ગુજરાતી ગઝલસંપદા/ પંકજ વખારિયા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| પંકજ વખારિયા |}} <poem> સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી<br> આપી જશે આ ભીંતને વધુ એક ચોકડી આજેય બીજું સૂર્યની ઝોળીમાં કંઈ નથી<br> જન્મારો વેઠે છે અ...") |
(No difference)
|
Latest revision as of 15:08, 8 January 2023
પંકજ વખારિયા
સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
આપી જશે આ ભીંતને વધુ એક ચોકડી
આજેય બીજું સૂર્યની ઝોળીમાં કંઈ નથી
જન્મારો વેઠે છે અહીં નોંધારો ખાલીપો
લૂંટી શકે તો લૂંટ, હવેલીમાં કંઈ નથી
બસ, બે’ક બુંદ જેટલો સંસાર એનો છે
શબ્દો કે સૂર જેવું ઉદાસીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી