અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/અંધ: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> વ્હેતા ઝરણની જેમ હું તો સાંભળું છું સૂર્ય… બુંદ જેનું એક મેં પી...") |
(No difference)
|
Revision as of 07:34, 28 June 2021
વ્હેતા ઝરણની જેમ હું તો
સાંભળું છું સૂર્ય…
બુંદ
જેનું એક મેં પીધું નહીં
ખોબો ભરીને નીર જેનું ઘૂંટથી પીવું ગમે.
જન્મનો પહેલો દિવસ તે કેટલો લાંબો લચ્યો…
ગર્ભમાં તરતો હતો —
ને હજી?
હાથ નાખું ત્યાં મને અંધારની મુઠ્ઠી મળે
કંઈ ને કંઈ ગૂંથ્યે જતી આ આંગળીમાં
ઊગી ચૂકેલી આંખને જોવા મથું
ખાલી તળાવો ને ટેકરીની ટોચ પર
ચાલ્યો જઉં છું
જેટલું અડક્યો જગત
એટલું પંપાળ્યું છે.
(આ નભ ઝૂક્યું, ૨૦૦૦, પૃ. ૧૩૧)