ગુજરાતી ગઝલસંપદા/ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’ |}} <poem> નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે? અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?<br> અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી; શહીદે નાઝ! બતલ...")
(No difference)

Revision as of 14:49, 29 December 2022


ડાહ્યાભાઈ દેરાસરી ‘બુલબુલ’

નિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?

અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?

જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?

ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે!