ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ચમકે ચાંદની: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચમકે ચાંદની|}} <poem> આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે, કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે. કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે, એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે. આ તડક...")
 
No edit summary
 
Line 23: Line 23:
</poem>
</poem>


{{Right|૯-૪-૧૯૫૩}}
{{Right|૯-૪-૧૯૫૩}}<br>
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}}
{{Right|(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)}}



Latest revision as of 06:45, 5 January 2023


ચમકે ચાંદની

આ ચૈતરની ચમકે ચાંદની મારે મંદિરિયે,
કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો મનમંદિરિયે.

કોક ઓચિંતી કૂજી ગઈ કોકિલા મારે મંદિરિયે,
એના પડઘા પડે દૂર દૂર હો મનમંદિરિયે.

આ તડકે તપેલી વસુંધરા મારે મંદિરિયે,
ઊભી પીઠી ચોળીને અભિરામ હો મનમંદિરિયે.

ઘેરું ઘેરું ગાતો નિધિ ઊછળે મારે મંદિરિયે,
એણે પીધેલો ચાંદનીનો જામ હો મનમંદિરિયે.

આ આંખો ઢાળીને ઝૂલે આંબલો મારે મંદિરિયે,
વાયુલહરી ખેલે રે અભિસાર હો મનમંદિરિયે.

ફાગણ જતાં જતાં કહી ગયો મારે મંદિરિયે,
આ ચાંદની તે દિન ચાર હો મનમંદિરિયે.

૯-૪-૧૯૫૩
(સમગ્ર કવિતા, બીજી આ. ૧૯૯૮, પૃ. ૪૭૭)