ગુજરાતી ગઝલસંપદા/મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ |}} <poem> જુદી જિંદગી છે મિજાજે મિજાજે; જુદી બંદગી છે નમાજે નમાજે.<br> છે એક જ સમંદર, થયું એટલે શું? જુદા છે મુસાફર જહાજે જહાજે.<br> ભલે હોય એક જ એ અંતરથી વહેતા,...") |
(No difference)
|
Revision as of 03:13, 30 December 2022
મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’
જુદી જિંદગી છે મિજાજે મિજાજે;
જુદી બંદગી છે નમાજે નમાજે.
છે એક જ સમંદર, થયું એટલે શું?
જુદા છે મુસાફર જહાજે જહાજે.
ભલે હોય એક જ એ અંતરથી વહેતા,
છે સૂરો જુદેરા રિયાજે રિયાજે.
જુદા અર્થ છે શબ્દના બોલવા પર,
છે શબ્દોય જુદા અવાજે અવાજે.
જીવન જેમ જુદાં છે કાયામાં જુદી,
છે મૃત્યુય જુદાં જનાજે જનાજે.
હઠી જાય ઘૂંઘટ, ઢળી જાય ઘૂંઘટ,
જુદી પ્રીત જાગે મલાજે મલાજે.
તમે કેમ ‘ગાફિલ’ હજીયે છો ગાફિલ?
જુઓ, બદલે દુનિયા તકાજે તકાજે.