ગુજરાતી ગઝલસંપદા/ કિરીટ ગોસ્વામી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| કિરીટ ગોસ્વામી |}} <poem> જે થયું સારું થયું ને જે થશે સારું થશે; એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.<br> થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી, આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.<br> જોઈએ બસ જ...") |
(No difference)
|
Latest revision as of 14:54, 8 January 2023
કિરીટ ગોસ્વામી
જે થયું સારું થયું ને જે થશે સારું થશે;
એટલી સમજણ હશે તો આ જગત તારું થશે.
થાય છે માઠા દિવસ પણ આખરે મીઠા કદી,
આજ નહિ તો કાલ, સઘળું દૂર અંધારું થશે.
જોઈએ બસ જોઈએ ખુદનો ભરોસો સામટો;
એ વિના જીવન પળેપળ સાવ નોંધારું થશે.
દાદ એને આપશો તો દુઃખ વધુ દુઃખ આપશે,
સુખ વધુ સુખ આપશે જો નિત્ય સહિયારું થશે.
મન હવે ચાલ્યું છે ભીતરના પ્રવાસે બસ, ‘કિરીટ’
બસ, હવે જે કંઈ થશે તે કામ કંઈ ન્યારું થશે.