ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ધારાવસ્ત્ર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|સીમ અને ઘર |}}
{{Heading|ધારાવસ્ત્ર|}}


<poem>
<poem>
હજીય લીલીછમ સીમ બાકી,
કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
કેમે ન ખૂટે, ભરપેટ ખાધી.
ક્યાંથી, અચાનક…
અલોપ થાશે હમણાં નિશામાં,
સૂર્ય પણ જાણે
ચાલ્યાં ધણો સૌ ઘરની દિશામાં.
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.


બપોરવેળા વડલા તળે ત્યાં
આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
વાગોળતાં, ઝોકુંય ખાઈ લેતાં,
સૃષ્ટિને લેતું ઝપટમાં
અસીમ શી શાંતિ હસી રહી હતી,
ઓ…પણે લહેરાય.
નસે નસે સીમ ધસી રહી હતી.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
 
મથ્યાં કરે વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.
ઘરે ગમાણે બમણે બગાઈઓ,
ને ભૂખની ઊઘડતી જ ખાઈઓ,
અંધારું આંખો મહીં મેંશ ઘૂંટે.
બંધાઈ, જૈને ઘડી માંહીં ખૂંટે.
 
જ્યાં આંચળોમાં મુખ નાખ્યું વાછડે,
સારીય તે સીમનું હીર ત્યાં દડે.
</poem>
</poem>


Line 27: Line 21:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = એક પંખીને કંઈક —
|previous = ૧૯-૮-૧૯૭૫
|next = સીમ અને ઘર
|next = (સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૭)
}}
}}

Revision as of 05:21, 5 January 2023


ધારાવસ્ત્ર

કોઈ ઝપાટાભેર ચાલ્યું જાય,
ક્યાંથી, અચાનક…
સૂર્ય પણ જાણે
ક્ષણ હડસેલાઈ જાય.
ધડાક બારણાં ભિડાય.

આકાશમાં ફરફરતું ધારાવસ્ત્ર
સૃષ્ટિને લેતું ઝપટમાં
ઓ…પણે લહેરાય.
પૃથ્વી-રોપ્યાં વૃક્ષ એને ઝાલવા
મથ્યાં કરે — વ્યર્થ હાથ વીંઝ્યાં કરે.

૧૯૭૯
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૭૪૯)