ગોપી ને ગોપના ઘૂમરાતા ઘેરમાં જામ્યા છે રંગતમાં રાસ;
મારે તે જોડમાં આવ્યો અલબેલ એ જ
તાલી એની કેમ રે ઠેલાય?
અલબેલોo