ગુજરાતી ગઝલસંપદા/ હેમંત પૂણેકર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| હેમંત પૂણેકર |}} <poem> કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી એક દર્શક વગર દૃશ્ય બનતું નથી<br> એટલે આંખની આંખમાં રહી ગઈ ખારા જળની નદી, કોઈ લોતું નથી<br> એકબીજાના સહારે ટક્યા આપણે હું સમુ કં...") |
(No difference)
|
Latest revision as of 15:06, 8 January 2023
હેમંત પૂણેકર
કંઈ નથી, જ્યાં સુધી કોઈ જોતું નથી
એક દર્શક વગર દૃશ્ય બનતું નથી
એટલે આંખની આંખમાં રહી ગઈ
ખારા જળની નદી, કોઈ લોતું નથી
એકબીજાના સહારે ટક્યા આપણે
હું સમુ કંઈ નથી, જો કોઈ તું નથી
રાખ શમણાની સાથે વહી જાય છે
અશ્રુ કારણ વગર ખારું હોતું નથી
એક ડૂસકું દબાવ્યું મેં એ કારણે
અહીંયા કારણ વગર કોઈ રોતું નથી
ખૂબ શોધો છતાં શક્ય છે ના જડે
જે બધે હોય છે, ક્યાંય હોતું નથી