ગુજરાતી ગઝલસંપદા/ હિમલ પંડ્યા ‘પાર્થ’: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| હિમલ પંડ્યા ‘પાર્થ’ |}} <poem> અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો, વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.<br> જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે – ખુદાએ લાગ ગોત્યો છે સજાનો? કો’ક...") |
(No difference)
|
Latest revision as of 15:05, 8 January 2023
હિમલ પંડ્યા ‘પાર્થ’
અટકશે ક્યાં જઈને આ જમાનો, કો’ક તો બોલો,
વખત આથી ય શું ભારે થવાનો, કો’ક તો બોલો.
જનમ આ માનવી કેરો મળ્યો વરદાનરૂપે કે –
ખુદાએ લાગ ગોત્યો છે સજાનો? કો’ક તો બોલો.
હૃદયની લાગણીઓ, પ્રેમ ને વિશ્વાસ – સંબંધો,
થશે અંજામ શું આખર બધાનો? કો’ક તો બોલો.
બધું ભૂલી જવું છે દોસ્ત મારે, બોલ શું કરવું?
અનુભવ છે અહીં કોને નશાનો, કો’ક તો બોલો.
હજારો વેદનાઓ મેં છુપાવી છે હૃદય માંહે,
મળે ક્યો આદમી આવા ગજાનો, કો’ક તો બોલો.
અનોખી આપણી મહેફિલ અને અંદાજ નોખો છે,
મળ્યો છે માંડ આ મોકો મજાનો, કો’ક તો બોલો.
અમે તો ‘પાર્થ' હૈયું ઠાલવી બેઠાં ગઝલરૂપે,
ન રાખો આજ કોઈ ભેદ છાનો, કો’ક તો બોલો.