અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/શંભુપ્રસાદ જોષી/ઘર ભણી: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> સમીસાંજ થૈ ગઈ {{space}}ધેનુનાં ધણ આ આવ્યાં! ઊજળતાં જળપૂર — {{space}}ધેનુના...") |
(No difference)
|
Revision as of 07:49, 28 June 2021
સમીસાંજ થૈ ગઈ
ધેનુનાં ધણ આ આવ્યાં!
ઊજળતાં જળપૂર —
ધેનુનાં ધણ આ આવ્યાં!
પુચ્છની ધજા હવામાં તરે!
સ્થૂળ કૈ શૃંગ હલેસાં ભરે!
રજના ઊંચા લોઢ
ખૂંદતાં ધણ આ આવ્યાં!
સમી.
કશો આ રવ ભાંભરનો થાય,
તૃપ્તિને લય પંખી સૌ ગાય!
વનની તાજી ગંધ
વેરતાં ધણ આ આવ્યાં!
સમી.
ચર્ણથી કર્ણ તણી ગતિ ઘણી!
દિયે શી દોટ વાછરું ભણી!
આંખ મહીં શાં બીડ
ધેનુનાં ધણ આ આવ્યાં!
સમી.
(નગર વસે છે, સં. ૧૯૭૮, પૃ. ૫૪)