ગુજરાતી ગઝલસંપદા/ સૌમ્ય જોશી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| સૌમ્ય જોશી |}} <poem> વર્ષો પછીથી આજ શાયરી કહેવાઈ ગઈ, મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ.<br> તીવ્રતા બુઠ્ઠી થઈ ને ગાલગાના બંધનો, બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ.<br> એ જ ગઝલો, એ જ લોકો, એ જ અ...")
 
(No difference)

Latest revision as of 15:20, 8 January 2023


સૌમ્ય જોશી

વર્ષો પછીથી આજ શાયરી કહેવાઈ ગઈ,
મૌનની જાહોજલાલીઓ ફરી લૂંટાઈ ગઈ.

તીવ્રતા બુઠ્ઠી થઈ ને ગાલગાના બંધનો,
બેડીઓનો દેશ છે ને કરવતો ખોવાઈ ગઈ.

એ જ ગઝલો, એ જ લોકો, એ જ અધૂરાં સ્વપ્ન બે
કેટલી ચીજોથી સાલી જિંદગી ટેવાઈ ગઈ.

શું કરું, મારા રુદનની સાબિતીનું શું કરું?
એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ.

આજ મારી કાયમી ભીનાશનું કારણ કહું,
એક નદી મારા સુધી આવી ને ફંટાઈ ગઈ.