ગુજરાતી ગઝલસંપદા/ લક્ષ્મી ડોબરિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| લક્ષ્મી ડોબરિયા |}} <poem> ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે! કાં પછી સમજણનો કાયમ હોય છે!<br> ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી, દબદબો તો રણનો કાયમ હોય છે!<br> કોરું મન, તરસ્યા નયન, વ્હેતો સમય, પ્રશ્ન બ...")
 
(No difference)

Latest revision as of 15:22, 8 January 2023


લક્ષ્મી ડોબરિયા

ભાર ખાલી ક્ષણનો કાયમ હોય છે!
કાં પછી સમજણનો કાયમ હોય છે!

ટાઢ, તડકો, ઝાંઝવા ને થોરથી,
દબદબો તો રણનો કાયમ હોય છે!

કોરું મન, તરસ્યા નયન, વ્હેતો સમય,
પ્રશ્ન બસ આ ત્રણનો કાયમ હોય છે!

ચાસ ચહેરા પર સમય પાડે અને
વાંક કાં દર્પણનો કાયમ હોય છે?

સાવ સાચી વાત કરવી હોય પણ,
ડર સવાયા ‘પણ’ નો કાયમ હોય છે.