ગુજરાતી ગઝલસંપદા/ પુર‌ુરાજ જોષી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| પુર‌ુરાજ જોષી |}} <poem> બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ, તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.<br> નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ, આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.<br> મઘમઘું હ...")
 
(No difference)

Latest revision as of 14:41, 8 January 2023


પુર‌ુરાજ જોષી

બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.

મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.

કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.

સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.