ગુજરાતી ગઝલસંપદા/ દિલીપ વ્યાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| દિલીપ વ્યાસ |}} <poem> તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં; ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં!<br> કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી, હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં.<br> જરીય ભય નથી બંધનનો હવે...")
 
(No difference)

Latest revision as of 14:22, 8 January 2023


દિલીપ વ્યાસ

તમામ સ્વર્ગ ને તમામ નરક મારામાં;
ફકીર મોજથી ફૂંકે છે ચલમ મારામાં!

કદીય શબ્દની ધૂણી નથી ઠરવા દીધી,
હંમેશ એટલો જગવ્યો છે અલખ મારામાં.

જરીય ભય નથી બંધનનો હવે માયાથી,
થયેલ હોઉં છું પોતે જ, ગરક મારામાં.

સળગતો પ્રશ્ન છતાં બેફિકર છું, કારણ કે –
ભલે હું ઊંઘતો, જાગે છે ગઝલ મારામાં!

પુણ્ય ને પાપ તો ભાસે છે રમતના સાથી,
કરું છું જ્યારે હું શૈશવનું સ્મરણ મારામાં!