મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચિ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 628: | Line 628: | ||
૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫ | ૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫ | ||
{{Poem2Close}} | |||
== ખેવના == | |||
{{Poem2Open}} | |||
‘ખેવના’નો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઊમટી પડે. હાશ હવે કંઈક નવું – એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના’ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડું. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના', ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ' જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે. | |||
બાબુલાલ ગોર ખેવના, ૮૩, સપ્ટે., ૨૦૦૪ | |||
‘ખેવના’ને કાનફૂસિયાંમાં રસ નથી. સાહિત્યની કશાપણ પ્રકારની ચિંતા કરનારને માટે ‘ખેવના' સદા ખુલ્લું છે. | |||
સુમન શાહ ખેવના, ૨, મે-જૂન, ૧૯૮૭ | |||
'''<big>ખેવના</big>''' | |||
‘શબ્દસૃષ્ટિ’ અને ‘સન્ધાન' જેવી સામયિક પ્રવૃત્તિથી ધ્યાન ખેંચનારા સુમન શાહનું વિશેષ પ્રદાન તો ‘ખેવના' રૂપે આપણી સામે આવ્યું છે એ વાત જાણીતી છે. કોઈ સામયિકને બાવીસ વર્ષ જેટલા લાંબા પટ પર સફળતાપૂર્વક ચલાવવું અને એમાં સાહિત્યના કેટલાક અત્યંત મહત્ત્વના સાહિત્યપ્રશ્નોને ચર્ચાની એરણે ચઢાવવા પોતાનું એક સામયિક જોઈએ એમ સંપાદકે માન્યું હશે. આશ્ચર્ય થાય કે આપણી ભાષાના સામયિકોમાં નોંધ લેવી પડે એવા લખાણો આ સામયિકમાં પ્રગટ થયા હોવા છતાં જાહેરમાં એમની ભાગ્યે જ નોંધ લેવાઈ છે ! પરિષદના સરવૈયાઓ કે તૂટકછૂટક નોંધ સિવાય ‘ખેવના’ના પ્રદાન વિશે આપણે ત્યાં કોઈ નોંધ પ્રાપ્ત નથી એનું એક કારણ એના પ્રકાશક લેખે પાર્શ્વ પ્રકાશનના બાબુભાઈ શાહ હતા. એના લીધે ‘ખેવના’ને હાઉસમેગેઝિન તરીકે જ લોકોએ ગણી લીધું. પ્રારંભથી એ ઓળખ છેક સુધી ભૂંસાઈ ન હોય એનું ઉદાહરણ ‘ખેવના’ બન્યું. ‘ઉદ્ગાર’ કે ‘ઓળખ’ જેવા સામયિકને વાચક કેવળ નવા પ્રકાશનોની જાણ ખાતર નજર ફેરવી બાજુએ મૂકે એમ ‘ખેવના’ને બાજુએ મૂકાયું છે. એ જ રીતે આપણે ત્યાં સામયિકસંદર્ભે થતા અભ્યાસલેખનો કે સમીક્ષાનો પણ ‘ખેવના’ને કોઈ લાભ મળ્યો નથી. પરંતુ એના પ્રકાશિત સો અંકોમાં એવી કેટલીક નોંધપાત્ર સામગ્રી મળી આવશે જેને કારણે એક સાહિત્ય સામયિક લેખે ‘ખેવના'નું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. ‘ખેવના’ના પ્રદાનને ચીંધવાનો ને એ રીતે આપણા ઘરદીવડાઓએ રેલાવેલા સહેજઅમથા તોયે અલભ્ય પ્રકાશનો મહિમા કરવાનો અહીં પ્રયાસ છે. | |||
‘ખેવના’ના આરંભના અંકોમાં ‘સાહિત્ય અને સમૂહમાધ્યમોના દ્વૈમાસિક' તરીકે એમની ઓળખ આપવામાં આવેલી. સાહિત્ય ઉપરાંત સિનેમા, પત્રકારત્વ અને દૂરદર્શન સંબંધી લેખો એમાં પ્રકાશિત થયા છે. પણ ઉત્તરોત્તર સાહિત્ય પદાર્થની ખેવના પર ઝોક વધતો ગયો અને અંત લગી ‘ખેવના'નો એજ ધ્યેયમંત્ર બની રહ્યો. | |||
તંત્રીનો સાહિત્યિક પત્રકારત્વ વિશે વિચાર : | |||
તંત્રીએ ‘ખેવના’માં તેમ અન્ય સામયિકોમાં લખેલા લેખો પરથી પોતાની સાહિત્યિક પત્રકારત્વની વિભાવના રજૂ કરી છે. સાહિત્યકારો અને સાહિત્યની સમજ દાખવતા સામયિકો સતત વિકાસશીલ રહેવા જોઈએ એમ માનનારા આ તંત્રીએ સર્જન, વિવેચન અને સંશોધનની ત્રિવિધ ભૂમિકાએ ‘શબ્દસૃષ્ટિ'ને કેવળ ચલાવવા ખાતર નહીં પણ નવપરિવર્તનની દિશાએ લઈ જવાના પ્રયત્ન રૂપે હાથમાં લીધેલું. એ છોડી દીધા પછી ગુજરાત સહિત્ય અકાદમીને ‘ખેવના’માં એક લાંબાલેખરૂપે તેઓ જે વિવિધ સૂચનો કરે છે એમાં અકાદમીના સામયિક ‘શબ્દસૃષ્ટિ’ વિશે કશું ન હોય તો જ નવાઈ પામવા જેવું ગણાય. ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી રૂપે કોઈ વિદ્વાન માણસને પૂરા કદની સેવાના ધોરણે સોંપવાનું ને કોઈ બીજા વિદ્વાનને સંપાદનને સ્થાને એ જ ધોરણે નીમવાની તેઓએ વાત કરી છે જેથી જતે દિવસે તન્ત્રી ના હોય તો આ કાર્ય સીધું જ સામયિકને સોંપી શકાય કેમકે સામયિકનું સંચાલન એ પાકો અનુભવ માગી લેતું ગંભી૨ કાર્ય છે એમ એમણે વખતોવખત પ્રગટ કર્યું છે. સાહિત્યિક સામયિક કોઈ સંસ્થાના પીઠબળથી ચાલતું હોય તો પણ એને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા, સ્વાયત્ત રાખવામાં જ તેઓ સામયિકનું હિત જુએ છે. સામયિકની સતત સમીક્ષા થાય જેથી એ ઘરેડમાં બંધાઈ ન રહે, વિકસવાના રસ્તાઓ સૂઝી આવે અને સંસ્થા દીધી મોકળાશનો તંત્રીએ કેવો અને કેટલો લાભ અંકે કર્યો એ તપાસવા નિષ્પક્ષ ભૂમિકા રચવાની તેઓએ જિકર કરી છે. સંસ્થાના સામયિક તંત્રી અને સંપાદક કેવળ માનદ્ ન હોવા ઘટે પણ એવા મહત્ત્વના કામ માટે તંત્રી અને સંપાદકનું સયુક્તક ગૌરવ કરવા ને નોંધપાત્ર રકમ ચૂકવવા પણ તેઓ ભારપૂર્વક કહે છે. અકાદમીએ ચીલાચાલું સામયિકને બદલે કેવા સામયિકો કરવાની જરૂર છે એ વાત કરતા તેઓ એક સામયિક ‘નવનીતસમર્પણ’ જેવું, જે ઉમદા ડાયજેસ્ટ સ્વરૂપનું હોય ને વળી, પ્રજાના વધારે મોટા સમુદાય માટેનું બની રહે. બીજું ‘ગ્રંથ’ જેવું અવલોકનસમીક્ષાનું, વિવેચનના સિદ્ધાંત અને પ્રત્યક્ષ પક્ષોનો સમાવેશ કરતું સામયિક હોવું જોઈએ એવી વાત તેઓ મૂકે છે. આપણે ત્યાં સંસ્થાના સામયિકો આવા વિશિષ્ટ સામયિકો પ્રકાશિત કરે એ વાત રોમાંચક લાગે. ‘પરબ’ જેવા માસિક સાથે ‘ભાષાવિમર્શ’ ચલાવનારી પરિષદને આખરે એ અભ્યાસ ત્રૈમાસિક નાછૂટકે બંધ કરવું પડેલું. અકાદમી ‘લોકગુર્જરી’ જેવા અનિયતકાલીન સામયિકનું પ્રકાશન કરી રહી છે પરંતુ અહીં તંત્રી ચીંધ્યા સામયિકો કોઈ સંસ્થા કરી શકી નથી. અન્ય જગાએ પણ આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે : આપણું દરેક સામયિક પોતાની રીતે બરાબર જણાય છે છતાં આપણે એમ પૂછતા નથી કે ગુજરાતી સાહિત્યમાં આટલાં બધાં સામયિક શું કામ છે - ? એક ઉત્તર એ છે કે આપણા દરેક જરાક મોટા થયેલા સાહિત્યકારને પોતાની ધજા ફરકાવવી હોય છે. લગભગ દરેક જૂથ પોતાનું વાજિંત્ર ઝંખે છે. કેટલાક સામયિકને એક કરી દઈએ તો ?’ એવો પ્રશ્ન કરીને ‘એતદ્', ‘ખેવના', ‘ગદ્યપર્વ’, ‘કંકાવટી’ અને ‘પ્રત્યક્ષ’ જેવા સામયિકોને તેઓએ લગભગ એક પ્રયોજનથી ચાલતા, સમાન હેતુઓવાળા ગણાવ્યા છે. આ પછી તેઓ જુદા સ્વરૂપના પ્રકાર વિષયક સામયિકો પ્રસિદ્ધ કરવાની વાત મૂકે છે. તેઓની ઝંખના છે કે આટઆટલા સામયિકોને બદલે માત્ર કવિતાનાં અને નાટકનાં છે તેમ એક ટૂંકીવાર્તાનું, એક સિદ્ધાંતવિવેચનનું, એક પ્રત્યક્ષ વિવેચનનું, સાહિત્યની વાત કરનારું, એક માત્ર ભારતીય સાહિત્ય વિશેનું, એક માત્ર અનુવાદ માટેનું, એક મધ્યકાલીન સાહિત્યને માટેનું, એક માત્ર સંશોધનને માટેનું તો વળી એક નાજુક-નમણી એકલી ગઝલને માટેનું સામયિક હોવું ઘટે. જોઈ શકાશે કે સાહિત્યિક સામયિકો માટેની આ એક આદર્શ સ્થિતિ છે પણ આપણે ત્યાં એકથી વધુ સામયિકો બેવડાયા કરતા હોય છે અને નિરૂપાય બની આપણે એને જોતા રહેવાના હોય છે કેમકે બધુ એની એ ગુણવત્તાવાળું હોવા છતાં એની એ રીતભાતમાં જ હોવાનું. લખનારો વર્ગ જ્યારે એનો એ જ હોય એમાંયે અર્થભર્યો પ્રગતિપ્રેરક ફર્ક ઊભો કરનાર તો ગણ્યાંગાંઠ્યા જ હોય ત્યારે મોટાભાગના તંત્રીઓ એમને નિરુદ્દેશે બેસી રહેલા કોઈ દુકાનદાર જેવા લાગે છે. તેમાં એ તંત્રીઓનો વાંક એટલો જ છે કે તેઓ બેસી રહ્યા છે. આમ કહીને એક ઉમદા તંત્રીનું હોવું એ સામ્પ્રતમાં બહુ વસમી વસ્તુ તરીકે તેઓ ઘટાવે છે, દુનિયાભરની સાહિત્યિક ગતિવિધિ સાથે નિરન્તર જોડાયેલા રહી પોતાની ભાષાના સઘળા સાહિત્યિક સંદર્ભોને જોનાર, તપાસનાર અને પ્રેરનાર તંત્રીકાર્ય, ગતિશીલ તંત્રીકાર્યની ઝંખના એમના લખાણમાંથી બહાર આવે છે, ‘શબ્દસૃષ્ટિ’ જેવા જનઅકાદમીના સામયિકનું સુકાન પશ્ચિમના અભ્યાસી અને કલાવાદી ગણાયેલા સુમન શાહને ઑક્ટો., ૧૯૮૩માં સોંપવામાં આવેલું. સને ૧૯૮૭માં એ છોડ્યું ત્યાં લગી એક સંપાદક લેખે વ્યાપક સ્વરૂપની સાહિત્યિકતાની ખોજ સંપાદકની કસોટી બની રહી હતી. નીવડેલા વિશિષ્ટ લેખકોને ગુમાવ્યાં વિના નવા લેખકોને શોધવા, કશા છોછ વિના એવા લેખકોને આવકારવા અને ધોરણોને ભોગે કશું ન કરવાના પુરુષાર્થથી ‘શબ્દસૃષ્ટિ’ની વાચકકેન્દ્રી છબિને એક ઘાટ મળ્યો. નવા સામયિકની રીતિનીતિ તંત્રીએ આકારવાની હોય ત્યારે એમાં પ્રમાદને, ઉદાસીનતાને અવકાશ નથી કેમકે એમ કરવાથી તો તંત્રી ખાલી તન્ત્રવાહક કે મુદ્રક બની રહે એમ તેઓએ સ્પષ્ટ માન્યું છે. તંત્રીના અપર્યાપ્ત સાહિત્યકલાજ્ઞાનને કારણે થતા નુકસાનોની તો ભાગ્યે જ કોઈને ખબર પડવાની. મુદ્રક સમાન તંત્રીનું સામયિક ગામ-ચોરો બની રહે. સામયિક વાચકો કે લેખકોનું ઘડતર કરવાને બદલે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું લાગવા માંડે. આવી સ્થિતિને ટાળવાના ઉપાય લેખે સામયિક શરૂ કરનાર કે સામયિક ચલાવનારા માટે એક મહત્વની વાત તેઓ ઉપસાવે છે કે નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચુરણિયું ન હોઈ શકે. એ જુદું જ હોય. ‘શબ્દસૃષ્ટિ’ના ઘડતર અંગેની મથામણને સ્પષ્ટ કરતાં તેઓએ નોંધ્યું છે : ‘આજે તો બેથી વધુ સામયિક સરખેસરખાં લાગે છે. જાણે એમાં ય નકલખોરી ! એક સારા કુંભારની જેમ ‘શબ્દસૃષ્ટિ'ને મારે ટીપીટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપ કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન- આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીકઠીક પ્રવર્તતી હતી. વગર સમજની હૂંસાતૂંસી, પ્રયોગખોર વાંઝિયા લખાણોથી અને સાથોસાથ અતિસામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી ‘શબ્દસૃષ્ટિ'ને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો.' તંત્રી લેખે કેવી કેવી કામગીરીની અપેક્ષા રહે છે એ વાત અહીં ઉપસી આવી છે. લેખકો, વાચકો અને ખાસ તો રાઈનો પહાડ કરતા ઉગ્ર ચર્ચાપત્રીઓને કુશળતાથી સંભાળવા-સાચવવાના રહે. ઉત્તરોત્તર સામગ્રીના ભરાવા અને ન-ઉત્તમ ઘણી સામગ્રીના કંટાળાજનક વાચનની કસોટીમાંથી પસાર થવાનું રહે. મોહમ્મદ માંકડે તો મજાકિયા લહેકામાં તંત્રીને કહેલું કે : ‘આટલા વર્ષો ઉત્તમ ઉત્તમ જ વાંચ્યા કર્યું છે તે લો..! એ જથ્થાની વચ્ચેથી સાંગોપાંગ કૃતિઓ તારવવી અને એ રીતે ટોળાઓમાં પોતાના સામયિકને જુદું પાડવું, સામયિકનો એક વિશિષ્ટ ચહેરો ઘડવો એમાં સુકલ્પિત અને સુગઠિત નીતિરીતિના અમલને તેઓએ ચીંધ્યો છે. તંત્રી તરીકેના આ ત્રણ વર્ષના ગાળામાં તંત્રી લેખ લખવાનો એમને અપાર આનંદ આવ્યો છે. સમયપ્રસ્તુત અને દૃષ્ટિપૂત એવા આ તંત્રી લેખોમાં સમીક્ષાનો સૂર તીખો રહે એ અંગે પણ તંત્રીએ ખેવના રાખી છે. સાહિત્યિક સામયિકના તંત્રી લેખો ઉશ્કેરે એવા હોય, ખાંખતથી લખેલા હોય અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા ન હોય એની સતત કાળજી રાખવાનું પણ એમાં સૂચવાય છે. ‘શબ્દસૃષ્ટિ' માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. એમ કહેતા તંત્રીએ સામયિક સાથેના જીવંત નાતાને પ્રગટ કરી આપ્યો છે. સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતા રહેલા સામયિકો પરખાઈ જતા હોય છે એમ કહી સામગ્રી સ્વીકાર નીતિરીતિ અનુસાર હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પર એમણે ખાસ્સો ભાર મૂક્યો છે. એ ઉપરાંત કોઈપણ સામયિક તંત્રીને મળેલા લેખકોના શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારુ સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે આમ નોંધીને એમણે તંત્રીકાર્યની સાથોસાથ લેખકોનું પણ યોગ્ય સન્માન કર્યુ છે. (શબ્દસૃષ્ટિ, ઑક્ટો.-નવે., ૨૦૦૮) છાપામાં કોઈપણ કોલમ લખવાથી જેમ પત્રકાર થવાતું નથી એમ સાહિત્યનું કશું ચોપાનિયું કાઢયે સાહિત્યિક પત્રકાર પણ થઈ જવાતું નથી. એવો મત આગળ ધરીને એના વૈશિષ્ટ્યને તેઓ આપણી સામે મૂકે છે. સાહિત્યના દરેક સામયિકમાં તેનો તંત્રી શું લખે છે એ બાબત એમને અત્યંત મહત્વની જણાઈ છે. અવારનવાર તંત્રીને કશું કહેવા જોગું જણાય છે ખરું ? એ જ રીતે, સામયિકના વાચકોનો પ્રતિભાવ શો છે ? કશી તંદુરસ્ત પત્રચર્ચા કે ઊહાપોહ તંત્રી કે વાચકો જગવી શકે છે ખરા? તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સાભાર સ્વીકાર અને સાહિત્યવૃત્ત જેવી માહિતીથી મોંઘાપાનાં ભરવાનું મુશ્કેલ નથી પણ દરેક સામયિકને એનો પોતાનો એક ચહેરો હોવો ઘટે છે. વ્યક્તિત્વ હોવું ઘટે છે. એ વડે એ ન્યૂઝ પ્રસરાવીને બેસી ન રહે, ન્યૂઝ પણ ઘડી શકે. આવી ઉપકારક દૃષ્ટમતિના આપણે ત્યાંના અભાવની તેઓએ આકરી ટીકા કરી છે અને આપણાં અનેક સામયિકોનાં પાછલા પાના ઈદમ્ તૃતીયમથી ખચિત, નગણ્ય હોવાનો રંજ પ્રગટ કર્યો છે. | |||
પોતાના ૩૫ વર્ષના ગાળામાં કરેલા સંપાદનો અને તંત્રીકાર્યથી સંતોષ-અસંતોષની બંને બાજુઓને તેઓએ પ્રગટ કરીને આટલા લાંબા સમયના તંત્રીકાર્યમાં કર્યું શું ? - આ પ્રશ્નનો તેમનો જવાબ છે – પસંદગી. જે સામગ્રી મળી, જે સામગ્રી માગી, સમ્પાદિત કરી તેમાંથી આવડી તેવી છતાં પોતીકી દૃષ્ટિના સાહિત્યહેતુઓ સિધ્ધ થાય એ રીતની પસંદગી કરી. આ પસંદગીના ધોરણમાં નીવડેલા સાહિત્યનાં ગ્રંથાકારે મળતા સંપાદનો પાછળના પસંદગી ધોરણો કડક હોવા જોઈએ એમ કહે છે જ્યારે તાજા સાહિત્યને રજૂ કરતાં સામયિકોના ઓછા કડક ધોરણો રાખવાની વાત કરીને તેઓ આપણને આશ્ચર્યમાં મૂકે છે. એ પાછળનો તર્ક રજૂ કરતા તેઓ કહે છે કે : ‘સરજાતું સાહિત્ય છે માટે ધોરણોને અભરાઈએ મેલવાની વાત નથી. નથી જ. પરન્તુ સામયિકનો દરેક અંક વર્તમાનને સુપરત થઈ ભૂતકાળને સમર્પિત થવાનો હોય છે વળી સાથોસાથ ‘વ્હોટ નેક્સ્ટ’ની દિશામાં તે તેના પસંદગીકારને સજ્જ થવા પણ કહેતો હોય છે. સામયિકો ભવિષ્ય તરફ મીટ માંડીને જ વર્તમાનમાં જીવી શકે છે. સમજુ તંત્રી એ છે કે નીવડેલાને વિશે અનુદાર રહે છે, નીવડેલા નીકળેલાને વિશે ઓછો અનુદાર રહે છે.' તેઓ અહીં નીવડવા નીકળેલા સાહિત્યને સહૃદયી મનોભાવથી જોવાની વાત કરે છે. વાચકો એ માટે સમભાવ દાખવે અને ચુકાદા આપી દેવાની ઉતાવળ ન કરે એ જરૂરી છે. વાચકનો ધર્મ તો પ્રકાશિત વસ્તુની સમીક્ષાપૂર્વકની ચર્ચા કરવાનો છે. એમાં સપાટી પરના આ ગમ્યું ને તે ના ગમ્યું જેવા પ્રતિભાવોને, ગાળાગાળીને સ્થાન નથી એ સ્પષ્ટ છે. ‘સાહિત્યિક સામયિક જો ગંભીરતાને વરેલું હોય, તો શું આપણા દેશમાં કે વિદેશમાં, ક્યારેય લે-વેચની વસ્તુ નથી હોતું. એ કમર્સિયલ એક્ટિવીટી નથી. એ તો એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. એમાં નફો કદી હોઈ શકે નહીં, ધ્યેય તરીકે તો નહીં જ, એમાં ખોટ હોઈ શકે અને ખર્ચ સમેતની સઘળી ૨કમ સરભર કરવાની જવાબદારી સાહિત્યકારોની હોય.’ આમ કહીને એમણે સામયિક એક જાતનું સહિયારું સાહસ છે એ વાતને દર્શાવી આપી છે. સામયિક કેવળ તંત્રીના વૈયક્તિક સાહસ પર ચાલતું ન હોય, કેવળ દાતાઓ, જાહેરખબર આપનારા પર નભી જતા સામયિકો હરહંમેશ માગીતાગીને પૂરું કરી શકે નહીં. સામયિકોમાં સર્જન- વિવેચન કરનારો સર્જક જ એ સામયિકને લવાજમ આપી ટકાવતો હોવો ઘટે. વાચક અને સર્જકની એમાં ભાગીદારી હોવી ઘટે. આપણા હયાત સાહિત્યિક સામયિકોના ગ્રાહકોને, એટલે કે લવાજમ ભરીને થયેલા વાચકોના આંકડાઓ શોભાસ્પદ છે ખરા ? એ તરફ તેઓએ લંબાણથી ચર્ચા કરી છે. દળીદળીને કુલડીવાળા આ ઘાટને એમણે અત્યંત ચિંત્ય સ્થિતિ ઘટાવી લેખકો-વાચકોના સહભાગ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. | |||
‘ખેવના’ના ટૂંકી વાર્તા અને એના પ્રતિભાવ વિશેષાંક (૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭)માં પ્રગટ થયેલી વાર્તાકલા અને તંત્રીદૃષ્ટિના એકબાજુએ વખાણ થયા છે બીજી બાજુ કોઈએ સામા છેડે જઈ આજની ટૂંકી વાર્તા અને એની ભાષા જોઈને અરેરાટી ઉપજી હોવાની વાત નોંધી છે. કેટલાકે કૃતિ પસંદ કરવા બાબતે તંત્રી સામે જ પ્રશ્નો કર્યા છે ત્યારે તંત્રી તરીકેનું પોતાનું વલણ વાસ્તવદર્શી હોવાનું એમણે કહ્યું છે. ‘તંત્રી રૂપે હું મને જડ્જ નથી ગણતો પરંતુ સિક્યોરીટી ગાર્ડ સમજું છું. મારું કામ સૌને ભાવપૂર્વક આવકારવાનું છે. શંકા પડે ત્યાં આઇ.ડી. કે ઇન્વિટેશન કાર્ડ બતાવવા કહુ ખરો.' સામયિક અને સનાતન, સરજાતા જતા અને નીવડતા આવતા, સ્થિર અને દ્યુતિ જેવા ભેદોને તેઓએ સતત નજરમાં રાખ્યા છે એની વચ્ચે જ તંત્રીધર્મ વસે છે એમ કહી સર્જકતાને ભાવપૂર્વક આવકારતો સમુદાર તંત્રી કેવો હોવો ઘટે એનું દિશાદર્શન તેઓ આપે છે. સામયિકોની સમીક્ષા બાબતે લખેલા તંત્રીલેખમાં (જુઓઃ ચિંતા બરાબ૨, ઈલાજ ચિંતાજનક, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૧-૪) સરજાતા સાહિત્યના સ્વરૂપને ઉચિત દૃષ્ટિમતિથી જોવા એ ચેતવે છે. સામયિકોને એમણે ઈસ્પિતાલ જેવા ગણાવ્યા છે અને એમાં જન્મતી સાહિત્યસામગ્રી નવજાત શિશુઓ જેવી કહી છે. સ્વાભાવિક રીતે બધા શિશુ સશક્ત અને સુંદર ન પણ હોય. એ બધા એમના લેખકો-જનકો વડે ભવિષ્યમાં ઘડાય, વિકસે, અળગા કરાય એમ ઘણું બધું બનવાની શક્યતા તેઓ જુએ છે. આ બધાને વિવેચકો, વાચકો, ભાવકો કેટલું વહાલ કરે છે એનો આખી વાતમાં ઉપકારક મહિમા છે. ચૂંટલા ભરવા, ઝપાટિયા મારવા, અંગૂઠા પકડાવવા વગેરેનો ય મહિમા નથી એમ નહીં, છતાં વસ્તુલક્ષી સામયિક સમીક્ષા વધારે કરણીય અને શોભનીય છે એમ કહી આખરે પામવાનું શું છે ? એ તરફ આંગળી ચીંધે છે. કલાના ધોરણોએ જે ત્યાજ્ય છે તેના વિશે મૌન ધરીને પણ સબળ વિવેચન થઈ શકે આમ કહી સાહિત્યજગતમાં જે ઉપેક્ષણીય છે એમને વિસારે પાડવાનું તેઓ કહે છે. પુસ્તક સમીક્ષાની નેસેસીટીનું જ આપણે ત્યાં જ્યારે ઠેકાણું નથી ત્યારે સામયિક સમીક્ષાને તેઓએ લક્ઝરી ગણી છે ને ઉભડક નહીં પણ ઊંડી સામયિક સમીક્ષાઓને એમણે ઝંખી છે. | |||
સામયિકોને કશું સમુચિત ન મળે તો નહીં છાપીને ય ઉપકાર કરાય આવો ગર્ભિત ટોણો માર્યા પછી નિસાસા રૂપે જે વાક્ય મળે છે તે આ છે કે – ‘પણ તેમ કરવા કોઈ તૈયાર નથી.’ તંત્રીઓએ કરવાના નકાર કે અસ્વીકાર જે ઘટતા ચાલ્યાં છે એ સ્થિતિને તેઓ યોગ્ય રીતે જ ચિંત્ય ગણે છે. કોઈપણ વ્યક્તિનું સામયિક કાઢી બેસવું, એ પીઢ છે કે નવોદિત છે એનો તોલ ન કરવો ને એ સૌને નસીબ પ્રમાણે લેખકો-વાચકોનું મળી રહેવું આ સ્થિતિમાં તેઓ કહે છે કે ‘સામયિક કાઢવાનો કોઈ ખાસ હેતુ નામનો ખૂંટો ઊખડી ગયો છે. લેખક પછીની મોટી ઑથોરિટી તંત્રી છે. લેખક જેટલો જ જવાબદાર ગણાય પણ એમાં નરી હળવાશ આવી ગઈ છે.' આ વિધાન દર્શાવે છે કે કૃતિઓ તેમજ સામયિકોના સબ ચલતા હૈ વાતાવરણને બદલે ઉચ્ચ ધોરણને તેઓએ સતત ઝંખ્યું છે ને એ ખેવનાની હંમેશા જિકર કર્યા કરી છે. | |||
આમ, સાંપ્રત સાહિત્યિક વાતાવરણના મરમી સંપાદકે સામયિકોની સ્થિતિથી માંડીને સામયિકોના અંતરંગ પાસા વિશે ઊંડાણથી વિચાર્યુ છે અને એમાં સાહિત્યિક સામયિકના એક તંત્રી તરીકેનો એમનો નિષ્ઠાપૂત અવાજ સંભળાય છે. | |||
જો કે મણિલાલ પટેલે ‘ખેવના’ની સામગ્રીના સંદર્ભે સુમન શાહના તંત્રીપણાની આકરી સમીક્ષા કરી છે. તેઓ કહે છે કે : ‘ખેવના'નો કવિતા વિભાગ ધ્યાનપાત્ર હતો. જો કે એમાં છંદોલય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ નબળી રચનાઓ – તંત્રીના વિશેષ આગ્રહને કારણે આવતી રહેલી. કેટલાક ઉલ્લેખ પણ ન કરીએ એવા શિખાઉ લોકોની ગઝલગંધી તથા અન્ય કૃતક રચનાઓની સપાટતાને કારણે ‘ખેવના’ ટીકાને પાત્ર બનેલું. અને એમ ચર્ચાતુ રહેલું કે ‘ખેવના’ના તંત્રીને કવિતાનો કાન નથી ! ‘ખેવના’ના તંત્રવાહક રાજેન્દ્ર પટેલ સક્ષમ કવિ હોવા છતાં એની કવિતાનો પ્રવેશ ખૂબ મોડો થયો હતો. એ વાતની યાદ કરાવી ‘ખેવના’ના વાર્તા તેમજ અછાંદસ વિશેષાંકની નબળાઈઓ મણિલાલ ચીંધે છે. ‘ખેવના’ એ અન્ય કળાઓને સામે ચાલીને ખાસ આવકારી નથી આમ કહી તેઓ મુખપૃષ્ઠની એકવિધતા વિશે જે ટીકા કરે છે એ સાચી છે. (જુઓ : મણિલાલ હ. પટેલ, સાહિત્યિક સામયિકો-પરંપરા અને પ્રભાવ, સં.હસિત મહેતા, રન્નાદે, ૨૦૧૨) | |||
‘ખેવના’ સર્વસ્વરૂપલક્ષી સામયિક રહ્યું છે. કવિતા, વાર્તા અને લલિત નિબંધો એમાં પ્રકાશિત થતા રહ્યા છે જેમાં કવિતા નહીં, મુખ્યત્વે તો વાર્તાઓનું પ્રકાશન, વાર્તાકારો અને વાર્તાઓના વિશેષાંકો ‘ખેવના’નું એક નોંધનીય પ્રદાન છે. કવિતાઓમાં લાભશંક૨ ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્રથી માંડીને રમણીક અગ્રાવત, મીરાં આસીફ જેવી એકાધિક પેઢીઓની કાવ્યરચનાઓ અહીં પ્રગટ થઈ છે. બહુ ઓછા કવિઓ એવા છે કે જેમની કેવળ એકાદ રચના છપાયા પછી તેઓ ‘ખેવના’માં દેખાયા ન હોય. અછાંદસ અને ગીત રચનાઓ પછી ગઝલરચનાઓનું પ્રભુત્વ વધતું ગયું છે પરંતુ સર્જકો પાસે કરાવેલા આસ્વાદો, નોંધપાત્ર રચનાઓના કાવ્યઆસ્વાદો દર્શાવે છે કે ‘ખેવના'ને સામાન્ય રચનાઓમાં રસ ન હતો. ‘ખેવના’માં કાવ્યસંગ્રહોની પણ નિયમિત સમીક્ષાઓ થતી રહી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહોની આવી નિર્ભીક સમીક્ષાઓ એનું ધ્યાનાર્હ પાસુ છે. | |||
‘ખેવના’નો મૂળભૂત રસ વાર્તાસ્વરૂપ અંગેનો છે. દરેક અંકમાં બે કે બેથી વધુ વાર્તાઓ અહીં પ્રગટ થતી રહી હતી. ‘ખેવના’ના વાર્તાઅંકો અને વાર્તાકારના પ્રતિભાવો, સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ શિબિર હેઠળ લખાયેલ વાર્તાઓના અહીં થયેલા પ્રકાશનો એ સ્વરૂપના રસને ઘૂંટે છે. નવનીત જાની, રાજેન્દ્ર પટેલ, નીતિન ત્રિવેદી, પરેશ નાયક, દીવાન ઠાકોર, દશરથ પરમાર જેવા વાર્તાકારોને ‘ખેવના’એ ઉમળકાથી સત્કાર્યા અને એ સર્જકોને મોકળાશભરી જગા આપી. પ્રાણજીવન મહેતાની ‘નવલશા હીરજીની આજકાલ' જેવી પ્રયોગશીલ રચનાઓની એક આખીયે શ્રેણી ‘ખેવના’માં પ્રગટ થઈ એ પાછળ પણ સંપાદકની વિશેષ રસરુચિ કારણરૂપ બની રહી છે. પુરુરાજ જોષીની ‘ઘાસ ઘાસ ઘાસ', મણિલાલ હ. પટેલની ‘પી.ટી.સી. થયેલી વહુ', મોહન પરમારની ‘ચૂવો, ‘ઘોડાર’ અને ‘વાવ’ જેવી રચનાઓ, વીનેશ અંતાણીની ‘ચીસ’ અને ‘પોપટ, અને હું’ જેવી વાર્તા, શિરીષ પંચાલની ‘આ ઝુબેદા, આ કલ્લોલ', ‘ગતિ-અવગતિ- ગતિ’ જેવી વાર્તા અહીં પ્રકાશિત થઈ છે. સુમન શાહની ‘ફટફટિયું’ ઉપરાંત લગભગ મોટાભાગની વાર્તાઓ અહીં પ્રગટ થઈ છે. ૧૪ જેટલી આ વાર્તાઓએ વાર્તાકાર તરીકેની એમની ઓળખને સ્થાપિત કરી. અન્ય વાર્તાકારોની વાર્તાઓ અંગેની આસ્વાદલક્ષી તંત્રીનોંધ, ‘ટૂંકી વાર્તાની ભાષા' જેવા લેખો વડે સંપાદક સાંપ્રત વાર્તાકારોને દિશાસૂચન આપતા ગયા છે. હિમાંશી શેલત, યોગેશ જોષી, રમેશ ર. દવે જેવા અનેક ખ્યાત વાર્તાકારોની વાર્તાઓ સમયાંતરે મૂકી આપીને આ સ્વરૂપની સતત સમીક્ષા કરી છે. અહીં વાર્તાના અનુવાદો અધિક સંખ્યામાં મળતા નથી. એનું કારણ પણ આજની સરજાતી ગુજરાતી વાર્તાના વહેણ અને વલણને પકડવાનું રહ્યું છે. ડોનાલ્ડ બાર્થેલ્મ, આલ્બેર કામૂ જેવા સર્જકોની વાર્તાઓના જે અનુવાદો અહીં પ્રાપ્ત થયા છે એના અનુવાદક ખુદ સંપાદક છે. વાર્તાપ્રતિભાવ અંકમાં (સપ્ટે.-ડિસે.,૨૦૦૭) સંપાદકે તમામ વાર્તાઓ અંગે આસ્વાદલક્ષી નોંધ આપવાનું વલણ દાખવ્યું છે. અહીં અન્ય આસ્વાદકોનો પણ લાભ મેળવવા જેવો હતો એમ લાગે છે. કાવ્યઆસ્વાદોમાં જેમ રાજેન્દ્ર શાહના કાવ્યો વિશે એકાધિક સર્જકો પાસેથી આસ્વાદો મેળવવાનું સાહસ સંપાદકે કર્યું છે એજ રીતે સુરેશ જોષીની ‘થીંગડું‘ વાર્તાના સંદર્ભમાં સર્જકોની આસ્વાદશ્રેણી રચીને આપણી ભાષાની એક ખ્યાત વાર્તા અંગેનો વિમર્શ થયો છે. જે વાર્તા-પ્રતિભાવ અંકમાં પણ થવો જોઈતો હતો. વાર્તા કે વાર્તાઆસ્વાદો ઉપરાંત તાજેતરમાં પ્રકાશિત વાર્તાસંગ્રહોની સમીક્ષાઓ, નવલકથાના અંશો, નવલકથા સમીક્ષાઓ, નાટ્યસંગ્રહ કે સ્વતંત્ર નાટ્ય સમીક્ષાઓ, નિબંધ અને નિબંધ આસ્વાદ, નિબંધસંગ્રહની સમીક્ષાઓ ‘ખેવના'માં સમયાંતરે પ્રકાશિત થયા કરી છે. અહીં સમીક્ષિત કેટલીયે એવી કૃતિઓ છે જે આપણા સાહિત્યમાં નીવડી આવી હોય. જેમકે કિશોર જાદવની ‘રિક્તરાગ' નવલકથાની ત્રણ સમીક્ષાઓ અહીં જુદાજુદા અભ્યાસીઓ પાસેથી જુદાજુદા અંકે પ્રાપ્ત થતી રહી છે. એક જ કૃતિને આ રીતિએ તપાસવામાં ને એકથી વધુ અભિપ્રાય મેળવી તંદુરસ્ત વાદ-વિવાદમાં ‘ખેવના’એ ભારે રસ દાખવ્યો છે. ‘વળામણાં’ (પન્નાલાલ પટેલ)ની ભરત મહેતા લિખિત સમીક્ષા, ‘પશુપતિ’ (સતીશ વ્યાસ)ની પરેશ નાયકે કરેલી સમીક્ષા કે ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘દેવોની ઘાટી’ની મણિલાલ હ.પટેલે કરેલી સમીક્ષા દર્શાવે છે કે ‘ખેવના’એ સાહિત્યની વિશિષ્ટ કૃતિઓને સમીક્ષાના દાયરામાં લીધી છે અને એ રીતે સમીક્ષાના અંગને ખોડંગાતુ રાખવાને બદલે સતત વહેતું રાખ્યું છે. | |||
સાહિત્યકારોના કેવળ જીવનને કે એમની સિધ્ધિઓને વર્ણવતા વિગતલક્ષી ચરિત્રોને બદલે ‘ખેવના’એ પ્રગટ કરેલા ચરિત્ર અભ્યાસો, ખાસ કરીને પરદેશી સર્જકોની ‘ગ્રંથકાર પરિચય શ્રેણી' અહીં ધ્યાન ખેંચે છે. સંપાદકે અહીં વિશ્વવિખ્યાત સર્જકોનો વિશદ્ પરિચય આપીને એ સર્જકચરિત્રોના વિશેષને ચીંધી આપ્યા. આલ્બેર કામૂ, એસ્કિલિસ, દેરીદા, પોલ વાલેરી, બોદલેર, યુરિપિડિસ, રામ્બો, સુસાન સોન્ટાગ અને સોફોકિલસ જેવા સર્જકોની પ્રતિભાનું મૂલ્યાંકન અહીં મળે છે. ગુજરાતી ભાષાના સર્જક ચરિત્ર અભ્યાસો પણ જે-તે પ્રતિભાઓના વિશેષને ખોલી આપનારા છે. | |||
‘ખેવના’નો આરંભ ૧૯૮૭થી થયો હતો. ખાખી રંગના પૂંઠા અને સાવ સામાન્ય જણાતી છપાઈથી તે કોઈ માંદલા સામિયક જેવું લાગતું હતું. કવિ સુન્દરમે એમના પ્રથમ અંકને જોઈ બહુ ઉત્સાહપ્રેરક વાત કરી નથી. તેઓ નોંધે છે : ‘ખેવના થોડું થોડું જોયું. તમે પૂરતી મહેનત કરી છે. વધુ મહેનત માગશે. જુઓ ભાવ. કેવું બને છે ? ખેવનાનું મુદ્રણ ઝાંખુ છે. પ્રેસ કયું છે ? અંદરનો મિર્ચમસાલો સારો છે.' સુન્દરમે પહેલા જ અંકને થોડોથોડો જોઈને પણ મુદ્રણની બાબતે જે ટકોર કરી છે એ કેટલી સૂચક છે ! ‘ખેવના’નો બીજો તબક્કો જ વધુ ધ્યાનાર્હ બન્યો. ૨૦૦૦ની સાલમાં ‘ખેવના’ પાર્શ્વ પ્રકાશનનું હાઉસ મેગેઝિનનું રૂપ ત્યજીને ‘ટ્રસ્ટ ખેવના'નું સ્વતંત્ર સામયિક બન્યું. ડબલ ક્રાઉન સાઇઝમાં નવી સામગ્રી સમાવવાની અનુકૂળ સ્થિતિ સરજાઈ. ‘ખેવના' હવે માંદલું ન રહ્યું. | |||
‘ખેવના’માં પ્રકાશિત સિદ્ધાંતચર્ચાઓ, કૃતિ અને સર્જકોની ચર્ચા કરતા લેખો, પ્રવાહદર્શનના લેખો, દેરિદા વિશેની સુમન શાહની અને ‘દિગ્ભેદ’ જેવી ચન્દ્રકાન્ત ટોપીવાળાની લેખમાળા, સર્જક-વિવેચકના કામની સમીક્ષા કરતી મણિલાલ હ. પટેલની લેખશ્રેણી, યુરોપીય, ભારતીય અને ગુજરાતી ભાષાની કૃતિઓ અને સર્જકો વિશેના અભ્યાસલેખો સતત પ્રકાશિત થયા છે. મધ્યકાલીન સાહિત્ય, બાળસાહિત્ય, સમૂહમાધ્યમો અને સાંપ્રત સાહિત્યપ્રવાહોને પ્રગટ કરતી સમીક્ષાઓ ‘ખેવના'ને એક ગંભીર સ્વરૂપના સામયિક તરીકે સ્થાપી આપે છે. દરેક અંકે બેથી ત્રણ લેખોના પ્રકાશન દ્વારા ખેવનાએ અભ્યાસ સામયિક તરીકેની ઓળખને દૃઢ કરી હતી. | |||
નવે-ડિસે.૧૯૯૭ના અંકમાં થયેલી જાહેરાત મુજબ તંત્રીના વિદેશગમનને કારણે ‘ખેવના’નું હવે પછીના અંકોનું પ્રકાશન ઑગસ્ટ-૧૯૯૮થી થવાની ગ્રાહકોને વિનંતી કરવામાં આવી હતી. તંત્રીના પ્રવાસને લીધે આઠેક માસ સુધી સામયિકનું પ્રકાશન મુલતવી રહે એવો આ બનાવ સાંપ્રતમાં નોખો તરી આવે છે જો કે એ પછી કેટલાક વર્ષો બાદ ફરી વિદેશ પ્રવાસે જવાનું થતા વ્યવસ્થાપક રાજેન્દ્ર પટેલ ‘ખેવના’ની જવાબદારી લે છે પણ મુદ્રણની બાબતે ત્યાં બેઠાં બેઠાં તંત્રીને ક્ષમા માગવાનો વખત આવે છે સામયિક ઈતિહાસમાં એકને બદલે બીજા જવાબદાર વ્યક્તિએ સામયિક વ્યવસ્થાનો ભાર પોતાના માથે લીધો હોય એવા ઘણા ઉદાહરણો આપણી સામે છે. જાણીતું ઉદાહરણ ‘વસંત’નું છે. આનંદશંકરને બનારસ જવાનું થતાં બાર વર્ષ જેટલા લાંબા ગાળા સુધી એનું સંપાદન રમણભાઈ નીલકંઠે સંભાળેલું. ‘ખેવના’થી દૂર રહેવાનું થતાં એના અંક ૯૫-૯૮ (સપ્ટે.- ડિસે., ૨૦૦૭)માં મુદ્રણ અને છપાઈની અપાર ભૂલો તંત્રીને અકળાવનારી બની રહી હતી એ નોંધ જુઓ : મેં યૂરોપ અમેરિકાથી મોક્લેલી તંત્રીનોંધોના પ્રૂફ જે રીડરે જોયા હશે એણે જોયાં જ છે. વાંચ્યાં નથી, મને કહેતા બહુ દુઃખ થાય છે કે એમાં અઢળક ભૂલો છે. -અ-ઢ-ળ-ક. લગભગ દરેક લીટીમાં છે એમ કહું તો બરાબર કહ્યું ગણાય. બીજી રીતે કહું કે ‘ભૂલસુધા૨' મૂકતા પણ શરમ આવે એટલું બધુ વરવું છે. ટ્રસ્ટ ખેવના પૈસાદાર હોત તો હું આખો અન્ક ફરી છપાવત.’ આખાયે અંકમાં પ્રવર્તતી જોડણીની, લેઆઉટની અને પુનર્મુદ્રણ બાબતની બેદરકારીથી ત્રસ્ત તંત્રીનો ઉદ્ગાર છે કે : ‘મારી કશીપણ મહેનતની એ લોકોને જાણે કશી કિમ્મત જ નથી ! આ નિરાશા અંકરૂપી સન્તાનને માટેની એમણે ગણાવી છે એમાં એમનો સામયિકપ્રેમ કેવો પ્રગટ થઈ જાય છે ! | |||
માર્ચ, ૧૯૯૯થી ‘ખેવના’ની કાયાપલટ થઈ. એ ડિમાઇ સાઇઝમાં પ્રકાશિત થતું હતું એને બદલે ડબલક્રાઉનમાં પ્રકાશિત થવા લાગ્યું. એના મુખપૃષ્ઠ પર ચિત્રો, સર્જકોની તસવીરો અને સૂચક અવતરણોથી એ શોભવા લાગ્યું. સુમન શાહના લખાણોથી જ સંપૂર્ણ થઈ જતા અંકોમાં હવે કેટલાયે નવા અભ્યાસીઓને તંત્રીએ અહીં પ્રવેશ કરાવ્યો છે. સાવ નવા નામોને પણ અહીં તંત્રીએ સત્કાર્યા છે ને એમની રચનાઓને પ્રમાણી છે. સમૃદ્ધ અભ્યાસ લેખો, સર્જનાત્મક સામગ્રીમાં આવેલા આ પરિવર્તનને કારણે રામચન્દ્ર પટેલ એને જસતની થાળી સમું કહે છે. સાહિત્યિક સામયિક તરીકેની એની છબિ આ નવા રૂપરંગને કારણે સૌના ધ્યાનમાં આવી. સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ, વિવેચનની સાંપ્રત નિદ્રાધીન સ્થિતિ, વાંઝણી ફરિયાદો, આતંકવાદ જેવા સંપાદકીય મુદ્દાઓમાં અનેક પ્રતિભાવકોને એમણે જોડ્યા અને એમની પ્રતિક્રિયાઓને પણ સ્થાન આપ્યું. કેવળ સાહિત્યિક જ નહીં પણ એક સમૃધ્ધ વિચાર-ચર્ચારસિક સામયિક તરીકેની ઓળખ ઊભી કરવાની મથામણ કરી. આવા ધારદાર મુદ્દાઓ અંકોમાં ઝિલાયા, પરંતુ આવા વિવાદોને સતત ચીંધવાનું ને એનો ચર્ચાચોતરો ઘડવાનું અહીં બની શક્યું નહીં, કેટલીક વાર સ્વસ્થાપનાના આવેશમાં તંત્રીથી વિવેક ચૂકાયો હોય એમ પણ બન્યું છે. ‘નિદ્રાધીન અને નિર્દોષ વિવેચનાના દિવસોમાં’ના પ્રતિભાવરૂપે ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલી ભરત મહેતાની ચર્ચાથી ઉશ્કેરાઈ તંત્રીએ એક અંકમાં (૫૪ નવે., ડિસે., ૧૯૯૬) ૨૯ પૃષ્ઠોનો જવાબ આપ્યો છે ! મૌન રહેવું એ જવાબ આપવા બરાબર છે એમ માનનાર તંત્રી અહીં એ સૂત્રને વિસરી ગયા છે. આવા ઉદાહરણથી તો સામ્પ્રત વિભાગની શ્રધ્ધેયતા સામે પ્રશ્નો ઊભા થાય. ‘સુવર્ણમાળા’ અને ‘વસંત’માં આનંદશંકર ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા વચ્ચે ચગેલી ઉગ્રચર્ચાને જોઈને એક વાચકના પત્ર સાથે ‘સાહિત્ય’ના તંત્રીએ લખેલી નોંધ અહીં યાદ કરવી જોઈએ. તંત્રીએ નોંધ્યું છે કે : આપણા સમર્થ પંડિતો આવી ચર્ચાઓમાં વખત ગાળે એના કરતાં કળા અને સાહિત્યનાં ગૂઢ તત્ત્વો સમજાવનારા સુંદર લેખો લખવામાં કાળ વ્યતીત કરે તો કેવું સારું ? (અંક : ૧, ૧૯૨૭) | |||
સામયિકમાં પ્રગટ થયેલી સામગ્રીના વિશેષોને દર્શાવી આપતો, એમની મર્યાદાઓને ચીંધી આપનારો ‘આ અંકની તન્ત્રીનોંધ' જેવો વિભાગ આ સામયિકને અન્યથી જુદું પાડે છે. જોકે એનું ખાસ સાતત્ય રહ્યું નથી પણ આવી તંત્રીનોંધથી સરેરાશ વાચકો કૃતિના વાચનનો તાળો મેળવતા રહેતા. સર્જનાત્મક સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કૃતિની રચનાગત વિશેષતાઓને તેઓ અહીં ચીંધી આપતા હતા એટલે કે પ્રકાશિત સામગ્રી પર તંત્રીની એક જુદા જ અર્થમાં નજર રહેતી હતી ને એમ કૃતિઓ સમીક્ષાતી હતી. કિશારે જાદવે આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે : ‘તંત્રીની પ્રાસ્તાવિક પ્રસાદી તો ખરી જ પણ હવે તેમાં afterwords તરીકે વિશેષરૂપે તંત્રીનોંધ ઉમેરાઈ છે ત્યાં તમારી ધારદાર અને તેજસ્વી કલમનો પરિચય કોઈપણ સુજ્ઞ જનને થયા વિના રહેશે નહીં.’ (૬૨, જૂન, ૧૯૯૯) આસ્વાદલક્ષી બે-ચાર પંક્તિઓમાં સર્જનના વિશેષને ને એમાં રહેલી શક્યતાઓને તેઓ અહીં ઉઘાડી આપતા હોઈ સર્જકોને પણ પોતાના લખાણ માટે તંત્રીએ કેવો રિમાર્ક માર્યો છે એની જિજ્ઞાસા ચોક્કસ રહેતી હશે. | |||
‘ખેવના’ના આરંભથી તંત્રીના સક્રિયતાસભર લખાણોનો પરિચય મળે છે. રાધેશ્યામ શર્મા યોગ્ય જ કહે છે કે : ‘સુવિખ્યાત વિવેચક અને સંપ્રતિષ્ઠ વાર્તાકાર સુમન શાહ ‘ખેવના’ નામના સામયિકના ખંતખાંખતથી ઊભરાતા તંત્રી પણ છે. આધુનિકતાના પ્રખર આચાર્ય સુરેશ હ. જોષી પણ અગ્રતાક્રમે વિવેચક, વાર્તાકાર અને વિવિધ સામયિકોના તંત્રી હતા-સુમનભાઈની માફક. હા, સુમન શાહની માફક કેમકે સ્વ. સુરેશભાઈના માફકના માર્ગે સુમન વિધાયક રીતે-ભાતે ચાલ્યા છે ! સુરેશ જોષીએ એલાર્મ-બેલ જેવા ‘ઊહાપોહ’ ઊભા કરી અદ્યતન સાહિત્યવિચાર-વિવેચનની ‘ક્ષિતિજ’ ચીંધી તો સુમને એ પ્રશસ્ય પરંપરાને પ્ર-ગતિ અર્પી. સમગ્ર સાહિત્યદૃશ્યને સાંકળી કલાતત્વના જતનની ચાનકપૂર્વક ખેવના-કાળજી રાખી' અહીં તંત્રીલેખ, અભ્યાસલેખો, લેખશ્રેણી અને સર્જનાત્મક સ્વરૂપોમાં સૌથી વધુ લખાણો તંત્રીના ખુદના છે ને ક્યારેક તો તંત્રીઅંક થઈ શકે એટલા લખાણો એમણે અહીં ઠાલવ્યા છે. અંકોમાં આ લખાણોનો દાબ જોઈ નીતિન મહેતાએ એક પ્રતિભાવમાં લખ્યું છે : ‘તારા પર જો કે સારો એવો લખાણનો ભાર રહે છે.’ લખાણોના આ દાબને કારણે તંત્રીએ કેટલાક અંકોમાં વિભાવસમજ, ગ્રંથકાર પરિચય શ્રેણીઓમાં અન્ય અભ્યાસીઓને લખવાનું ઈજન આપ્યા કર્યું છે પણ આપણે ત્યાં હંમેશાં બને છે એમ એનો કોઈ પ્રોત્સાહક જવાબ તંત્રીને સાંપડ્યો લાગતો નથી. ગુજરાતી અધ્યાપકો અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને માટે વિભાવસમજની એક આખીયે શ્રેણી સંપાદકે જાતે લખી છે ને એમાં આપણી પારિભાષિક સંજ્ઞાઓ વિશેની સમજને ચોખ્ખી કરવાનો આશય છે. અર્થઘટન, કલાનુભવ, અર્થબોધ, અભિવ્યક્તિ, આત્મલક્ષી અને પરલક્ષી, પ્રભાવદોષ અને આશયદોષ જેવા અનેકવિધ વિભાવ વિશે અહીં ચર્ચા મળે છે. સુરેશ જોષીના સામયિકો ‘વાણી’ અને ‘મનીષા'માં સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યની સંજ્ઞાઓને ચર્ચા પર લાવવાનો જે ઉદ્યમ થયેલો છે એની એ યાદ અપાવે છે. | |||
‘ખેવના’ના તંત્રીલેખો આ સમયગાળામાં લખાયેલા લેખોમાં ખૂબ નોંધપાત્ર છે. આ લેખોમાં સોઈ ઝાટકીને લખનારા સંપાદકે સાહિત્યની નિસબતને જ હંમેશ આગળ કરી છે ને એમાં ગુજરાતી સાહિત્યના સાંપ્રત પ્રશ્નોની ધારદાર અને માર્મિક ચર્ચા થઈ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ શું કરવું બાકી રહે છે એ માટે એમણે નામ પાડીને સૂચવ્યું છે. પરિષદના પ્રાણપ્રશ્નોને પણ મોકળા દિલથી ચર્ચ્યા છે. રાજેન્દ્ર શાહના જ્ઞાનપીઠ પારિતોષિક પછી સમૂહમાધ્યમોએ લીધેલી એમની મુલાકાતના કેટલાક વિધાનોને વળ ચઢાવવામાં આવ્યા. જવાબદાર સમૂહમાધ્યમોની નકારાત્મક ભૂમિકા અને આપણી નિષ્ક્રિયતાને આડે હાથ લઈ તંત્રીએ કવિની સર્જકતાનું બહુમાન કર્યું છે. સાંપ્રત સાહિત્ય સંદર્ભના, અધ્યયનના તેમ સાહિત્ય વલણોના તબક્કાવાર મુદ્દાઓ કરીને એકપણ વિગતને અહીં એમણે, પોતાની નજર બહાર જવા દીધી નથી. ‘કેમનું છે આજકાલ ગુજરાતી સાહિત્યમાં ?' જેવા લેખમાં સંપાદકે આકરી વાણીમાં કામ લીધું છે. સાંપ્રતમાં પ્રવર્તતી ખિન્નતા અને ઉદાસી જુદાજુદા સાહિત્યજૂથોને કારણે છે. એ જૂથની સંકીર્ણતાને સંપાદક ઉલ્લંઘી જવા કહે છે. સાહિત્યના મૂળભૂત પ્રશ્નોને ચર્ચવાની તત્પરતા અને સામયિકના ધ્યેયમંત્ર સાહિત્યપદાર્થની ખેવનાને પ્રત્યક્ષ કરતા આ લેખો ‘ખેવના’નું અત્યંત મહત્ત્વનું અંગ રહ્યું છે. સમયસરની આ વિશદ્ પરિચર્ચામાં નિષ્પક્ષપણે, અન્ય સાહિત્યકારોને સંડોવતી આવી ચર્ચાઓ એક સમયે ખૂબ ધ્યાનપાત્ર બની હતી. ‘નિર્દોષ નિદ્રાધીન વિવેચનાના દિવસોમાં' જેવા લેખો એનું ઉદાહરણ છે. નિંદાત્મક અને ખંડનાત્મક નહીં, પણ સર્જક અને સર્જકતા સંલગ્ન આ લેખો આજે પણ એટલા જ વિચારણીય જણાય છે. જો કે નરોત્તમ પલાણે ‘ખેવના’ના તંત્રીલેખોને નિષ્પ્રાણ અને લાંબા હોવાથી કંટાળાજનક લેખાવ્યા છે, (જુઓઃ એક અધ્યાપકની ડાયરી, ગૂર્જર, ૨૦૦૯, પૃ. ૪૬) તો બીજી બાજુએ લખવામાં સૌથી પ્રિય તંત્રીલેખોને આગળ કરી જરૂરિયાત મુજબના જ પોતે લખાણ કરતા હોવાનો તંત્રીએ દાવો કર્યો છે. | |||
નવા રંગરૂપથી પ્રસિધ્ધ થયેલા ‘ખેવના’એ વર્ષાન્તે લેખકોને પુરસ્કારનું ચલણ દાખલ કરેલું. ગ્રાહકોની વાર્ષિક લવાજમની પદ્ધતિમાંથી છૂટકારો મેળવવા આજીવન ગ્રાહકોની યોજનાઓ અને એમાંયે હપ્તાપદ્ધતિની સગવડ તંત્રીએ આપેલી. માત્ર એક જ વર્ષમાં ૧૦૦થી વધારે આજીવન ગ્રાહકો સાંપડતા તંત્રીનો ઉત્સાહ બેવડાયો હશે એ નિઃશંક છે પણ ‘ખેવના’ને વધૂ મૂલ્યવાન, દળદાર બનાવવાની તંત્રી વિનંતીઓ દર્શાવે છે કે અન્ય સામયિકોની જેમ ‘ખેવના’ પણ આર્થિક સંકડામણ અનુભવતું હતું. આરંભે જ આ સામયિક કરકસરથી ચાલનારું સામયિક છે એમ દરેક અંકે કહેવાયું છે અને એના રંગરૂપ આરંભના ‘એતદ્’ની માફક અત્યંત સાદા હતા. કાયાપલટ પછી માર્ચ-૨૦૦૭માં એ ઘણા સમયથી ખોટમાં ચાલતું હોવાની નોંધ છે. એ માટે ‘ખેવના’ના ચાહકો–ગ્રાહકોને આર્થિક સહાય માટે વિનંતી કરવામાં આવી છે એ દર્શાવે છે કે સાહિત્યિક સામયિક લેખે એમને વાચકોનો ઝાઝો સહકાર મળ્યો નથી. વાર્તા પ્રતિભાવના (સપ્ટે.,-ડિસે., ૨૦૦૭) ૨૬૦ પૃષ્ઠોના અંકને વ્યવસ્થાપકે બે અંકો ગણાવેલા. તંત્રીએ એને ચાર અંકો ગણવાનો આગ્રહ કર્યો છે. તંત્રી આ હિસાબ એટલે ગણાવે છે કે આપણે નાણાંભીડમાં તો ક્યારના છીએ ને આમ દીવાળી કરી બેઠા...! તંત્રીએ ‘ખેવના’ને બંધ કરવાના એવા કોઈ ચોક્કસ કારણો અંતિમ અંકે રજૂ કર્યા નથી. પણ વારંવારના વિદેશપ્રવાસ, લાંબાસમય સુધી સામયિકને ચલાવવાનો થાક, વાચકોની ઉદાસીનવૃત્તિ જેવા એકથી વધારે કારણોએ એમાં ભાગ ભજવ્યો હશે. સંપાદનમાં મણિલાલ હ, પટેલ અને રાજેન્દ્ર પટેલ જેવા મિત્રોના સહકારથી ‘ખેવના'ના પાછલા અંકો ખૂબ યાદગાર બન્યા. એક સામયિક વીસ વર્ષ જેટલું ચાલે, એમના સો જેટલા અંકો પ્રગટ થાય એ તો બરાબર, પણ, એમાં પ્રકાશિત સામગ્રીનું મૂલ્ય કેટલું ? એ તપાસીએ ત્યારે ‘ખેવના’એ આપેલા સંતોષકારક હિસાબ આપણા સ્મરણમાં રહેવો જોઈએ. એક આધુનિક સર્જક, વિવેચકે ચલાવેલી સામયિક પ્રવૃત્તિ એ રીતે ધ્યાનાર્હ બની રહે છે. વાચકોએ પ્રગટ કરેલી આ સામયિકની અનિવાર્યતા ‘ખેવના’ના ઘણા અંકોમાં જોવા મળે છે. એમાંનો એક પ્રતિભાવ અહી પૂરતો છે. સાહિત્યિક સામયિકના એક નિયમિત વાચક અને નિયમિત પ્રતિભાવક બાબુલાલ ગોરે લખ્યું છે : ‘ખેવનાનો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઉમટી પડે. હાશ ! હવે કંઈક નવું-એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના'ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડુ. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના’, ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ’ જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે. (ખેવના, ૮૩, સપ્ટે:, ૨૦૦૪) | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Revision as of 05:47, 11 January 2023
[[|300px|frameless|center]]
મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચી
મનીષા ગદ્યપર્વ ખેવના સ્વાધ્યાય અને સૂચી
અર્પણ
નિવેદન
આપણી ભાષાનાં મહત્ત્વનાં સામયિકોના અભ્યાસ પરત્વે હંમેશાં એક ખેંચાણ રહ્યું છે. સામયિકો આપણી સાહિત્યિક આબોહવાને નરવી ગરવી રાખવા મથામણ કરતા હોય છે. આવા સામયિકો ઇતિહાસને ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એ અજાણ્યું નથી. અહીં ‘મનીષા’, ‘ગદ્યપર્વ’ અને ‘ખેવના’ સામયિકની સૂચિ વિદ્યાપ્રીતિથી પ્રેરાઈને કરી છે. એમાં આ સામયિકો વચ્ચે ભમવાના આનંદ સિવાયનો કોઈ હેતુ નથી એમ સમજવા વિનંતી. કોઈ કહે કે આ સામયિકો જ કેમ છે ? અન્ય સામયિકોનું સ્મરણ કરીને કહે કે આ સામયિકો વિશે કેમ વિચારતા નથી ? – એ વિશે પણ વિચારીશું. હજૂ તો ઘણું જીવવાનું છે ને થઈ શકે એટલું કામ કરવાનું છે. આપણી વચ્ચે હવે સામયિક અભ્યાસો વધતા ચાલ્યા છે એનો આનંદ છે તે છતાં આ સૂચિ વેળા જે અનુભવ થયો એ કહું તો ‘મનીષા', ‘ગદ્યપર્વ’ અને ‘ખેવના’ની સળંગ ફાઇલો આપણા કહેવાતા ગ્રંથાલયોમાં ક્યાંયે નથી. એ મેળવવા માટે જે વિદ્વાન મિત્રોનો સંપર્ક કર્યો તેમાં જયદેવ શુક્લ, રાજેન્દ્ર પટેલ, ગિરીશ મકવાણા અને અજય રાવલે મહેનત લઈ કેટલાંક ખૂટતા અંકો મને શોધી આપ્યા. લાયબ્રેરીમાં બેસી અંકોની સામગ્રી અંગે ચિંતા સેવી એ માટે આ દોસ્તોની વિદ્યાપ્રીતિને વંદન કરું છું. અને તે છતાં ‘ખેવના’ના અંક ૪,૯ અને ૧૦ મળી શક્યાં નથી. એથી એ અંકોની સૂચિ અહીં નથી. એ માટે ક્ષમસ્વ. આ પુસ્તકમાં કોઈ વિગતો ચૂકાઈ ગઈ હોય, ક્ષતિ રહી જવા પામી હોય તો એ અંગે ધ્યાન દોરશો તો આભારી થઈશ. ‘મનીષા’ની સૂચિ આ અગાઉ અંકવાર અને વિગતલક્ષી કરી હતી. એમાં એકએક રચના અને લેખોની વિગતો સંક્ષેપમાં મૂકી હતી પરંતુ મિત્રોને એ અયોગ્ય જણાઈ એથી એ રદ કરીને સમગ્ર સૂચિ ફરી કરી છે. ‘મનીષા’ માટે સ્વાભાવિક રીતે જ મુ.સ્વ.જયંત પારેખને અને રસિક શાહને અદકેરો લગાવ હતો. જયંતભાઈએ તો વારંવાર આ સૂચિ વિશે વિસ્તારથી પત્રો દ્વારા તેમ રૂબરૂમાં ચર્ચા કરી હતી. આ ચર્ચા વેળાએ સુરેશભાઈને જ જાણે સાંભળી રહ્યો છું એવો અનુભવ થતો હતો. એમને ‘મનીષા’ની વિગતલક્ષી સૂચિ પહોંચાડી ત્યારે તેઓ ખૂબ ખુશ થયા હતા. એ મારા જીવનનો એક મોટો પુરસ્કાર ગણું છું. આદ. રાજેન્દ્ર નાણાવટી પાસે ‘મનીષા’ની ફાઇલ સચવાયેલી હતી. એ મળ્યાનો આનંદ કેટલો હોય ? પોતાના અંગત ગ્રંથાલયમાં સીડી પર ચઢીને એમણે મને ‘મનીષા’ના આ અંકો મેળવી આપ્યા હતા. જાણે ‘મનીષા’નું કામ યજ્ઞનો ભાગ હોય એવો એના ચહેરા પર ભાવ હતો. રાજેન્દ્રભાઈને પણ આ વેળાએ સ્મરું છું. આ સૂચિનું પુસ્તક કરવા પાછળનું એક પ્રયોજન વિદ્યાર્થી મિત્રોમાં પ્રેરકતા આણવાનો છે. આપણે શું કેવળ પદવી માટે કે અભ્યાસના રૂઢ માળખામાં જ સામયિકોના અભ્યાસ કરીશું ? આપણો કોઈ લગાવ, કોઈ પ્રેમ એની પાછળ હોય તો એ કામ ઊગી નીકળે. કેટલીક વાતો આ સૂચિના માળખા વિશે. અહીં જે ત્રણ સામયિકોની સૂચિ આપની સામે છે એ ત્રણેય સૂચિની ભાત અલગ પ્રવર્તે છે. ‘મનીષા’ આધુનિક ગાળાનું સામયિક હતું પણ એ લાંબુ ચાલી ન શક્યું. ‘ક્ષિતિજ’ના આરંભ માટેની એ એક છલાંગ હતી. ટૂંકા ગાળાને લીધે એની સ્વરૂપવાર સૂચિ કરી છે. ‘મનીષા’ના સર્જન અને વિવેચન વિભાગોમાંથી જોઈતી વિગતો તરત જ હાથવગી થઈ શકે એવો આશય છે. ‘ગદ્યપર્વ’માં મુખ્યત્વે ગદ્યસર્જનને, એના જુદાજુદા સ્વરૂપોને પ્રગટ કરવાનો ઉત્સાહ વરતાય છે એથી એક જ સર્જકની જે-તે સ્વરૂપમાં પ્રકાશિત થયેલી એકથી વધુ કૃતિઓ અહીં મળે છે. સર્જનાત્મક સ્વરૂપને ધ્યાનમાં રાખી વિભાગવાર દરેક સર્જકની કૃતિઓને અકારાદિ ક્રમે મૂકી છે. વાર્તાઓ કે નિબંધોને અકારાદિ ક્રમે મૂક્યા હોત તો સૂચિ વાયવી અને પથરાટવાળી બની જાત પરિણામે એ સહાયક બનતા અટકી હોત. ‘ખેવના’ની સૂચિમાં પણ અકારાદિ ક્રમે સર્જનાત્મક સ્વરૂપવાર સૂચિ છે. પરંતુ વિવેચનમાં એ ભાતને સ્વાભાવિક રીતે જ બદલી છે. ત્યાં કૃતિને આગળ કરી છે ને આમ, બને એટલા સહાયક બનવાનો પ્રયત્ન કર્યો છે. અંતે મૂકવામાં આવેલી સર્જક અને ગ્રંથ સૂચિ પણ સંદર્ભ શોધવામાં મદદરૂપ થશે. વિદ્યાર્થીઓ-જિજ્ઞાસુઓને આમાંથી બે વાત જડે તો આનંદભયો ! આ પુસ્તકને ભારતીય ભાષાસંસ્થાન-મૈસૂરની પ્રકાશન ગ્રાંટ પ્રાપ્ત થઈ છે એ માટે આપણી ભાષાનાં તજજ્ઞોનો તેમ આ સંસ્થાના અધિકારીઓનો આભારી છું. દર્શના, યશ પુસ્તક કરતી વેળા એટલા આનંદથી જોડાય છે કે ઘરમાં એ એક ઉત્સવ બની રહે છે. એ બંનેના અનર્ગળ પ્રેમથી જ આ પ્રવૃત્તિનો આનંદ બેવડાય છે. ‘સંવાદ પ્રકાશને’ આ પુસ્તકના સુઘડ મુદ્રણ અને લેઆઉટમાં અપાર પરિશ્રમ કરી મને ચિંતામુક્ત રાખ્યો છે. એનો તે શો આભાર માનું ? આશા છે કે આપ સૌને આ સૂચિ ઉપયોગી જણાશે.
કિશોર વ્યાસ
મનીષા
વાણીમાં ખાસ તો વિવેચનલેખોમાં આધુનિકતાનો આછો અણસાર વરતાતો હતો : મનીષામાં એનો વિશેષ વિકસિત આવિષ્કાર થવા માંડ્યો હતો: ને ક્ષિતિજમાં એનું પ્રબળ પ્રભાવશાળી સ્વરૂપ પ્રગટ્યું હતું. મનીષામાં ૧૯૫૫-૫૬થી સુરેશભાઈની નવલિકા, નવલિકાના અનુવાદ, માનસવિહાર (જનાન્તિકેનું પૂર્વરૂપ), ગ્રન્થપરિચય (વિવેચનની આસ્વાદભરી બાની, પશ્ચિમની કૃતિઓનો આહ્લાદજનક પરિચય), સંજ્ઞા વિચાર વગેરેમાં આધુનિક મિજાજનો વિકસિત આવિષ્કાર પ્રતીત થાય છે. વળી, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર વગેરે દ્વારા સાહિત્ય તેમજ અન્ય વિદ્યાશાખાઓના સંબંધની ભૂમિકા સચવાય છે. એક જ હકીકત અધૂર૫ની લાગણી જન્માવે છે. કવિતામાં આધુનિકતા હજી પ્રગટવી બાકી છે એ તો સુરેશભાઈ ૧૯૫૮ પછી વિશ્વમાનવમાં કવિતાના આસ્વાદ કરાવે, કેટલાક યુરોપના કવિઓના કાવ્યોના અનુવાદ કરે, ગુલામમોહમ્મદ શેખનાં ગદ્યકાવ્યો ક્ષિતિજમાં પ્રગટ થાય ત્યાં સુધી રાહ જોવી પડી છે. ઉમાશંકરે મનીષાને લાજવાબ કહ્યું. મનીષાના પ્રકાશનને આવકાર્યું પરંતુ ત્રૈમાસિકના બીજા અંકમાં આલ્બેર કામૂ વિશે જે લેખ સુરેશભાઈએ લખ્યો એને ક્લિષ્ટ કહી બેજવાબદાર વિધાન કર્યું. એ વિધાન આમ છે. ‘આપણા બૌદ્ધિકોએ એક વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. તે એ કે પરદેશના લેખકની ચોપડીની નકલ જે એમના હાથમાં છે તે એકલી જ હિંદમાં આયાત થઈ છે એવું નયે હોય. જે લેખક મનમાં વસી જાય – અથવા તો ખૂંચે - તેવું બને તેટલું બધું સાહિત્ય વાંચીને પછીથી જો એને વિશે લખવામાં આવે તો તે ઓછામાં ઓછું અસ્પષ્ટ હશે અને એમાંથી બિનજાણકાર તેમ જ જાણકાર તમામને કાંઈક સૂચન મળશે' એમાં વદતો વ્યાધાત નથી લાગતો ?
જયંત પારેખ - એક અંગત પત્રમાંથી
કેવળ બહુજન સમાજની અર્ધનિદ્રિત શ્રદ્ધાઓને પંપાળવાને બદલે જાગ્રત, તેજસ્વી કલાભાવનાને પુરસ્કાર કરવાનું વલણ સુરેશ જોષી સંપાદિત સામયિકોમાં પ્રાપ્ત થાય છે. સામયિકો એ સુરેશ જોષીનો પ્રાણ રહ્યાં છે. સામયિકો વિનાના સુરેશ જોષીની કલ્પના કરી શકાય નહીં. એ સામયિકોનાં શીર્ષકો પણ કેવાં વિચારોત્તેજક અને રોમાંચ જગાવનારાં ! ‘વાણી’, ‘ક્ષિતિજ', ‘ઊહાપોહ’, ‘એતદ્' જેવાં સામયિકોનું સ્મરણ કરતામાં જ ગુજરાતી અભ્યાસીઓનું મોં ભર્યુંભર્યું થઈ ઊઠે છે ! પરંતુ સુરેશ જોષીના સામયિકનો આરંભ કે અંત એવો ઊહાપોહ ભર્યો, ઉત્તેજિત કરી મૂકે એવો ક્યારેય રહ્યો નથી. સામયિકમાં પોતે જે સમજે છે એ વિચારવલણોને સ્પષ્ટતાપૂર્વક ચીંધવા, કેટલાક પાસાંઓ વિશે ચીવટપૂર્વક લખવું એ જ એમનું ધ્યેય રહ્યું. સામયિકને નિર્મમપણે બંધ કરવું અને થોડા જ વખતમાં ફરી નવું સામયિક લઈને હાજર થવું એ સુરેશ જોષીનો વિશેષ રહ્યો છે. ઉમાશંકર જોષીએ કોઈ સભામાં એ મતલબનું કહેલું કે : ‘સુરેશ હશે ત્યાં લગી ગુજરાતમાં ‘ક્ષિતિજ’ જેવું કોઈને કોઈ સાહિત્યિક સામયિક હશે જ.’ ‘મનીષા’નો આરંભ જૂન-૧૯૫૪માં થયેલો પણ એ અગાઉ ‘ફાલ્ગુની’ અને ‘વાણી’ નામના બે સામયિકોમાં એના સંચાલન, સંપાદન સાથે જોડાવાનું સુરેશ જોષીને બન્યું હતું. ‘વાણી’ના પ્રથમ અંકમાં જ સર્વપલ્લી રાધાકૃષ્ણન, જ્યોર્જ સાન્તાયના, બ્રેડલીના કળા વિશેના વિચારો પ્રકટ થયા છે. ‘કેટલીક સંજ્ઞાઓ' ને નામે આરંભાયેલી લેખમાળા તો આજે પણ અનિવાર્ય જણાય એ પ્રકારની છે. સંપાદકોએ(સુરેશ જોષી, મોહનભાઈ પટેલ અને ભવાનીશંકર વ્યાસ. વૈશાખ-જેઠ વિ.સં. ૨૦૦૪થી ભવાનીશંકર વ્યાસ સંપાદક તરીકે જોડાયા હતા.) નોંધ્યું છે : ‘આપણાં વિવેચનને ચોક્કસ પરિભાષાની સમજ આવશ્યક છે. વિવેચનમાં વપરાતી સંજ્ઞાઓનો શો સંકેત છે એનું અસંદિગ્ધ સ્પષ્ટીકરણ વિવેચનક્ષેત્રમાં પ્રવર્તતી અરાજક્તા ટાળવા જરૂરી છે.’ (અંક : ૧, ‘વાણી’) આ અવતરણથી સમજાશે કે વિવેચનના પાયાના પ્રશ્નો પરત્વેની સંપાદકોની કેવી જાગરુક દૃષ્ટિ હતી ! સાહિત્યસ્વરૂપોની ચર્ચાઓ, ડોલરરાય માંકડના ભાષાવિષયક અભ્યાસલેખો તેમજ કેટલીક સંજ્ઞાઓના સ્પષ્ટીકરણ વડે ‘વાણી’ને યાદ કરી શકાય. જો કે એ સમયે વિ.ક. વૈદ્યના પ્રતિષ્ઠિત સામયિક ‘માનસી’એ સંજ્ઞાઓની ચર્ચા માત્ર અછડતી કે ઉપરછલી છે એમ કહી દીધું ત્યારે સંપાદકોએ આક્રોશ ઠાલવ્યો છે. (અંક : ૧૨, ‘વાણી’) અને ગુજરાતના કોઈ વિવેચકોએ એવી ચર્ચા કરવાનો ઉમળકો બતાવ્યો નથી એનું આશ્ચર્ય પણ અનુભવ્યું છે. ‘મનીષા’ પ્રકાશિત થયું ત્યારે વિ.ક. વૈદ્ય ‘કૌમુદી’ના પ્રભાવને સરજવા ‘માનસી’માં નિષ્ફળ પ્રયાસ કરી રહ્યાં હતા. ‘સંસ્કૃતિ’, ‘મિલાપ’, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ‘ગુજરાતી નાટ્ય’ અને ‘બુદ્ધિપ્રકાશ' જેવા સામયિકોમાંના કેટલાંક રાજકારણના વમળમાં ઘેરાઈ જતાં સુરેશ જોષીના મતે એ તંત્રીઓ ‘ગેરહાજર તંત્રી' બની રહ્યાં હતા. તંત્રીની અવેજીમાં કામ કરનારા માણસોની રુચિ જુદી હોવાથી સામયિકોનું જે ધોરણ જોઈએ એનો સુરેશ જોષીએ અભાવ અનુભવેલો. ગુજરાત જેને માટે વીસપચીસ મિનિટથી વધુ સમય ફાળવી શકે એવા પ્રિય સામયિકોની સુરેશ જોષીને તીવ્ર ખેંચ વરતાતી હતી. (જુઓ : ‘આત્મનેપદી’ : સં. સુમન શાહ, પૃ. ૫૧-૨ પ્ર.આ. ૧૯૮૭) આ સામયિકો વચ્ચે ‘મનીષા’ના પ્રકાશનને તંત્રીઓએ સાહસ નહીં પણ દુઃસાહસ ઘટાવ્યું હતું. અર્થશાસ્ત્રની પરિભાષામાં એને માંગ વગરના ઉત્પાદન તરીકે લેખવામાં આવેલું. ‘મનીષા’ના કાર્યક્ષેત્રનો નિર્દેશ કરતા તંત્રીઓએ મૂળભૂત પ્રશ્નોની મીમાંસા પ્રત્યેની ઉદાસીનતા, આત્મસંશોધન અને નિર્મમ સત્વપરીક્ષણના અભાવની વાત તરફ ધ્યાન દોર્યું છે. અસ્પષ્ટ સંકેતોવાળી ને વિના પ્રયોજને અસ્તિત્વમાં આવતી પરિભાષા નાહકની ગૂંચ ઊભી કરનારી છે એમ નોંધીને વિવેચનની પાછળ સ્પષ્ટ સિદ્ધાંતસૂઝને અનિવાર્ય લેખી છે. આમ, ‘મનીષા’એ પરંપરાગ્રસ્ત થઈ રહેવાનો નકાર પ્રથમ અંકમાં જ આગળ ધર્યો. અખો, પ્રેમાનંદ, શામળ, દયારામને તેમજ ગોવર્ધનરામ, ન્હાનાલાલ, મુનશી, બ.ક.ઠા. તથા રમણલાલ દેસાઈની નવેસરથી તટસ્થ સમાલોચના થતી રહે એને ઇષ્ટ માન્યું. વિદ્યાપીઠોમાં સાહિત્યનું શિક્ષણ જે રીતે અપાઈ રહ્યું છે એમાં ધરમૂળના ફેરફારની આવશ્યકતા તંત્રીઓએ જોઈ છે. પાઠ્યપુસ્તક પરાયણ બની રહેતો વિદ્યાર્થી પરિશીલન કે વિવેચનમાં મૌલિક દૃષ્ટિને વિકસાવી શકતો નથી એટલે સાહિત્યનો વ્યાસંગ કેળવ્યા વિના જ વિદ્યાપીઠના બહાર નીકળ્યે જતાં આ ટોળાંઓ સામે પ્રથમ અંકમાં ઘેરી ચિંતા વ્યક્ત થઈ છે. સુરેશ જોષીનું વિદ્યા વિષયક ચિંતન-મનન ‘વિદ્યા-વિનાશને માર્ગે' સુધી લંબાતું આપણે જોઈએ છીએ પરંતુ એ ચિંતનના મૂળ અહીં શોધી શકાય. આદર્શ સાહિત્યશિક્ષણ કયા પ્રકારનું હોઈ શકે એ સંદર્ભમાં તંત્રીઓએ અહીં તુલના અભ્યાસ, પૂરક વ્યાખ્યાનમાળાઓ, રસમીમાંસા અને અલંકારશાસ્ત્રના દોહનો, પશ્ચિમની સાહિત્યમીમાંસાના પ્રમાણભૂત દોહનગ્રંથો તૈયાર કરી વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવાની વાતને તારસ્વરે દર્શાવી છે. ‘મનીષા’ના પ્રકાશનમાં પોતાને નિમિત્તરૂપ લેખતા તંત્રીઓએ માન્યું છે કે કોઈકને તો શરૂઆત કરવાની રહે જ છે પરંતુ ‘મનીષા’ અમુક વ્યક્તિઓનું કે અમુક જૂથનું બની રહે એ સ્થિતિને તેઓએ ઈષ્ટ લેખી નથી. તમામ સંનિષ્ઠ અભ્યાસીઓ ‘મનીષા’ને પોતાનું ગણી પોતાના સ્વાધ્યાયનો લાભ આપે એવો આગ્રહ જ સંકીર્ણતા કે વાડાબંધી સામે તોપ દાગીને મોકળાશ ભર્યું વાતાવરણ સરજવાની ખેવના પ્રગટ કરી રહે છે. ‘મનીષા’નું કાર્યક્ષેત્ર તંત્રીઓએ સાહિત્ય, કલા અને વિવેચન પૂરતું મર્યાદિત રાખ્યું નથી. અન્ય માનવવિદ્યાશાખાઓના મૂળભૂત તત્ત્વને સમજવાનો અને માનવવિદ્યાઓના આજ સુધીના વિકાસને રજૂ કરવાનો પ્રયત્ન તંત્રી રસિક શાહના અન્ય વિષયો પ્રત્યેની રસરુચિને કારણે અહીં કરવાનો જણાય છે. એના પરિણામ રૂપ જ એ સમયગાળાના સામયિકોમાં ‘મનીષા' નોખું છે. ‘મનીષા’નો પ્રથમ અંક સોળ પૃષ્ઠોનો હતો. ડબલ ક્રાઉન સાઇઝમાં પ્રકટ થતાં ‘મનીષા’ના ટાઇટલમાં કશી ઝાકઝમાળ ન હતી. તમામ લખાણો બે કોલમમાં પ્રકટ થયા છે અને ઝીણા ટાઇપમાં. એક એક જગાનો કરકસર ભર્યો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. આરંભે ‘મનીષા’નું વાર્ષિક લવાજમ દેશમાં રૂા. ત્રણ, પરદેશમાં છ શિલિંગ હતું અને છૂટક નકલ ચાર આનામાં મળતી. ભાષાશાસ્ત્ર જેવા વિશેષાંકની બે રૂપિયા જેવી વિશેષ કિંમત રહેતી. ત્રણ રૂપિયા જેવા વાર્ષિક લવાજમમાં સાતસો જેટલા ગ્રાહકો ‘મનીષા'ને પગભર કરી શકે એવી ટહેલનો ધાર્યો પ્રતિસાદ મળ્યો નથી. ૧૯૫૬માં ‘મનીષા’ની ખાધ હજારેક રૂપિયા સુધી પહોંચતા એની આયુદોરી તૂટી જવા આવેલી પણ શુભેચ્છકોના આગ્રહથી એને લંબાવવામાં આવી. એ પછી વાર્ષિક લવાજમ પણ ત્રણ રૂપિયામાંથી પાંચ રૂપિયા સુધી લઈ જવાની વ્યવહારુ નીતિ અપનાવવાની ફરજ પડી હતી. ‘મનીષા'ના પ્રથમ અંકનું સ્વરૂપ કેવુંક બંધાયું હતું? અહીં સુન્દરમ્ અને પ્રજારામ રાવળનાં કાવ્યો, ઇવાન બુનિન અને સહાદત હસન મન્ટોની ટૂંકી વાર્તાઓ છે પરંતુ આ અંકનો જો કોઈ વિશેષ હોય તો અભ્યાસલેખો છે. ‘કાવ્યમાં અર્થબોધ’ નામનો સુરેશ જોષીનો લેખ કાવ્યસર્જનપ્રક્રિયા અને કાવ્યમાં રહેલા અર્થની સંદિગ્ધતાનો વિચાર કરે છે. કાવ્યની કસોટી શેના આધારે થવી જોઈએ ? કાવ્યનો આનંદ માણવાની પૂર્વ શરતો વિશે લેખકે અહીં માર્મિક ચર્ચાઓ મૂકી છે. ‘કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ’ (રામપ્રસાદ બક્ષી), વિજ્ઞાનનો આત્મા (રસિક શાહ) જેવા લેખો તેમજ કામવિજ્ઞાનના સંદર્ભ તરીકે ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કરી શકે એવા બે ગ્રંથોની વિશિષ્ટતા દર્શાવતી સમીક્ષા આ અંકનું ધ્યાનાર્હ પાસું છે. જુદાજુદા દૃષ્ટિબિંદુનો પરિચય કરાવવા એક સાથે એક પુસ્તકના બે વિવેચનો એકીસાથે પ્રગટ કરીને વિવેચનવ્યાપારની પ્રક્રિયા સમજવી એ પણ ‘મનીષા’નો અભિલાષ રહ્યો છે. એ ધ્યેયનું મૂર્તિમંત રૂપ ચુનીલાલ મડિયાના વાર્તાસંગ્રહ ‘રૂપ-અરૂપ’ની પ્રથમ અંકમાં જ મળેલી બે સમીક્ષાઓ છે. જેમાંની એક સમીક્ષા ચન્દ્રકાન્ત મહેતાએ અને બીજી કરસનદાસ માણેકના હાથે થઈ છે. ચન્દ્રકાન્ત મહેતાએ ‘રૂપ-અરૂપ’ શીર્ષકથી માંડીને વાર્તાના અસંભવિત બનાવો, વાર્તાના સંવાદોની ઝાટકણી કાઢી છે પણ લેખકની વાત જમાવવાની શક્તિ, શબ્દચિત્રો અને કથનશૈલીનો પુરસ્કાર કર્યો છે જ્યારે કરસનદાસ માણેક મડિયાની વાર્તાઓમાં ભરપૂર એવા અકસ્માતોથી અકળાયા છે. વસ્તુસામગ્રીના ઘટાટોપની તેમ વાતુલશૈલીની એ આકરી ટીકા કરે છે પણ મડિયાની ફોટોગ્રાફીને વખાણે છે. મડિયામાં ઘણું છે પણ ઘણું નથી એમ કહેતા વિવેચક મડિયાના સંગ્રહને ચન્દ્રકાન્ત મહેતાની જેમ નિરાશાજનક કહેવાને બદલે સુષુપ્તિના સંગ્રહ તરીકે ઘટાવે છે. આ સમીક્ષાઓ વડે ‘મનીષા'એ જે વાતાવરણ રચવાનો આદર્શ રાખેલો એની ઝાંખી મળે છે. પરંતુ આવા પ્રયત્નો એ પછીના અંકમાં ઝાઝા થયા નથી. આવા ગંભીર પુરુષાર્થનો પડઘો પાડવા જેટલું આપણું સાહિત્યવર્તુળ સજ્જ ન હતું એમ લાગે છે. પ્રથમ અંકની આ સામગ્રી જોતાં આ જ અંકમાં તંત્રીઓએ ‘મનીષા’ને જ્ઞાનસત્ર રૂપે લેખવાની જે વાત કહી છે એ યથાર્થ જણાય છે. ‘મનીષા’ના પ્રકાશનને આવકારતા ઉમાશંકરે ‘મનીષા’ને લાજવાબ કહ્યું હતું. ‘જન્મભૂમિ’ના ‘ક્લમ અને કિતાબ’ વિભાગના અવલોકનકારે, ‘નાગરિક’ અને ‘જીવનપ્રકાશ’ના અવલોકનકારે પણ આ જ લાગણીનો પડઘો પાડ્યો હતો. ‘મનીષા’માં એ સમયગાળાની કાવ્યપ્રવૃત્તિનું ચિત્ર બહુ આછું અંકે થયું છે. જેમાં ઉશનસ્, જયંત પાઠક, કરસનદાસ માણેક, વેણીભાઈ પુરોહિત, હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', પ્રજારામ, દેવજી મોઢા જેવા નામો નજરે ચઢે છે. શ્રી અરવિંદના કાવ્યોનો સુંદરમે કરેલા અનુવાદો, હિંદી કવિતાઓ તેમજ સુરેશ જોષીએ કરેલા રવીન્દ્રનાથના કાવ્યાનુવાદો કાવ્યવિભાગને કંઈક સંતર્પક બનાવે છે. સુરેશ જોષીના નામે તેમ હવે તો ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહમાં સ્થાન પામેલા કેટલાંક સાહસિક કાવ્યો જેકિસન કિનારીવાલાને નામે લખાયેલા. જે ‘મનીષા’માં પ્રકાશિત થયા છે. મોટાભાગે તો મુખપૃષ્ઠ પર કાવ્યરચનાઓ પ્રકટ કરવાનું ને વધુ તો છાંદસ રચનાઓનું, ગીતોનું પ્રભુત્વ અહીં દેખાશે. બાલમુકુંદ દવેની ‘તીર્થોત્તમ’ જેવી પ્રસિદ્ધ રચના ‘મનીષા‘ ના મુખપૃષ્ઠ પર પ્રકાશિત થયેલી છે. વાર્તાના અનુવાદો અહીં મોટા પ્રમાણમાં દેખા દે છે. કૃતિ અમુક ધોરણની ન હોય તો ન છાપવી અને એને બદલે પરદેશની કૃતિ દ્વારા સાહિત્યસંપર્ક કરવો એવો મત તો પ્રથમ અંકમાં જ તંત્રીઓએ પ્રકટ કરેલો છે. પ્રથમ અંકમાં ઇવાન બુનિન અને મન્ટોની વાર્તાના પ્રકાશન પછી બીજા અંકમાં દઝાઇ ઓસામુની વાર્તા છે. સમરસેટ મોમ, ગ્રેહામ ગ્રીન, હેયવુડ બ્રાઉન જેવા અનેક સર્જકોની વાર્તાઓ અહીં રજૂ થઈ છે પરંતુ સૌથી વધુ ધ્યાન ખેંચનારી બાબત તો એ છે કે આ તમામ વાર્તાઓના અનુવાદનો પુરુષાર્થ તો સુરેશ જોષીએ કર્યો છે. હંસરાજ શાહ જેવા અન્ય અનુવાદકોના નામ અહીં નજરે ચઢે છે ખરાં પણ પ્રત્યેક અંકમાં સુરેશ જોષી દ્વારા થતી આ અનુવાદની પ્રક્રિયા આપણું સમગ્ર ધ્યાન એ તરફ વાળી લે છે. વિશ્વસાહિત્યના આંગણામાં ભાવકને લાવી મૂકવો અને વાર્તા તત્ત્વ-સત્ત્વની રુચિ ઊભી કરવાનો આ પરિશ્રમ ખરે જ નોંધપાત્ર છે. ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’ અને ‘એતદ્’ સુધી સતત ચાલતી રહેલી આ અનુવાદપ્રવૃત્તિથી સુરેશ જોષીને ‘અનુવાદિયા’ની ટીકા પણ સાંભળવાની આવી છે ને તે છતાં ગુજરાતી સાહિત્યમાં અનુવાદની એક કાર્યશાળા સમા બની રહેનારા સુરેશ જોષીના આ પ્રયત્નને આપણે અવગણી શકતા નથી એ હકીકત છે. ‘સેતુ' જેવા કેવળ અનુવાદના સ્વતંત્ર સામયિકના આરંભ પાછળ (સં. ગણેશ દેવી) સુરેશ જોષીની અનુવાદ પ્રવૃત્તિનો પ્રભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાય. બીજા વર્ષથી ‘મનીષા’ના પૃષ્ઠો પર સુરેશ જોષીનું મૌલિક નવલિકાલેખન આરંભાય છે. ‘નળ-દમયંતી' (અંક ૧૩-૧૪), ‘વારતા કહોને ! (અંકઃ ૧૯), ‘વાતાયન’ (અંક : ૨૭), રમણીક દલાલને નામે લખાયેલી ‘ગૃહપ્રવેશ’ (અંક : ૨૦) જેવી વાર્તાઓ અહીં પ્રકટ થઈ છે. ‘ગૃહપ્રવેશ'ની રામપ્રસાદ બક્ષીની લાંબી સમીક્ષા પણ ‘મનીષા’માં પણ પ્રકટ થયેલી જણાશે. જેમાં સર્જકની રચના-સંપત્તિ વિષયક નોંધો છે. ‘મનીષા'માં જ ‘રાજહંસ'ને નામે ચાલેલો ‘માનસવિહાર’ સુરેશ જોષીને ‘જનાન્તિકે' જેવા નિબંધો રચવા તરફ લઈ જવામાં મદદરૂપ થયો છે. સર્જક તરીકે જુદાજુદા સ્વરૂપો પરત્વે સુરેશ જોષીનો અભિગમ કયા પ્રકારનો પ્રવર્તતો હતો એનો આલેખ ‘મનીષા’માં સુપેરે મળી રહે એમ છે. અગાઉ નોંધ્યા મુજબ સર્જનાત્મક લેખનની તુલનાએ અભ્યાસ લેખોની સમૃદ્ધિ ‘મનીષા’નું મહત્ત્વનું ઘટક બની રહે છે. કેવળ સાહિત્યિક લેખોને બદલે વિકસતાં જતાં અન્ય ક્ષેત્રો વિશે વિચારતા થઈને દૃષ્ટિને વ્યાપકતા આપવી એ ‘મનીષા‘નું ધ્યેય રહ્યું હતું. પરિણામે પહેલા જ અંકમાં રસિક શાહે ‘વિજ્ઞાનનો આત્મા’ નામક લેખમાં વિજ્ઞાનના હાર્દને સમજી એની અનેક શાખા પ્રશાખાના મૂળભૂત તત્ત્વોને વિચારવાનું આહ્વાન આપ્યું છે. ફિલસૂફીના પ્રશ્નોને અજ્ઞાનમૂલક પૂર્વગ્રહોથી મુક્ત કરી કઈ નવી રીતે ચર્ચી શકાય તેની ભૂમિકા આ લેખમાં જોઈ શકાય. ડૉ. આઇ.પી. દેસાઈ અને વાય.બી. દામલેના સમાજશાસ્ત્રીય લેખોના અનુવાદો, ‘ભાષા અને રાષ્ટ્ર’ (બુદ્ધદેવ બસુ), ‘લેખન વ્યવસાયના વીસ વર્ષ’ (વિલિયમ સારોયાન) વડનગર : પૌરાણિક અને પુરાતત્વની દૃષ્ટિએ (રમણલાલ મહેતા) જેવા લેખોના વિષયો વિવિધ દિશાના રહ્યાં છે. હરિવલ્લભ ભાયાણીએ ‘ભણેલાની ભૂલ' નામના લેખમાં ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓના ઉત્તરપત્રોમાંથી વીણેલી ભાષા વિષયક ભૂલોના સ્વરૂપને લગતી જે નોંધ આપી છે એ રસપ્રદ છે. આવી ભૂલો દૂર કઈ રીતે થઈ શકે એનું નિદાન લેખકે અહીં કર્યું છે. ભાષાપરિવર્તનોની દૃષ્ટિએ પણ આ મહત્ત્વનો લેખ છે. સાહિત્યકૃતિઓની સમીક્ષાઓ ઉપરાંત સમાજજીવનમાં મહત્ત્વનો ભાગ ભજવતી કૃતિઓ પર પણ નજર ઠેરવવાનું તંત્રીઓએ જરૂરી સમજ્યું છે. ‘નીતિનાશને માર્ગે’ (ગાંધીજી), ‘આક્રમક વૃત્તિ અને એનું સ્વરૂપ' (લુડીઆ જેકસન), ‘સ્ત્રી-પુરુષ મર્યાદા’ (કિશોરલાલ મશરુવાળા) જેવા પુસ્તકોની સમીક્ષા આ દિશાની સૂચક છે. ‘મનીષા’માં ભાષાશાસ્ત્ર સંબંધી નારાયણ ગોવિંદ કાલેલકરની લેખમાળા ધ્વનિવિચારનો ઇતિહાસ' ઘણી નોંધપાત્ર છે. રામપ્રસાદ બક્ષી, ભોગીલાલ સાંડેસરા અને ડોલ૨રાય માંકડ જેવા સંશોધકોનો લાભ ‘મનીષા’ને પ્રથમથી જ પ્રાપ્ત થયો હતો. એ કારણે આ વિદ્વાનોના કળામીમાંસાને લગતા, સાહિત્ય સ્વરૂપોની વિશદ્ ચર્ચા મૂકી આપતા લેખો ‘મનીષા'ના મહત્ત્વના અંગો તરીકે ઊપસે છે. ભોગીલાલ સાંડેસરાનો ‘સંશોધનના પ્રશ્નો’ જેવો લેખ સંશોધન બરના કેટલાક વિષયોનું માર્ગદર્શન આપનાર બની રહે છે. ‘મરાઠી સાહિત્ય' (મં.વિ.રાજાધ્યક્ષ) ‘શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન' (ચન્દ્રકાન્ત શુક્લ) ‘અભિનવ પ્રશિષ્ટ કવિતા' (વ્રજરાય દેસાઈ) અદ્યતન બંગાળી કવિતાના વલણો. ‘અર્વાચીન બંગાળી કવિતા' (જીવનાનંદ દાસ) જેવા લેખો સમગ્રતયા સાહિત્યના વલણોને અને પ્રવાહોને તપાસે છે. વિષ્ણુપદ ભટ્ટાચાર્યની ‘સાહિત્ય અને રસતત્ત્વ’ નામની બંગાળી લેખમાળાનો સુરેશ જોષીએ આપેલો અનુવાદ, સુરેશ જોષીના ‘કાવ્યમાં અર્થબોધ', ‘કેથાર્સિસ-વિમોચન', બટુભાઈના નાટકોની સમીક્ષા તેમજ ‘વિદ્યાર્થી’ ઉપનામે લખેલો બહુચર્ચિત લેખ ‘નવલકથાનો નાભિશ્વાસ', ‘મનીષા'માં પ્રકાશિત થયા છે. આ લેખની સામે પીતાંબર પટેલે ‘સંસ્કૃતિ'માં કરેલી ચર્ચાના અનુસંધાને પ્રતિચર્ચા કરતો હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’નો લેખ પ્રાપ્ત થયો છે. લેખક અહીં સ્પષ્ટ કહે છે કે આપણી સમીક્ષાદૃષ્ટિ સંખ્યા પર નહીં પણ સત્ત્વ પર અહોનિશ મંડાયેલી રહેવી જોઈએ. સો નવલકથાઓનું પ્રકટવું એ ચમત્કાર નથી. એક ઉત્તમ નવલકથાનું પ્રકટવું એ જ ચમત્કાર છે. પીતાંબર પટેલે નવલકથાના વિષયવૈવિધ્ય અને એમાં પ્રગટ થતાં જીવનમાંગલ્યની કરેલી ચર્ચા સામે લેખકે આક્રોશ વ્યક્ત કરીને ‘વિદ્યાર્થી’ના લેખને પુરસ્કાર્યો છે. સાહિત્યના અધ્યયનની માર્મિક તપાસ કરનારો લેખ ‘વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ’ પણ ‘મનીષા’ના પાને જોવા મળે છે. આમ કવિ, વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક લેખે સુરેશ જોષીની સમગ્ર શક્તિનો હિસાબ ‘મનીષા'માં મળે છે. ‘મનીષા’માં પ્રકાશિત થયેલા સર્જકચરિત્રો, ઉત્તમ પુસ્તકોનાં આસ્વાદલક્ષી સ્વાધ્યાયો, સમકાલીન પુસ્તકોની સમીક્ષાઓ અને પાશ્ચાત્ય તેમ ભારતીય સર્જકોના ટૂંકા ગદ્યલખાણો ‘મનીષા’ના વૈવિધ્યમાં રંગ પૂરે છે. ‘મનીષા’નો પ્રથમ અંક જૂન-૧૯૫૪માં પ્રકાશિત થયો એ પછી ‘મનીષા’ના સળંગ અઠ્ઠયાવીસ અંકો સપ્ટેમ્બર ૧૯૫૬ સુધી પ્રકાશિત થયા છે. એ પછી ‘મનીપા’નું પ્રકાશન સંજોગોવશાત્ બંધ રહ્યું. ફેબ્રુ-૧૯૫૭માં ત્રૈમાસિક સ્વરૂપે કોઈ અંકક્રમાંક દર્શાવ્યા વિના જ તે પ્રસિદ્ધ થયું છે. ૧૯૫૭માં એ પછી કોઈપણ અંક પ્રકાશિત થયો નથી. તે સીધો જ ૧૯૫૮ના જાન્યુઆરીમાં ઉષા જોષીના સંપાદકપદે પ્રકાશિત થયો છે. એના સહાયક મંડળમાં સુરેશ જોષી, રસિક શાહ ઉપરાંત ભોગીલાલ ગાંધી ઉમેરાયા. પરામર્શકો તરીકે ડોલરરાય માંકડ અને રામપ્રસાદ બક્ષી રહ્યાં. એની સઘળી વ્યવસ્થા વડોદરા ખાતેથી થવા લાગી. સોળ પાનામાં સમાઈ જતો ‘મનીષા'નો અંક અહીં દોઢસોથી વધુ પૃષ્ઠોનું વાચન આપતો થયો પરંતુ જાન્યુઆરી પછી છેક ઑગસ્ટમાં અને ત્યારબાદનો અંક છેક ૧૯૫૯ના ઑક્ટોબરમાં પ્રકાશિત થયો. ત્રૈમાસિનો ત્રીજો અંક પ્રકટ કર્યો ત્યારે એને બંધ કરવાની ઇચ્છા નહીં હોય એથી એની નોંધ કે જાહેરાત સંપાદકે કરી નથી. એમ જ કશી પૂર્વ જાહેરાત વિના ‘મનીષા'નું પ્રકાશન સમેટી લેવામાં આવ્યું. પરંતુ આટલા ટૂંકા સમયમાં ‘મનીષા’એ બે વિશેષાંકો આપ્યા છે. ૧૯૫૫ના મે મહિનામાં સુરેશ જોષી ભાષાશાસ્ત્રના અભ્યાસાર્થે પૂનાની ડેક્કન કૉલેજમાં ગયા હતા તે દરમ્યાન દેશવિદેશના ભાષાશાસ્ત્રીઓનો સંપર્ક કરવાની એમને તક સાંપડેલી. એ વિદ્વાનોની ઉપસ્થિતિનો લાભ લઈને ભાષાશાસ્ત્રનો વિશેષાંક કરવાની યોજના સુરેશ જોષીના મનમાં રમતી થયેલી. ડૉ. પ્રબોધ પંડિતે આ વિશેષાંકનું સંપાદન કરવાની જવાબદારી સ્વીકારતા આ વિશેષાંકની અધિકૃતતા સ્પષ્ટ છે. વિદેશી વિજ્ઞાન અભ્યાસીઓના ભાષાવિષયક લખાણોના અનુવાદો તૈયાર કરવા તેમ જ આપણાં ભાષાઅભ્યાસીઓને પ્રેરવાનો પુરૂષાર્થ આ વિશેષાંકમાં પામી શકાય એમ છે. (અંક : ૧૭-૧૮, ઑક્ટો.,-નવે., ૧૯૫૫) ધ્વનિવિચારને લગતા વિવિધ પુસ્તકોની સમીક્ષા કરતા જઈ છેલ્લા પાંચ વર્ષની (૧૯૫૧થી ૫૫) આ વિષયની મહત્ત્વની કૃતિઓનો બાવીસ જેટલા પૃષ્ઠોમાં એમ.એ. મહેન્દળેએ જે પરિચય આપ્યો છે એ જ દર્શાવે છે કે આ દિશાના જ્યારે ધ્યાનાર્હ પ્રયત્નો ઝાઝાં થયા નથી ત્યારે સંપાદકોની દૃષ્ટિ જુદા જુદા વિષયો પરત્વે કેવી નિયમિતપણે થતી રહી છે. એ જ દિશામાં રામપ્રસાદ બક્ષીએ આપેલાં ત્રણ વ્યાખ્યાનો એકત્રિત કરીને ‘મનીષા’ એ ‘નાટ્યરસ’ વિશેષાંક પ્રસિદ્ધ કરેલો. (ઑક્ટો., ૧૯૫૯) ગુજરાતી ભાષામાં છૂટી છવાઈ ચાલેલી રસવિષયક ચર્ચાઓની નોંધ લઈને તંત્રીએ રસ સંબંધી એકસૂત્રી વિચારણા રજૂ કરતા અભ્યાસની ખોટ આ અંક દ્વારા પૂરી કરી છે. રસવિષયક વિચારણા કરતા ૧૪ પ્રકરણોમાં રસની પરિભાષાથી માંડીને રસનિષ્પત્તિ વિશે મીમાંસકોના વિચારવલણોની સાધક બાધક ચર્ચા દ્વારા રસમીમાંસાનો સંદર્ભ રચી આપ્યો છે. આ બંને વિશેષાંકો, ખરા અર્થમાં વિશેષાંકો બની રહ્યાં છે. પ્રથમ વર્ષના અંતે જ ‘મનીષા’ને સ્વીકારવું પડ્યું કે સર્જકોનો તેમજ સાહિત્યના અભ્યાસીઓનો જોઈએ એટલો સહકાર પ્રાપ્ત થયો નથી. Teen ager વર્ગની વિવેચનપ્રવૃત્તિને ખતરનાક અનિષ્ટ તરીકે બતાવનારા સુપ્રતિષ્ઠિતો ક્રિયાશીલ ન હોવાથી એ નવલોહિયા પર જ આધાર રાખવો પડે એવી ઇષ્ટાપત્તિની નોંધ તંત્રીઓએ લીધી છે. સર્જકો કે પ્રકાશકો તરફથી વિવેચનને માટે અપ્રાપ્ય રહેતી કૃતિઓ, કૃતિને ન્યાય આપી શકે એવા અધિકારી વિવેચકની ઊણપ ‘મનીષા’ને વરતાઈ છે. તંત્રીઓએ આથી કહેવું પડે છે કે : નિર્ભીક, તટસ્થ વિવેચન માટેની આબોહવા આપણે ત્યાં છે નહીં એની દુઃખદ પ્રતીતિ અમને થઈ છે.’ આ હતોત્સાહી નિવેદન પણ આપણી સાહિત્યિક આબોહવાનું નિર્ભીક-તટસ્થ મૂલ્યાંકન છે. સાહિત્યના શ્રેયને લક્ષમાં લઈને આબોહવા રચવાનો જે પ્રયત્ન થવો જોઈએ એ જ્યારે થતો નથી ત્યારે એને સૌથી મોટા અનિષ્ટ તરીકે લેખતા તંત્રીઓની સાહિત્યખેવનાનો અંદાજ અહીં સહેજે પામી શકાય એમ છે. નવા વર્ષના પ્રથમ અંકમાં ગતવર્ષની સિદ્ધિ મર્યાદાઓનું આકલન કરવું એ ‘મનીષા’ની રીતિ રહી છે. બીજા વર્ષના સરવૈયામાં પણ તંત્રીઓનો સૂર વિશેષ બદલાયેલો જણાતો નથી. તેઓએ નોંધ્યું છે : ‘વિવેચનમાં ખાસ કોઈને રસ નથી.' આ જ અંકમાં છેલ્લી પચ્ચીસીની કવિતાની આલોચના કરતો એક વિશેષાંક, પશ્ચિમમાં વિવેચનના ક્ષેત્રે જે નવા પ્રયત્નો થયાં હોય તેવા પ્રતિનિધિરૂપ વિવેચનના અર્પણનો આલોચનાત્મક પરિચય રજૂ કરતો એક વિશેષાંક, સાહિત્યના કોઈ એક સ્વરૂપની શક્ય એટલી દિશાથી મીમાંસા કરતો એક વિશેષાંક અને સમાજશાસ્ત્ર, ફિલસૂફી કે એવા કોઈ સાહિત્યેતર વિષયોની ચર્ચા કરતા ચારેક વિશેષાંકો આપવાની મનીષા’એ જાહેરાત કરી છે. ‘મનીષા’નું એ સ્વપ્ન પૂર્ણ તો થયું નથી એ દુઃખદ જરૂર છે પણ એ સમયગાળાના ને એ પછી આગળ આવેલા સામયિકોએ આ જાહેરાતમાંથી એવી કોઈ પ્રેરણા લીધી નથી એ એથી યે વધુ દુ:ખદ છે. બત્રીસ જેટલા અંકોની ‘મનીષા'ની મજલ બહુ લાંબી ન ગણાય. સુરેશ જોષી, રસિક શાહે કલ્પેલું સાહિત્યિક સામયિકનું સ્વરૂપ હજુ બંધાતું જતું હતું. સામયિકમાં સાહિત્યની સાથોસાથ માનવવિદ્યાઓના અપાર વિષયો તરફ દૃષ્ટિ લંબાવવાનો ઝાઝો વખત થયો ન હતો. પણ આ સામયિકે ‘વાણી’ને મુકાબલે સુરેશ જોષીને તેમ અનેક અભ્યાસીઓને ઘડવામાં મોટો ભાગ ભજવ્યો છે. ‘વાણી’ના ‘રવીન્દ્ર વિશેષાંક’ની તુલનાએ સુરેશ જોષી અહીં જુદાં જુદાં નામે પણ સતત વ્યક્ત થયા છે. સાહિત્યિક પત્રકાર તરીકે તો ખરાં જ, પણ સર્જક સુરેશ જોષીની તાલીમશાળા ‘મનીષા' બને છે જેનું સીધું જ પરિણામ ‘ક્ષિતિજ'માં જોઈ શકાય છે. ‘ક્ષિતિજ’માં જે રીતે આધુનિક સર્જનાત્મક પરિમાણો ઉપસ્યાં છે, લલિતકલાઓ વિષયક જે વ્યાપક વિચારણા થઈ છે એવું પરિમાણ ‘મનીપા'માં ઉપસતું નથી એથી એમની છબી સર્જનાત્મક આર્વિભાવોને પ્રકટ કરનારાં સામયિકને બદલે ગંભીર પર્યેષણા કરતા વિચારશીલ સામયિક તરીકેની વિશેષ ઉપસી હતી. અન્ય વિદ્યાશાખાઓના અભ્યાસોને કારણે આમ બનવું શક્ય પણ હતું. તે છતાં ભાષાશાસ્ત્રની આટલી સઘન ચર્ચા ‘ભાષાવિમર્શ’ જેવા સામયિક પછી આટલા ટૂંકા ગાળામાં કયાંય પ્રકટી નથી એ નોંધવું જોઈએ. પરભાષાના સાહિત્યનો તેમ સાહિત્યપ્રવાહોને અવગત કરાવતા ‘મનીષા’ના લેખો ગુજરાતી વાચકને વિશ્વસાહિત્યનો નાનો અમથો પરિચય કરાવતા રહ્યાં છે. વિશ્વસાહિત્ય સુધી લંબાતી ને રસરુચિના ઘડતરની આ મથામણ ‘મનીષા’નું પ્રદાન લેખવું જોઈએ. ‘વાણી’ પછી ‘મનીષા’ સુરેશ જોષીના આવનારા પ્રમુખ સામયિક ‘ક્ષિતિજ’ની ભોંય બની રહે છે. સર્જક લેખે તેમ સાહિત્યિક પત્રકાર તરીકેનો એ બલિષ્ઠ અવાજ ‘મનીષા’માં જે રીતે-ભાતે પ્રકટ થયો છે એ પ્રદાનને વિસરી શકાય એમ નથી. અને ત્યારે આપણે પણ ઉમાશંકરની જેમ ‘લાજવાબ મનીષા' એમ બોલી ઊઠીએ છીએ.
[તથાપિ, સપ્ટે.-નવે.,૨૦૦૫]
મનીષા : સૂચિ (સર્જન-વિભાગ)
(લેખક પછી કરેલા કૌંસ અંક ક્રમ, માસ, વર્ષ અને પૃષ્ઠ ક્રમાંક દર્શાવે છે.)
૧. કાવ્ય
અનિર્વચનીયા – લે. પ્રમથનાથ વિશી, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૦
અભીપ્સા લે. વિષ્ણુ દે., અનુ. સુરેશ જોષી, (૩૧) ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૧
અંતસ્તુ મૃદંગ - પ્રજારામ રાવળ, (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪ –
અંધકાર – લે. જીવનાનંદ દાસ, અનુ. સુરેશ જોષી, (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૯
આ નિબિડ અમાસે - પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨
આજ લગી પ્રિય – સુરેશ દલાલ (૭), ડિસે.,૧૯૫૪, ૨
આત્મતિ - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૭૧-૨
આપની કૃપા – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
આભ - પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૩-૪
આમલીનું ફૂલ -રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭
ઉરને કહેજો - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨
એક કાવ્યખંડ - અજિત દત્ત અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૭
એક યાદી – સુરેશ જોષી (૧૯), ડિસે.,૧૯૫૫, ૨
એક સાંજે - રવીન્દ્રનાથ ઠાકુર સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ
કવિવર ટાગોરને -પ્રજારામ રાવળ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૦
કાંચે તાતણે – કાન્તિલાલ બ્રોકર (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
કોલાબા પર સૂર્યોદય - મહેશ (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯
ખાલી જેબે, પાગલ કુત્તે ઔર બાસી કવિતાએ - સર્વેશ્વર દયાલ સકસેના (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
ગીત - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૨૪), મે, ૧૯૫૬, ૨
ગુલમોર - મહેશ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
ચંદ્રોદય - જયન્ત પાઠક (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
ચુંબનો ખાંડણીમાં - કરસનદાસ માણેક (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
જમુના અને તરંગ - પ્રજારામ રાવળ (૨૨), માર્ચ, ૧૯૫૬, ૨
જિન્દગી યૂં હી તમામ - અનન્તકુમાર પાષાણ (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪
જીવનરાત જેવું - પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
તિમિરવૈભવ – પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
તીર્થોત્તમ - બાલમુકુંદ દવે (૭), ડિસે., ૧૯૫૪, ૨
થતાં દિન – હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય’ (૧૧), એપ્રિલ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
થાતું મને કે - જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨
દર્પણના ચૂરા – જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬,૨
ધર્મ - દુષ્યન્તકુમાર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
નિઃશૂન્ય નભ – પ્રજારામ રાવળ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
પાછલી રાતે – રસિક પંડ્યા (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨
પાનખર - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
પ્રથમ અંક - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
પ્રથમ દૃશ્ય - સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
પ્રભાત ઊગ્યું - પ્રજારામ રાવળ (૨૫-૨૬) જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
પ્રીતનો પાવો – પુષ્કર ચંદરવાકર (૨૨), માર્ચ, ૧૯૫૬
પ્રીતિનો પ્રથમ શબ્દ - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૫), ઑક્ટો., ૧૯૫૪, મુખપૃષ્ઠ
પ્રેમી – લે. બુદ્ધદેવ બસુ, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૯૮
બહુવલ્લભનું વસિયતનામું - જેકિસન કિનારીવાળા (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૨
બંધન-મુક્તિ – સુરેશ જોષી (૧૨), મે, ૧૯૫૫, ૨
બિનઝાંઝરવાં - વેણીભાઈ પુરોહિત (૪), સપ્ટે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
બિન્દુ – સુરેશ જોષી, (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨
બીજી આવૃત્તિ – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૨
બે ગીત - નંદકુમાર પાઠક (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૨
મજૂરનો કવિ – વેણીભાઈ પુરોહિત (૭), ડિસે., ૧૯૫૪, ૨
મિટ્ટી કી મહિમા - શિવમંગલસિંહ સુમન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૬૧-૭૪
મુક્તિ (સમરસેન) - અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૨
મુદ્દાનું આલિંગન - ઉશનસ્ (૧૦), માર્ચ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
મૌત : એક ઔર પહેલું કેશવચંદ્ર વર્મા (૩૦), જાન્યુ.૧૯૫૮, ૬૧-૭૪
યાત્રા વિરામ – શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
રવીન્દ્રનાથના કાવ્યનો અનુવાદ – ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, મુખપૃષ્ઠ
લૌહર કી દુકાન - જગદીશ ગુપ્ત (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧-૭૪
વદાય - રવીન્દ્રનાથ ઠાકુર અનુ. સુરેશ જોષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
વસંતપંચમી - ઉશનસ્ (૮), જાન્યુ., ૧૯૫૫, મુખપૃષ્ઠ
વાસ્તવિકતા - દેવજી મોઢા (૭), ડિસે., ૧૯૫૪, ૨
વિચ્છેદન - રસિક પંડ્યા (૨૪), મે, ૧૯૫૬, ૨
વિશ્વચેતના – શ્રી અરવિંદ. અનુ. સુન્દરમ્, (૩), ઑગસ્ટ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
વૃક્ષ - શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
શાન્તિ – પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
શિલાદર્શન - પ્રજારામ રાવળ (૬), નવે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
શિશિરના એક પ્રભાતે – પ્રજારામ રાવળ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ
શિશુ ઉછરતા – ઉશનસ્ (૨), જુલાઈ, ૧૯૫૪, મુખપૃષ્ઠ
શોધ - લે. સુધીન્દ્રનાથ દત્ત, સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૦
સત્ય તો બહુત મિલે – · અજ્ઞેય (૩૦), જાન્યુ. ૧૯૫૮, ૬૧
સમાધિ - શ્રી અરવિંદ, અનુ. પ્રજારામ રાવળ (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૨
સંકલ્પ – રવીન્દ્રનાથ ઠાકુર, અનુ.સુરેશ જોષી (૧૫) ઑગસ્ટ, ૧૯૫૫, મુખપૃષ્ઠ
સંસારને – ઉશનસ્ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૧
સુવર્ણપ્રકૃતિ – સુન્દરમ્ (૧), જૂન, ૧૯૫૪, મુખપૃષ્ઠ
સૂરજ કુંડ – અર્ચનદાસ ગુપ્ત, અનુ. સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૦૩
સ્મૃતિનો કેર - હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય', (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૨
સ્વપ્નોનું, માયાનું, મતિભ્રમોનું. – હેમચંદ્ર બાગચી, અનુ.સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૪
હું મનુષ્ય – પ્રજારામ રાવળ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩-૪
૨. વાર્તા
અજ્ઞાત કલાકાર – હેયવુડ બ્રાઉન, અનુ., ભૂપેન્દ્ર ઉપાધ્યાય (૭), ડિસે., ૧૯૫૪, ૩-૫
અદલાબદલી - પારલેજર વિસ્ક, અનુ., હંસરાજ શાહ (૨૪), મે, ૧૯૫૬, ૨
અંધકારના ઓળા – તાત્સુકો ઇશિકવા, અનુ., સુરેશ જોષી (૮), જાન્યુ., ૧૯૫૫, ૨-૫
ઈશ ક્રૂશ પર ચઢ્યાં ત્યારે - લિયોનિડ ઍન્ડ્રિવ, અનુ. સુરેશ જોષી (૯), ફેબ્રુઆરી, ૧૯૫૫, ૨-૫
ઈશુનું પાપ – ઇઝાક બાબેલ, અનુ. સુરેશ જોષી (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૩-૬
ઉપસંહાર - અરવિંદ તલાટી (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૩-૭
ક.ખ.ગ. – જ્યોમેટ્રીક વાર્તા – બનફૂલ., અનુ. સુરેશ જોષી (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૩-૪
કીમિયો - માધવ અચબલ (૮), જાન્યુ., ૧૯૫૫, ૫-૮
ગંધ - અરવિંદ ગોખલે, અનુ. સૂર્યકાંત માને (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૮-૧૫
ગૃહપ્રવેશ - રમણીક દલાલ (સુરેશ જોષી) (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૩-૬
ચમત્કાર - સહાદત હુસેન મન્ટો, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩-૪
ચેરી - દઝાઈ ઓસામું, અનુ. સુરેશ જોષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૩-૬
જમાઈરાજ - સ્વ.માનિક બેનરજી, અનુ. સુભદ્રા ગાંધી (૩૦), જાન્યુ., ૧૯૫૮,૭૫-૮૮
તાજમહાલ - બલાઈચંદ મુખોપાધ્યાય, અનુ. સુરેશ જોષી (૬), નવે.૧૯૫૪,૫-૬
દમ્પતી - ફ્રાન્ઝ કાફકા, અનુ. સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૪-૮
દાઉદ – સાદિક હેદાયત, અનુ.સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૩-૭
નળદમયંતી – સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨-૫
નૂરબાનું – અચિન્ત્યકુમાર સેનગુપ્ત, અનુ.સુરેશ જોષી (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૨૭-૩૪
ન્યાયનું આસન – સમરસેટ મોમ, અનુ. ચેતન મહેતા (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૩-૪
પ્રખ્યાતિ – વિલયમ સારોયાન, અનુ. સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૨-૭
માખી - લુઇજી પિરાન્દેલો, અનુ. ? (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૧-૮
વાતાયન - સુરેશ જોષી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬, ૩-૫
વારતા કહોને – સુરેશ જોષી (૧૯), ડિસે., ૧૯૫૫, ૩-૬
શૈશવનો પ્રેમ - ગ્રેહામ ગ્રીન, અનુ. સુરેશ જોષી (૫), ઑક્ટો., ૧૯૫૪, ૨-૪
સાત પૈસા – ઝિગમોન્ડ મોરિત્સ, અનુ. સુરેશ જોષી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૩-૭
સો રૂપિયા - ઇવાન બુનિન, અનુ. ? (૧), જૂન, ૧૯૫૪, ૩
સ્ત્રીઓ વિશે – ઓસામુ દઝાઈ, અનુ. પુરુષોત્તમ મિસ્ત્રી (સુરેશ જોષી) (૧૨), મે, ૧૯૫૫, ૩-૮
હું રડી શક્યો નહિ - માર્શલ લેવિન, અનુ. સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૮૮-૯૨
ગદ્યઅંશ
અફ્રોડાઇટ (પિયેર લુઇસ) - મધુકર, (૧૯), ડિસે., ૧૯૫૫, ૭-૧૧
અર્વાચીન બંગાળી કવિતા - જીવનાનંદ દાસ, (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૮-૯
આપણું શિક્ષણ - રવીન્દ્રનાથ ઠાકુર, (૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૧૯
એઝરા પાઉન્ડ સાથે – અમીય ચક્રવર્તી, (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૧૨-૭
કવિની સાધના - રવીન્દ્રનાથ ઠાકુર, (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૨
નાટ્ય છટા - શંકરભાઈ કાશીનાથ ગર્ગ, અનુ., શાન્તારામ સબનીસ, (૪), સપ્ટે.,૧૯૫૪, ૧૧
ફિલસૂફી અને વિજ્ઞાન – ? (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૨
મન્દાક્રાન્તા - રવીન્દ્રનાથ ઠાકુર (૨૬), જુલાઈ, ૧૯૫૬, ૪૩
રવીન્દ્રવાણી - રવીન્દ્રનાથ ઠાકુર (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫,૩૪
રૂપની મર્યાદા – રવીન્દ્રનાથ ઠાકુર (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૮
સર્જનની પૂર્વભૂમિકા - રેઇનર મારિઆ રિલ્કે (૭), ડિસે., ૧૯૫૪, મુખપૃષ્ઠ
સાહિત્યમાં વ્યંજના - રવીન્દ્રનાથ ઠાકુર (૧૯), ડિસે., ૧૯૫૫, ૧૮
ચિત્રપરિચય (કેફિયત)
કૃષ્ણલીલા વિશે જ્યોતિ ભટ્ટ (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૨-૩ (‘વાસુદેવ કૃષ્ણગમન’) વિશે
મનીષા : સૂચિ (વિવેચન-વિભાગ)
૧. કાવ્યસંગ્રહ : સમીક્ષા
કાદમ્બરી (ભાલણ) - ભોગીલાલ સાંડેસરા (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૧-૪
ધ્વનિ (રાજેન્દ્ર શાહ) - રામપ્રસાદ બક્ષી (૬), નવે., ૧૯૫૪, ૭-૮
મેઘદૂત (કાલિદાસ) – બુદ્ધદેવ બસુ (૭), ડિસે., ૧૯૫૪, ૧૫ સંક્ષેપ, સુરેશ જોષી, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૩૮-૫૪
યાત્રા (સુન્દરમ્ ) – મુકુંદરાય પારાશર્ય (૭) ડિસે., ૧૯૫૪, ૧૩-૫
વસંતવર્ષા (ઉમાશંકર જોશી) - રામપ્રસાદ બક્ષી (પ), ઑક્ટો., ૧૯૫૪, ૪-૬
૨. કવિતા : અભ્યાસ
અદ્યતન બંગાળી કવિતાના લક્ષણો – ? (૨૪), મે, ૧૯૫૬, ૭-૧૦
અભિનવ પ્રશિષ્ટ કવિતા – વ્રજરાય મુકુંદરાય દેસાઈ (૧૦), માર્ચ, ૧૯૫૫, ૨-૭
આખ્યાન - ભોગીલાલ સાંડેસરા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, પૃ.૬૪-૯
ગુજરાતીમાં ગઝલ – જહાંગીર એ. સંજાણા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૩૨-૪૨
મહાકાવ્ય - ડોલરરાય માંકડ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૭-૯ (૪) સપ્ટે., ૧૯૫૪, ૪-૬
રવીન્દ્રનાથની કવિતા – સુરેશ જોષી (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૮-૧૩
‘વસન્તવર્ષા’ની રામપ્રસાદ બક્ષીની સમીક્ષા વિશે - જહાંગીર એ.સંજાણા (૬), નવે. ૧૯૫૪, ૯
૩. નવલકથા : સમીક્ષા
અધૂરો કોલ (ધીરુબહેન પટેલ) – સુરેશ જોષી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૭-૧૯
બરફ ઓગળી રહ્યો છે (ઈલિયા ઍરેહેન) – ભોગીલાલ ગાંધી (૨૭), ઑગસ્ટ, ૧૯૫૬ ૫-૧૪ (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૭-૧૩
વેળાવેળાની છાંયડી (ચુનીલાલ મડિયા) - ભાઈલાલ પ્ર.કોઠારી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨૨-૮, સુરેશ જોષી (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૨૮-૩૦
સ્પાર્ક ઑફ લાઇફ (ઍરિક મારિયા રેમાકે) - મધુકર (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૬-૧૧
૪. નવલકથા : અભ્યાસ
આજની નવલકથા વિશે – હર્ષદ ત્રિવેદી ‘પ્રાસન્નેય' (૧૬), સપ્ટે., ૧૯૫૫, ૪-૭
નવલકથાનો નાભિશ્વાસ - (વિદ્યાર્થી) સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, -૧૩-૫
૫. વાર્તાસંગ્રહ : સમીક્ષા
ગૃહપ્રવેશ (સુરેશ જોષી) - રામપ્રસાદ બક્ષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૯૨-૧૦૩
રૂપ-અરૂપ (ચુનીલાલ મડિયા) - કરસનદાસ માણેક (૧), જૂન, ૧૯૫૪, ૧૨-૫ -ચંદ્રકાન્ત મહેતા (૧), જૂન, ૧૯૫૪, ૧૧-૨
૬. નાટક : સમીક્ષા
કાન્તા (મણિલાલ ન.દ્વિવેદી) – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૫૯-૭૦
બટુભાઈના નાટકો (બટુભાઈ ઉમરવાડિયા) – સુરેશ જોષી (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૧૫-૨૦ (૧૦), ૧૯૫૫, માર્ચ, ૧૪-૨૧
શાકુન્તલ (કાલિદાસ, અનુ.ઉમાશંકર જોશી) – ? (૨૫,૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬,૩૦-૬
૭. વિવેચન - સંશોધન : સમીક્ષા
અનાર્યના અડપલા અને બીજા લેખો(જહાંગીર એ. સંજાણા) - રામપ્રસાદ બક્ષી, ફેબ્રુ., ૧૯૫૭, ૧૯-૨૨
ઇન ધ મેશ – સિનારિયાં (ઝ્યાં પોલ સાર્ત્ર) - મધુકર (૧૬), સપ્ટે., ૧૯૫૫,૭-૧૧
ગુજરાતીના સાહિત્ય સ્વરૂપો (પદ્ય-મધ્યકાળ, મંજુલાલ મજમુદાર) – ચંદ્રકાન્ત મહેતા (૭), ડિસે., ૧૯૫૪, ૭-૯
ધ ફ્યુચર પોએટ્રી (શ્રી અરવિંદ) - રામપ્રસાદ બક્ષી (૩), ઑગસ્ટ, ૧૯૫૪,૧૧-૨
માનસદર્શન (રમણલાલ પટેલ) - રસિક શાહ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૦૩-૧૦
શર્વરી (કિસનસિંહ ચાવડા) − ? (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૧૭-૨૧
સાહિત્ય રંગ (કુંજવિહારી મહેતા) – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૧-૧૪
૮. વિવેચન-સંશોધન : અભ્યાસ
અપૂર્વકૃતિ (વિરુપાક્ષ સર્વાધિકારી), અનુ., ઘટોત્કચ મહેતા (૨૮), સપ્ટે., ૧૯૫૬,૧૪-૬
અભિનવગુપ્તનો ૨સ સિદ્ધાંત ‘અભિવ્યક્તિવાદ’– રામપ્રસાદ બક્ષી (૩૨),ઑક્ટો., ૧૯૫૯, ૪૧-૯
અર્વાચીન મરાઠી સાહિત્ય - મં.વિ.રાજાધ્યક્ષ (૨), જુલાઈ, ૧૯૫૪, ૮-૯
કાવ્યનું તત્ત્વ અને ધ્વનિ રામપ્રસાદ બક્ષી (૧), જૂન, ૧૯૫૪, ૬-૮
કાવ્યમાં અર્થબોધ - સુરેશ જોષી (૧), જૂન, ૧૯૫૪, ૪-૬
કાવ્યમાં અલંકાર અને છંદ - રામપ્રસાદ બક્ષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૪૩-૫૧
કાવ્યાલંકારની વિશિષ્ટતા - રામપ્રસાદ બક્ષી (૨), જુલાઈ, ૧૯૫૪, ૯-૧૧
કેથાર્સિસ – વિમોચન – સુરેશ જોષી (૭), ડિસે., ૧૯૫૪, ૭-૯
ગુજરાતીમાં એકાંકી - ગુલાબદાસ બ્રોકર (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫-૧૯
ધ્વનિવિચારનો ઇતિહાસ, ધ્વનિનિર્મિતિ – નારાયણ ગોવિંદ કાલેલકર
(૨), જુલાઈ, ૧૯૫૪, ૬-૮
(૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૧૩-૬
(૪), સપ્ટે., ૧૯૫૪, ૧૨-૫
(૫), ઑક્ટો., ૧૯૫૪, ૭-૮
(૬), નવે., ૧૯૫૪, ૩-૫
(૭), ડિસે., ૧૯૫૪, ૯-૧૧
પરિભાષાનો ઉપયોગ - તંત્રી (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૫-૬
પ્રતીકરચના – સુરેશ જોષી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૭૦-૮૩
પ્રેક્ષકની માનસિક અને શારીરિક પ્રતિક્રિયા - રસાનુભવના વિઘ્નો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૧૧-૧૪
પ્રેક્ષકનો અનુભવ : એની વિલક્ષણતા : પૂર્વપરિચય – રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૫-૧૮
ફાગુ - ચંદ્રકાન્ત મહેતા (૪), સપ્ટે., ૧૯૫૪, ૯૭
ભરતથી જગન્નાથ - ડોલરરાય માંકડ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૫૨-૬૩
રસ અને નાટ્ય - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯૦-૧૦૩
રસ અને નાટ્યપ્રયોગ - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૮૪-૯
રસના પ્રકારો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૬૧-૭૦
રસનિષ્પત્તિની વિશે અભિનવ ગુપ્ત પછીના બે મીમાંસકોનો મત - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૦-૫
રસનિષ્પત્તિની સામગ્રીના અને સ્થાયીના ધર્મો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો.,૧૯૫૯, ૨૩-૪
રસનો આશ્રય, સામાજિક - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૯-૨૨
રસમીમાંસાના કેટલાંક પ્રશ્નો – સુબોધચંદ્રસેન ગુપ્તા (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૨૨-૪૦
રસમીમાંસાની પરિભાષા - જ્યોતીન્દ્ર દવે (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૪૯-૫૯
રસશાસ્ત્રની પરિભાષાનો પૂર્વપરિચય - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૯-૧૪
રસસંપ્રદાયનો ઉદ્ગમ અને ઇતિહાસ - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૧૦૪-૧૧
રસાસ્વાદની પ્રક્રિયા - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૨૬-૪૦
રસાસ્વાદ માટે વપરાતા કેટલાંક વિશેષણો - રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૫૬-૬૦
રસાસ્વાદમાં નટનું, અદાકારનું મહત્ત્વ – રામપ્રસાદ બક્ષી, (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૮-૮૩
રસોના ઉપપ્રકારો - રામપ્રસાદ બક્ષી (૩૨), ઑક્ટો., ૧૯૫૯, ૭૧-૭
શેક્સપિયર અને અંગ્રેજી સાહિત્ય વિવેચન – ચંદ્રકાન્ત શુક્લ (પ), ઑક્ટો., ૧૯૫૪, ૮-૧૦
સંશોધનનાં કેટલાંક પ્રશ્નો - ભોગીલાલ સાંડેસરા (૯), ફેબ્રુ. ૧૯૫૫, ૧૧-૫- (૧૦), માર્ચ, ૧૯૫૫, ૭-૧૩
સાહિત્ય અને રસતત્ત્વ - વિષ્ણુપદ ભટ્ટાચાર્ય (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૬-૧૦
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૮-૧૩
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૧૧-૨૦
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૭-૧૫
સાહિત્યના પરિબળો - શાન્તારામ સબનીસ (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫,૨૭-૩૪
૯. ભાષાવિજ્ઞાન : સમીક્ષા
વાગ્વ્યાપાર (હરિવલ્લભ ભાયાણી) – નારાયણ ગોવિંદ કાલેલકર (૪), સપ્ટે. ૧૯૫૪, ૨-૩, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૧-૪
૧૦. ભાષાવિજ્ઞાન : અભ્યાસ
૧૯૫૧ થી ૧૯૫૫ સુધીમાં ઉત્તર ભારતીય ભાષાશાસ્ત્રની પ્રગતિ – ડૉ.એમ.એ મહેન્દળે, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૧-૨૧(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૪-૬
દીર્ઘવ્યંજનો - પ્રબોધ પંડિત (૬), નવે., ૧૯૫૪, પૃ.૧૧-૪
ભણેલાની ભૂલ - હરિવલ્લભ ભાયાણી (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૦-૩૨
ભાષા અને તત્વજ્ઞાન - સુનયના હ.દિવેટિયા (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૨૩-૩૨
ભાષા અને રાષ્ટ્ર – બુદ્ધદેવ બસુ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૧૮-૨૨
ભાષાનું દૃશ્ય સ્વરૂપ : લેખન - નારાયણ ગોવિંદ કાલેલકર (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૭
ભાષામાં અભિનવ સૃષ્ટિઓ - શ્રી ગોલોક વિહારધલ (૧૭-૧૮), ઑક્ટો.-નવે.,૧૯૫૫, ૨૮-૩૨
ભાષાવિજ્ઞાન - એરચ જહાંગીર તારાપોરવાલા (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫,૨૨-૩
ભાષાશાસ્ત્ર અને માનવવંશશાસ્ત્ર – મૂ.લે. મેયેના, નારાયણ ગોવિંદ કાલેલકર ,(૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૭-૪૦
ભાષાશાસ્ત્ર એટલે શું ? – પ્રો.ગોર્ડન ફેર બેન્ક્સ (૧૭-૧૮) ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૪૧-૬
મધ્યકાલીન ઇન્ડો - આર્યનમાં લુપ્ત થયેલા ઘર્ષકો - સુકુમાર સેન, અનુ., સુરેશચંદ્ર કાંટાવાળા, (૧૭-૧૮), ઑક્ટો.-નવે., ૧૯૫૫, ૩૩-૪
માર્કસવાદી દૃષ્ટિએ ભાષાશાસ્ત્ર - ભોગીલાલ ગાંધી (૨૪), મે, ૧૯૫૬,૧૦-૫
માનવવાણીના મૂળ – સુઝાન લેંગર, અનુ. હરિવલ્લભ ભાયાણી (૮), જાન્યુ., ૧૯૫૫,૧૩-૬
યુનાઇટેડ સ્ટેટ્સમાં ભાષાશાસ્ત્ર અને ભાષાશિક્ષણ - જોનગમ્પર્ઝ, અનુ., હર્ષદ મ.ત્રિવેદી, (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫, ૨૪-૮
સ્પર્શ સંઘર્ષી અને દંત્યની સંધિ - પ્રબોધ પંડિત (૮), જાન્યુ., ૧૯૫૫, ૯-૧૩
૧૧. કોશ : સમીક્ષા
બૃહત્ પિંગળ (રા.વિ. પાઠક) - ના.ગ.જોશી (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧૩-૮
૧૨. ચરિત્ર : સમીક્ષા
આત્મકથા : ભાગ પહેલો (ઇન્દુલાલ યાજ્ઞિક) - ભાઈલાલ પ્ર.કોઠારી (૨૦), જાન્યુ., ૧૯૫૬, ૧૧-૬
૧૩. ચરિત્ર : અભ્યાસ / પરિચય
આલ્બટૉ મોરેવિયા - કુન્દનિકા કાપડિયા (૧૨), મે, ૧૯૫૫, ૮-૧૪
આલ્બેર કૅમ્યૂ – સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૧૪-૧૫
ઉસ્તાદ અલાઉદ્દીનખાં સાહેબ - વીરેન્દ્ર કિશોરરાય ચૌધરી (૬), નવે., ૧૯૫૪, ૧૪-૬
કે.જી. સુબ્રહ્મણ્યન્ – ગુલામમોહમ્મદ શેખ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૧૧૫-૧૭
ખલિલ જિબ્રાન - સુરેશ જોષી (૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૧૫-૨૦
હાઇનરિશ ત્સિમેર - અરુણોદય જાની (૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૪-૬
૧૪. અન્ય : સમીક્ષા
આક્રમકવૃત્તિ અને તેનું સ્વરૂપ (લેડીઆ જેકિસન) – રસિક શાહ, (૭), ડિસે., ૧૯૫૪,૧૨
ધ કન્ડક્ટ ઓફ લાઇફ (લુઇ મમ્ફર્ડ) - ભાઈલાલ પ્ર.કોઠારી (૪), સપ્ટે., ૧૯૫૪,૯-૧૦
નીતિનાશને માર્ગે (ગાંધીજી) - રસિક શાહ (૨), જુલાઈ, ૧૯૫૪, ૧૪-૬, (૭) ડિસે., ૧૯૫૪, ૧૫
નીતિનાશને માર્ગે (ચર્ચા) - રસિક શાહ, (૬), નવે., ૧૯૫૪, ૯-૧૦ યશવન્ત શુક્લ, સુરેશ જોષી, (૫), ઑક્ટો., ૧૯૫૪, ૧૫-૬
સ્ત્રી-પુરુષ મર્યાદા (કિશોરલાલ મશરૂવાળા) – રસિક શાહ ((૧૧), એપ્રિલ, ૧૯૫૫, ૭-૧૩ (૧૨), મે, ૧૯૫૫, ૧૪-૯
૧૫. અન્ય : અભ્યાસ
અઢારસો સત્તાવન ઘટનાપૂર્ણ વર્ષ – સતીષચંદ્ર મિશ્ર, અનુ. દેવકુંવર અ. શાહ (૩૧), ઑગસ્ટ, ૧૯૫૮, ૮૫-૯૬
જ્ઞાતિપ્રથામાં ફેરફારો – આઇ.પી.દેસાઈ, વાય.બી.દામલે, અનુ. નારાયણ શેઠ, (૯), ફેબ્રુ., ૧૯૫૫, ૫-૧૧
નૈતિક જવાબદારી - રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૯-૧૬
ફિલસૂફી અને વિજ્ઞાન - રસિક શાહ (૩), ઑગસ્ટ, ૧૯૫૪, ૨
વડનગર – પૌરાણિક અને પુરાતત્ત્વની દૃષ્ટિએ – રમણલાલ નાગરજી મહેતા (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫૪-૬૦
વિજ્ઞાનનો આત્મા – રસિક શાહ (૧), જૂન, ૧૯૫૪, ૮-૧૧
સંયુક્ત કુટુંબ નષ્ટ થતું જાય છે ? – આઇ.પી.દેસાઈ, અનુ. એન.આર.શેઠ (૧૫), ઑગસ્ટ, ૧૯૫૫, ૧૩-૨૦
સંસ્કૃતિ - રસિક શાહ (૪), સપ્ટે., ૧૯૫૪, પૃ.૧૫-૬
હિંદમાં સંયુક્ત કુટુંબ : એક પૃથક્કરણ – આઇ.પી.દેસાઈ (૨૯), ફેબ્રુ., ૧૯૫૭, ૧-૧૨
૧૬. સંપાદકીય, સાહિત્ય ચર્ચા, પત્રચર્ચા, કેફિયત ઇત્યાદિ...
આર્થર મિલર અને સ્વાતંત્ર્ય - આર્થર મિલર (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૪૮-૫૩
કળા અને કળાકારની ભૂમિકા – બર્નાર્ડ સ્ટીવન્સ, (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૩૯-૪૩
‘મનીષા’ વિશે - તંત્રીઓ : ૧. (૭), ડિસે., ૧૯૫૪, ૧ ૨. (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૨ ૩. (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૫૩
‘માનસ વિહાર’ – સુરેશ જોષી, (૧૩-૧૪), જૂન-જુલાઈ, ૧૯૫૫, ૧૮-૨૬
(૧૬), સપ્ટે., ૧૯૫૫, ૧૯
(૧૯), ડિસે., ૧૯૫૫, ૧૨-૫
(૨૧), ફેબ્રુ., ૧૯૫૬, ૧૬-૮
(૨૨), માર્ચ, ૧૯૫૬, ૨૧-૩
(૨૩), એપ્રિલ, ૧૯૫૬, ૧૬-૯
(૨૪), મે, ૧૯૫૬, ૪-૬
(૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૯૫૬, ૩૭-૪૨
રશિયન સાહિત્ય વિશે - ઇગ્નાઝિયો સિલોન (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯
રાજ્યાશ્રય કે લોકાશ્રય ? - ઉમાશંકર જોશી (૨૮), સપ્ટે., ૧૯૫૬, ૨૨-૩
લેખન વ્યવસાયના વીસ વર્ષ – વિલિયમ સારોયાન, અનુ., હંસરાજ શાહ (૨૫-૨૬), જૂન-જુલાઈ, ૧૫-૮
વડોદરા લેખક મિલન - કેટલાંક વિચારો - અક્ષર દેસાઈ (૧૯), ડિસે., ૧૯૫૫, ૧૬-૮
વરસને અંતે – તંત્રીઓ (૧૨), મે, ૧૯૫૫, મુખપૃષ્ઠ
વિદ્યાપીઠમાં સાહિત્યનું શિક્ષણ – સુરેશ જોષી (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૫-૩૮
સાહિત્ય સ્વરૂપો વિશે – મંજુલાલ મજમુદાર (૮), જાન્યુ., ૧૯૫૫, ૧૭-૯
સોવિયેત સાહિત્ય વિશે - ઇયાન ઍનિસિમોવ (૩૦), જાન્યુ., ૧૯૫૮, ૧૨૫-૩૯ -
૧૭. વિશેષાંક
૧. નાટ્યરસ અંક – (૩૨), ઑક્ટો., ૧૯૫૮
૨. ભાષાશાસ્ત્ર વિશેષાંક – (૧૭-૧૮), ઑક્ટો.,-નવે., ૧૯૫૫
ખેવના
‘ખેવના’નો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઊમટી પડે. હાશ હવે કંઈક નવું – એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના’ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડું. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના', ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ' જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે.
બાબુલાલ ગોર ખેવના, ૮૩, સપ્ટે., ૨૦૦૪
‘ખેવના’ને કાનફૂસિયાંમાં રસ નથી. સાહિત્યની કશાપણ પ્રકારની ચિંતા કરનારને માટે ‘ખેવના' સદા ખુલ્લું છે.
સુમન શાહ ખેવના, ૨, મે-જૂન, ૧૯૮૭
ખેવના
‘શબ્દસૃષ્ટિ’ અને ‘સન્ધાન' જેવી સામયિક પ્રવૃત્તિથી ધ્યાન ખેંચનારા સુમન શાહનું વિશેષ પ્રદાન તો ‘ખેવના' રૂપે આપણી સામે આવ્યું છે એ વાત જાણીતી છે. કોઈ સામયિકને બાવીસ વર્ષ જેટલા લાંબા પટ પર સફળતાપૂર્વક ચલાવવું અને એમાં સાહિત્યના કેટલાક અત્યંત મહત્ત્વના સાહિત્યપ્રશ્નોને ચર્ચાની એરણે ચઢાવવા પોતાનું એક સામયિક જોઈએ એમ સંપાદકે માન્યું હશે. આશ્ચર્ય થાય કે આપણી ભાષાના સામયિકોમાં નોંધ લેવી પડે એવા લખાણો આ સામયિકમાં પ્રગટ થયા હોવા છતાં જાહેરમાં એમની ભાગ્યે જ નોંધ લેવાઈ છે ! પરિષદના સરવૈયાઓ કે તૂટકછૂટક નોંધ સિવાય ‘ખેવના’ના પ્રદાન વિશે આપણે ત્યાં કોઈ નોંધ પ્રાપ્ત નથી એનું એક કારણ એના પ્રકાશક લેખે પાર્શ્વ પ્રકાશનના બાબુભાઈ શાહ હતા. એના લીધે ‘ખેવના’ને હાઉસમેગેઝિન તરીકે જ લોકોએ ગણી લીધું. પ્રારંભથી એ ઓળખ છેક સુધી ભૂંસાઈ ન હોય એનું ઉદાહરણ ‘ખેવના’ બન્યું. ‘ઉદ્ગાર’ કે ‘ઓળખ’ જેવા સામયિકને વાચક કેવળ નવા પ્રકાશનોની જાણ ખાતર નજર ફેરવી બાજુએ મૂકે એમ ‘ખેવના’ને બાજુએ મૂકાયું છે. એ જ રીતે આપણે ત્યાં સામયિકસંદર્ભે થતા અભ્યાસલેખનો કે સમીક્ષાનો પણ ‘ખેવના’ને કોઈ લાભ મળ્યો નથી. પરંતુ એના પ્રકાશિત સો અંકોમાં એવી કેટલીક નોંધપાત્ર સામગ્રી મળી આવશે જેને કારણે એક સાહિત્ય સામયિક લેખે ‘ખેવના'નું મૂલ્ય ઓછું આંકી શકાય નહીં. ‘ખેવના’ના પ્રદાનને ચીંધવાનો ને એ રીતે આપણા ઘરદીવડાઓએ રેલાવેલા સહેજઅમથા તોયે અલભ્ય પ્રકાશનો મહિમા કરવાનો અહીં પ્રયાસ છે. ‘ખેવના’ના આરંભના અંકોમાં ‘સાહિત્ય અને સમૂહમાધ્યમોના દ્વૈમાસિક' તરીકે એમની ઓળખ આપવામાં આવેલી. સાહિત્ય ઉપરાંત સિનેમા, પત્રકારત્વ અને દૂરદર્શન સંબંધી લેખો એમાં પ્રકાશિત થયા છે. પણ ઉત્તરોત્તર સાહિત્ય પદાર્થની ખેવના પર ઝોક વધતો ગયો અને અંત લગી ‘ખેવના'નો એજ ધ્યેયમંત્ર બની રહ્યો.
તંત્રીનો સાહિત્યિક પત્રકારત્વ વિશે વિચાર :
તંત્રીએ ‘ખેવના’માં તેમ અન્ય સામયિકોમાં લખેલા લેખો પરથી પોતાની સાહિત્યિક પત્રકારત્વની વિભાવના રજૂ કરી છે. સાહિત્યકારો અને સાહિત્યની સમજ દાખવતા સામયિકો સતત વિકાસશીલ રહેવા જોઈએ એમ માનનારા આ તંત્રીએ સર્જન, વિવેચન અને સંશોધનની ત્રિવિધ ભૂમિકાએ ‘શબ્દસૃષ્ટિ'ને કેવળ ચલાવવા ખાતર નહીં પણ નવપરિવર્તનની દિશાએ લઈ જવાના પ્રયત્ન રૂપે હાથમાં લીધેલું. એ છોડી દીધા પછી ગુજરાત સહિત્ય અકાદમીને ‘ખેવના’માં એક લાંબાલેખરૂપે તેઓ જે વિવિધ સૂચનો કરે છે એમાં અકાદમીના સામયિક ‘શબ્દસૃષ્ટિ’ વિશે કશું ન હોય તો જ નવાઈ પામવા જેવું ગણાય. ‘શબ્દસૃષ્ટિ’ના તંત્રી રૂપે કોઈ વિદ્વાન માણસને પૂરા કદની સેવાના ધોરણે સોંપવાનું ને કોઈ બીજા વિદ્વાનને સંપાદનને સ્થાને એ જ ધોરણે નીમવાની તેઓએ વાત કરી છે જેથી જતે દિવસે તન્ત્રી ના હોય તો આ કાર્ય સીધું જ સામયિકને સોંપી શકાય કેમકે સામયિકનું સંચાલન એ પાકો અનુભવ માગી લેતું ગંભી૨ કાર્ય છે એમ એમણે વખતોવખત પ્રગટ કર્યું છે. સાહિત્યિક સામયિક કોઈ સંસ્થાના પીઠબળથી ચાલતું હોય તો પણ એને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા, સ્વાયત્ત રાખવામાં જ તેઓ સામયિકનું હિત જુએ છે. સામયિકની સતત સમીક્ષા થાય જેથી એ ઘરેડમાં બંધાઈ ન રહે, વિકસવાના રસ્તાઓ સૂઝી આવે અને સંસ્થા દીધી મોકળાશનો તંત્રીએ કેવો અને કેટલો લાભ અંકે કર્યો એ તપાસવા નિષ્પક્ષ ભૂમિકા રચવાની તેઓએ જિકર કરી છે. સંસ્થાના સામયિક તંત્રી અને સંપાદક કેવળ માનદ્ ન હોવા ઘટે પણ એવા મહત્ત્વના કામ માટે તંત્રી અને સંપાદકનું સયુક્તક ગૌરવ કરવા ને નોંધપાત્ર રકમ ચૂકવવા પણ તેઓ ભારપૂર્વક કહે છે. અકાદમીએ ચીલાચાલું સામયિકને બદલે કેવા સામયિકો કરવાની જરૂર છે એ વાત કરતા તેઓ એક સામયિક ‘નવનીતસમર્પણ’ જેવું, જે ઉમદા ડાયજેસ્ટ સ્વરૂપનું હોય ને વળી, પ્રજાના વધારે મોટા સમુદાય માટેનું બની રહે. બીજું ‘ગ્રંથ’ જેવું અવલોકનસમીક્ષાનું, વિવેચનના સિદ્ધાંત અને પ્રત્યક્ષ પક્ષોનો સમાવેશ કરતું સામયિક હોવું જોઈએ એવી વાત તેઓ મૂકે છે. આપણે ત્યાં સંસ્થાના સામયિકો આવા વિશિષ્ટ સામયિકો પ્રકાશિત કરે એ વાત રોમાંચક લાગે. ‘પરબ’ જેવા માસિક સાથે ‘ભાષાવિમર્શ’ ચલાવનારી પરિષદને આખરે એ અભ્યાસ ત્રૈમાસિક નાછૂટકે બંધ કરવું પડેલું. અકાદમી ‘લોકગુર્જરી’ જેવા અનિયતકાલીન સામયિકનું પ્રકાશન કરી રહી છે પરંતુ અહીં તંત્રી ચીંધ્યા સામયિકો કોઈ સંસ્થા કરી શકી નથી. અન્ય જગાએ પણ આ વાતને યાદ કરતા તેઓ કહે છે કે : આપણું દરેક સામયિક પોતાની રીતે બરાબર જણાય છે છતાં આપણે એમ પૂછતા નથી કે ગુજરાતી સાહિત્યમાં આટલાં બધાં સામયિક શું કામ છે - ? એક ઉત્તર એ છે કે આપણા દરેક જરાક મોટા થયેલા સાહિત્યકારને પોતાની ધજા ફરકાવવી હોય છે. લગભગ દરેક જૂથ પોતાનું વાજિંત્ર ઝંખે છે. કેટલાક સામયિકને એક કરી દઈએ તો ?’ એવો પ્રશ્ન કરીને ‘એતદ્', ‘ખેવના', ‘ગદ્યપર્વ’, ‘કંકાવટી’ અને ‘પ્રત્યક્ષ’ જેવા સામયિકોને તેઓએ લગભગ એક પ્રયોજનથી ચાલતા, સમાન હેતુઓવાળા ગણાવ્યા છે. આ પછી તેઓ જુદા સ્વરૂપના પ્રકાર વિષયક સામયિકો પ્રસિદ્ધ કરવાની વાત મૂકે છે. તેઓની ઝંખના છે કે આટઆટલા સામયિકોને બદલે માત્ર કવિતાનાં અને નાટકનાં છે તેમ એક ટૂંકીવાર્તાનું, એક સિદ્ધાંતવિવેચનનું, એક પ્રત્યક્ષ વિવેચનનું, સાહિત્યની વાત કરનારું, એક માત્ર ભારતીય સાહિત્ય વિશેનું, એક માત્ર અનુવાદ માટેનું, એક મધ્યકાલીન સાહિત્યને માટેનું, એક માત્ર સંશોધનને માટેનું તો વળી એક નાજુક-નમણી એકલી ગઝલને માટેનું સામયિક હોવું ઘટે. જોઈ શકાશે કે સાહિત્યિક સામયિકો માટેની આ એક આદર્શ સ્થિતિ છે પણ આપણે ત્યાં એકથી વધુ સામયિકો બેવડાયા કરતા હોય છે અને નિરૂપાય બની આપણે એને જોતા રહેવાના હોય છે કેમકે બધુ એની એ ગુણવત્તાવાળું હોવા છતાં એની એ રીતભાતમાં જ હોવાનું. લખનારો વર્ગ જ્યારે એનો એ જ હોય એમાંયે અર્થભર્યો પ્રગતિપ્રેરક ફર્ક ઊભો કરનાર તો ગણ્યાંગાંઠ્યા જ હોય ત્યારે મોટાભાગના તંત્રીઓ એમને નિરુદ્દેશે બેસી રહેલા કોઈ દુકાનદાર જેવા લાગે છે. તેમાં એ તંત્રીઓનો વાંક એટલો જ છે કે તેઓ બેસી રહ્યા છે. આમ કહીને એક ઉમદા તંત્રીનું હોવું એ સામ્પ્રતમાં બહુ વસમી વસ્તુ તરીકે તેઓ ઘટાવે છે, દુનિયાભરની સાહિત્યિક ગતિવિધિ સાથે નિરન્તર જોડાયેલા રહી પોતાની ભાષાના સઘળા સાહિત્યિક સંદર્ભોને જોનાર, તપાસનાર અને પ્રેરનાર તંત્રીકાર્ય, ગતિશીલ તંત્રીકાર્યની ઝંખના એમના લખાણમાંથી બહાર આવે છે, ‘શબ્દસૃષ્ટિ’ જેવા જનઅકાદમીના સામયિકનું સુકાન પશ્ચિમના અભ્યાસી અને કલાવાદી ગણાયેલા સુમન શાહને ઑક્ટો., ૧૯૮૩માં સોંપવામાં આવેલું. સને ૧૯૮૭માં એ છોડ્યું ત્યાં લગી એક સંપાદક લેખે વ્યાપક સ્વરૂપની સાહિત્યિકતાની ખોજ સંપાદકની કસોટી બની રહી હતી. નીવડેલા વિશિષ્ટ લેખકોને ગુમાવ્યાં વિના નવા લેખકોને શોધવા, કશા છોછ વિના એવા લેખકોને આવકારવા અને ધોરણોને ભોગે કશું ન કરવાના પુરુષાર્થથી ‘શબ્દસૃષ્ટિ’ની વાચકકેન્દ્રી છબિને એક ઘાટ મળ્યો. નવા સામયિકની રીતિનીતિ તંત્રીએ આકારવાની હોય ત્યારે એમાં પ્રમાદને, ઉદાસીનતાને અવકાશ નથી કેમકે એમ કરવાથી તો તંત્રી ખાલી તન્ત્રવાહક કે મુદ્રક બની રહે એમ તેઓએ સ્પષ્ટ માન્યું છે. તંત્રીના અપર્યાપ્ત સાહિત્યકલાજ્ઞાનને કારણે થતા નુકસાનોની તો ભાગ્યે જ કોઈને ખબર પડવાની. મુદ્રક સમાન તંત્રીનું સામયિક ગામ-ચોરો બની રહે. સામયિક વાચકો કે લેખકોનું ઘડતર કરવાને બદલે લેખકો-વાચકો એને ચલાવતા હોય એવું લાગવા માંડે. આવી સ્થિતિને ટાળવાના ઉપાય લેખે સામયિક શરૂ કરનાર કે સામયિક ચલાવનારા માટે એક મહત્વની વાત તેઓ ઉપસાવે છે કે નિષ્ઠાવાન તંત્રીનું સામયિક પરચુરણિયું ન હોઈ શકે. એ જુદું જ હોય. ‘શબ્દસૃષ્ટિ’ના ઘડતર અંગેની મથામણને સ્પષ્ટ કરતાં તેઓએ નોંધ્યું છે : ‘આજે તો બેથી વધુ સામયિક સરખેસરખાં લાગે છે. જાણે એમાં ય નકલખોરી ! એક સારા કુંભારની જેમ ‘શબ્દસૃષ્ટિ'ને મારે ટીપીટીપીને ઘડવાનું હતું. મારી પસંદગી પાછળની દૃષ્ટિ વરતાય એ રીતનો સામગ્રીનો મારે તોલ બાંધવાનો હતો. એને આકાર મળે એવી કાપકૂપ કરવાની હતી. એ પર પહેલ પડે એવાં વિભાજન- આયોજન કરવાનાં હતાં. ત્યારે પરમ્પરા અને પ્રયોગ વચ્ચે કાચી બુદ્ધિ ઠીકઠીક પ્રવર્તતી હતી. વગર સમજની હૂંસાતૂંસી, પ્રયોગખોર વાંઝિયા લખાણોથી અને સાથોસાથ અતિસામાન્યમાં રાચતી બજારુ કે લપટી અ-કલાથી ‘શબ્દસૃષ્ટિ'ને બચાવવાનું હતું. ટૂંકમાં ચાકડો પણ મારે જ રચવાનો હતો.' તંત્રી લેખે કેવી કેવી કામગીરીની અપેક્ષા રહે છે એ વાત અહીં ઉપસી આવી છે. લેખકો, વાચકો અને ખાસ તો રાઈનો પહાડ કરતા ઉગ્ર ચર્ચાપત્રીઓને કુશળતાથી સંભાળવા-સાચવવાના રહે. ઉત્તરોત્તર સામગ્રીના ભરાવા અને ન-ઉત્તમ ઘણી સામગ્રીના કંટાળાજનક વાચનની કસોટીમાંથી પસાર થવાનું રહે. મોહમ્મદ માંકડે તો મજાકિયા લહેકામાં તંત્રીને કહેલું કે : ‘આટલા વર્ષો ઉત્તમ ઉત્તમ જ વાંચ્યા કર્યું છે તે લો..! એ જથ્થાની વચ્ચેથી સાંગોપાંગ કૃતિઓ તારવવી અને એ રીતે ટોળાઓમાં પોતાના સામયિકને જુદું પાડવું, સામયિકનો એક વિશિષ્ટ ચહેરો ઘડવો એમાં સુકલ્પિત અને સુગઠિત નીતિરીતિના અમલને તેઓએ ચીંધ્યો છે. તંત્રી તરીકેના આ ત્રણ વર્ષના ગાળામાં તંત્રી લેખ લખવાનો એમને અપાર આનંદ આવ્યો છે. સમયપ્રસ્તુત અને દૃષ્ટિપૂત એવા આ તંત્રી લેખોમાં સમીક્ષાનો સૂર તીખો રહે એ અંગે પણ તંત્રીએ ખેવના રાખી છે. સાહિત્યિક સામયિકના તંત્રી લેખો ઉશ્કેરે એવા હોય, ખાંખતથી લખેલા હોય અને ડબલ સ્ટાન્ડર્ડ ધરાવતા ન હોય એની સતત કાળજી રાખવાનું પણ એમાં સૂચવાય છે. ‘શબ્દસૃષ્ટિ' માટે મેં મારી ઘણી રાતો પ્રેમથી ખરચી હતી. એને લીધે મારી કેટલીક રાતો બગડી પણ હતી. એમ કહેતા તંત્રીએ સામયિક સાથેના જીવંત નાતાને પ્રગટ કરી આપ્યો છે. સર્વસામાસિકતા અને વિશિષ્ટ તંત્રીય દૃષ્ટિથી ઘડાતા રહેલા સામયિકો પરખાઈ જતા હોય છે એમ કહી સામગ્રી સ્વીકાર નીતિરીતિ અનુસાર હોય તો પણ તંત્રીની વૈયક્તિક ગુંજાઈશ પર એમણે ખાસ્સો ભાર મૂક્યો છે. એ ઉપરાંત કોઈપણ સામયિક તંત્રીને મળેલા લેખકોના શક્તિ-સામર્થ્યનું વધારે તો દર્પણ હોય છે. જે તે સમયગાળાની સાહિત્યિક ગરજો અને આશા-અપેક્ષાઓનો વધારે તો દસ્તાવેજ હોય છે. સારુ સામયિક હંમેશા તંત્રી અને લેખકોના યોગ-સંયોગનું પરિણામ હોય છે આમ નોંધીને એમણે તંત્રીકાર્યની સાથોસાથ લેખકોનું પણ યોગ્ય સન્માન કર્યુ છે. (શબ્દસૃષ્ટિ, ઑક્ટો.-નવે., ૨૦૦૮) છાપામાં કોઈપણ કોલમ લખવાથી જેમ પત્રકાર થવાતું નથી એમ સાહિત્યનું કશું ચોપાનિયું કાઢયે સાહિત્યિક પત્રકાર પણ થઈ જવાતું નથી. એવો મત આગળ ધરીને એના વૈશિષ્ટ્યને તેઓ આપણી સામે મૂકે છે. સાહિત્યના દરેક સામયિકમાં તેનો તંત્રી શું લખે છે એ બાબત એમને અત્યંત મહત્વની જણાઈ છે. અવારનવાર તંત્રીને કશું કહેવા જોગું જણાય છે ખરું ? એ જ રીતે, સામયિકના વાચકોનો પ્રતિભાવ શો છે ? કશી તંદુરસ્ત પત્રચર્ચા કે ઊહાપોહ તંત્રી કે વાચકો જગવી શકે છે ખરા? તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે સાભાર સ્વીકાર અને સાહિત્યવૃત્ત જેવી માહિતીથી મોંઘાપાનાં ભરવાનું મુશ્કેલ નથી પણ દરેક સામયિકને એનો પોતાનો એક ચહેરો હોવો ઘટે છે. વ્યક્તિત્વ હોવું ઘટે છે. એ વડે એ ન્યૂઝ પ્રસરાવીને બેસી ન રહે, ન્યૂઝ પણ ઘડી શકે. આવી ઉપકારક દૃષ્ટમતિના આપણે ત્યાંના અભાવની તેઓએ આકરી ટીકા કરી છે અને આપણાં અનેક સામયિકોનાં પાછલા પાના ઈદમ્ તૃતીયમથી ખચિત, નગણ્ય હોવાનો રંજ પ્રગટ કર્યો છે. પોતાના ૩૫ વર્ષના ગાળામાં કરેલા સંપાદનો અને તંત્રીકાર્યથી સંતોષ-અસંતોષની બંને બાજુઓને તેઓએ પ્રગટ કરીને આટલા લાંબા સમયના તંત્રીકાર્યમાં કર્યું શું ? - આ પ્રશ્નનો તેમનો જવાબ છે – પસંદગી. જે સામગ્રી મળી, જે સામગ્રી માગી, સમ્પાદિત કરી તેમાંથી આવડી તેવી છતાં પોતીકી દૃષ્ટિના સાહિત્યહેતુઓ સિધ્ધ થાય એ રીતની પસંદગી કરી. આ પસંદગીના ધોરણમાં નીવડેલા સાહિત્યનાં ગ્રંથાકારે મળતા સંપાદનો પાછળના પસંદગી ધોરણો કડક હોવા જોઈએ એમ કહે છે જ્યારે તાજા સાહિત્યને રજૂ કરતાં સામયિકોના ઓછા કડક ધોરણો રાખવાની વાત કરીને તેઓ આપણને આશ્ચર્યમાં મૂકે છે. એ પાછળનો તર્ક રજૂ કરતા તેઓ કહે છે કે : ‘સરજાતું સાહિત્ય છે માટે ધોરણોને અભરાઈએ મેલવાની વાત નથી. નથી જ. પરન્તુ સામયિકનો દરેક અંક વર્તમાનને સુપરત થઈ ભૂતકાળને સમર્પિત થવાનો હોય છે વળી સાથોસાથ ‘વ્હોટ નેક્સ્ટ’ની દિશામાં તે તેના પસંદગીકારને સજ્જ થવા પણ કહેતો હોય છે. સામયિકો ભવિષ્ય તરફ મીટ માંડીને જ વર્તમાનમાં જીવી શકે છે. સમજુ તંત્રી એ છે કે નીવડેલાને વિશે અનુદાર રહે છે, નીવડેલા નીકળેલાને વિશે ઓછો અનુદાર રહે છે.' તેઓ અહીં નીવડવા નીકળેલા સાહિત્યને સહૃદયી મનોભાવથી જોવાની વાત કરે છે. વાચકો એ માટે સમભાવ દાખવે અને ચુકાદા આપી દેવાની ઉતાવળ ન કરે એ જરૂરી છે. વાચકનો ધર્મ તો પ્રકાશિત વસ્તુની સમીક્ષાપૂર્વકની ચર્ચા કરવાનો છે. એમાં સપાટી પરના આ ગમ્યું ને તે ના ગમ્યું જેવા પ્રતિભાવોને, ગાળાગાળીને સ્થાન નથી એ સ્પષ્ટ છે. ‘સાહિત્યિક સામયિક જો ગંભીરતાને વરેલું હોય, તો શું આપણા દેશમાં કે વિદેશમાં, ક્યારેય લે-વેચની વસ્તુ નથી હોતું. એ કમર્સિયલ એક્ટિવીટી નથી. એ તો એક સાંસ્કૃતિક પ્રવૃત્તિ છે. એમાં નફો કદી હોઈ શકે નહીં, ધ્યેય તરીકે તો નહીં જ, એમાં ખોટ હોઈ શકે અને ખર્ચ સમેતની સઘળી ૨કમ સરભર કરવાની જવાબદારી સાહિત્યકારોની હોય.’ આમ કહીને એમણે સામયિક એક જાતનું સહિયારું સાહસ છે એ વાતને દર્શાવી આપી છે. સામયિક કેવળ તંત્રીના વૈયક્તિક સાહસ પર ચાલતું ન હોય, કેવળ દાતાઓ, જાહેરખબર આપનારા પર નભી જતા સામયિકો હરહંમેશ માગીતાગીને પૂરું કરી શકે નહીં. સામયિકોમાં સર્જન- વિવેચન કરનારો સર્જક જ એ સામયિકને લવાજમ આપી ટકાવતો હોવો ઘટે. વાચક અને સર્જકની એમાં ભાગીદારી હોવી ઘટે. આપણા હયાત સાહિત્યિક સામયિકોના ગ્રાહકોને, એટલે કે લવાજમ ભરીને થયેલા વાચકોના આંકડાઓ શોભાસ્પદ છે ખરા ? એ તરફ તેઓએ લંબાણથી ચર્ચા કરી છે. દળીદળીને કુલડીવાળા આ ઘાટને એમણે અત્યંત ચિંત્ય સ્થિતિ ઘટાવી લેખકો-વાચકોના સહભાગ તરફ યોગ્ય રીતે જ ધ્યાન દોર્યું છે. ‘ખેવના’ના ટૂંકી વાર્તા અને એના પ્રતિભાવ વિશેષાંક (૯૫-૯૮, સપ્ટે.-ડિસે., ૨૦૦૭)માં પ્રગટ થયેલી વાર્તાકલા અને તંત્રીદૃષ્ટિના એકબાજુએ વખાણ થયા છે બીજી બાજુ કોઈએ સામા છેડે જઈ આજની ટૂંકી વાર્તા અને એની ભાષા જોઈને અરેરાટી ઉપજી હોવાની વાત નોંધી છે. કેટલાકે કૃતિ પસંદ કરવા બાબતે તંત્રી સામે જ પ્રશ્નો કર્યા છે ત્યારે તંત્રી તરીકેનું પોતાનું વલણ વાસ્તવદર્શી હોવાનું એમણે કહ્યું છે. ‘તંત્રી રૂપે હું મને જડ્જ નથી ગણતો પરંતુ સિક્યોરીટી ગાર્ડ સમજું છું. મારું કામ સૌને ભાવપૂર્વક આવકારવાનું છે. શંકા પડે ત્યાં આઇ.ડી. કે ઇન્વિટેશન કાર્ડ બતાવવા કહુ ખરો.' સામયિક અને સનાતન, સરજાતા જતા અને નીવડતા આવતા, સ્થિર અને દ્યુતિ જેવા ભેદોને તેઓએ સતત નજરમાં રાખ્યા છે એની વચ્ચે જ તંત્રીધર્મ વસે છે એમ કહી સર્જકતાને ભાવપૂર્વક આવકારતો સમુદાર તંત્રી કેવો હોવો ઘટે એનું દિશાદર્શન તેઓ આપે છે. સામયિકોની સમીક્ષા બાબતે લખેલા તંત્રીલેખમાં (જુઓઃ ચિંતા બરાબ૨, ઈલાજ ચિંતાજનક, ૮૧, માર્ચ, ૨૦૦૪, ૧-૪) સરજાતા સાહિત્યના સ્વરૂપને ઉચિત દૃષ્ટિમતિથી જોવા એ ચેતવે છે. સામયિકોને એમણે ઈસ્પિતાલ જેવા ગણાવ્યા છે અને એમાં જન્મતી સાહિત્યસામગ્રી નવજાત શિશુઓ જેવી કહી છે. સ્વાભાવિક રીતે બધા શિશુ સશક્ત અને સુંદર ન પણ હોય. એ બધા એમના લેખકો-જનકો વડે ભવિષ્યમાં ઘડાય, વિકસે, અળગા કરાય એમ ઘણું બધું બનવાની શક્યતા તેઓ જુએ છે. આ બધાને વિવેચકો, વાચકો, ભાવકો કેટલું વહાલ કરે છે એનો આખી વાતમાં ઉપકારક મહિમા છે. ચૂંટલા ભરવા, ઝપાટિયા મારવા, અંગૂઠા પકડાવવા વગેરેનો ય મહિમા નથી એમ નહીં, છતાં વસ્તુલક્ષી સામયિક સમીક્ષા વધારે કરણીય અને શોભનીય છે એમ કહી આખરે પામવાનું શું છે ? એ તરફ આંગળી ચીંધે છે. કલાના ધોરણોએ જે ત્યાજ્ય છે તેના વિશે મૌન ધરીને પણ સબળ વિવેચન થઈ શકે આમ કહી સાહિત્યજગતમાં જે ઉપેક્ષણીય છે એમને વિસારે પાડવાનું તેઓ કહે છે. પુસ્તક સમીક્ષાની નેસેસીટીનું જ આપણે ત્યાં જ્યારે ઠેકાણું નથી ત્યારે સામયિક સમીક્ષાને તેઓએ લક્ઝરી ગણી છે ને ઉભડક નહીં પણ ઊંડી સામયિક સમીક્ષાઓને એમણે ઝંખી છે. સામયિકોને કશું સમુચિત ન મળે તો નહીં છાપીને ય ઉપકાર કરાય આવો ગર્ભિત ટોણો માર્યા પછી નિસાસા રૂપે જે વાક્ય મળે છે તે આ છે કે – ‘પણ તેમ કરવા કોઈ તૈયાર નથી.’ તંત્રીઓએ કરવાના નકાર કે અસ્વીકાર જે ઘટતા ચાલ્યાં છે એ સ્થિતિને તેઓ યોગ્ય રીતે જ ચિંત્ય ગણે છે. કોઈપણ વ્યક્તિનું સામયિક કાઢી બેસવું, એ પીઢ છે કે નવોદિત છે એનો તોલ ન કરવો ને એ સૌને નસીબ પ્રમાણે લેખકો-વાચકોનું મળી રહેવું આ સ્થિતિમાં તેઓ કહે છે કે ‘સામયિક કાઢવાનો કોઈ ખાસ હેતુ નામનો ખૂંટો ઊખડી ગયો છે. લેખક પછીની મોટી ઑથોરિટી તંત્રી છે. લેખક જેટલો જ જવાબદાર ગણાય પણ એમાં નરી હળવાશ આવી ગઈ છે.' આ વિધાન દર્શાવે છે કે કૃતિઓ તેમજ સામયિકોના સબ ચલતા હૈ વાતાવરણને બદલે ઉચ્ચ ધોરણને તેઓએ સતત ઝંખ્યું છે ને એ ખેવનાની હંમેશા જિકર કર્યા કરી છે. આમ, સાંપ્રત સાહિત્યિક વાતાવરણના મરમી સંપાદકે સામયિકોની સ્થિતિથી માંડીને સામયિકોના અંતરંગ પાસા વિશે ઊંડાણથી વિચાર્યુ છે અને એમાં સાહિત્યિક સામયિકના એક તંત્રી તરીકેનો એમનો નિષ્ઠાપૂત અવાજ સંભળાય છે. જો કે મણિલાલ પટેલે ‘ખેવના’ની સામગ્રીના સંદર્ભે સુમન શાહના તંત્રીપણાની આકરી સમીક્ષા કરી છે. તેઓ કહે છે કે : ‘ખેવના'નો કવિતા વિભાગ ધ્યાનપાત્ર હતો. જો કે એમાં છંદોલય અને અભિવ્યક્તિની દૃષ્ટિએ નબળી રચનાઓ – તંત્રીના વિશેષ આગ્રહને કારણે આવતી રહેલી. કેટલાક ઉલ્લેખ પણ ન કરીએ એવા શિખાઉ લોકોની ગઝલગંધી તથા અન્ય કૃતક રચનાઓની સપાટતાને કારણે ‘ખેવના’ ટીકાને પાત્ર બનેલું. અને એમ ચર્ચાતુ રહેલું કે ‘ખેવના’ના તંત્રીને કવિતાનો કાન નથી ! ‘ખેવના’ના તંત્રવાહક રાજેન્દ્ર પટેલ સક્ષમ કવિ હોવા છતાં એની કવિતાનો પ્રવેશ ખૂબ મોડો થયો હતો. એ વાતની યાદ કરાવી ‘ખેવના’ના વાર્તા તેમજ અછાંદસ વિશેષાંકની નબળાઈઓ મણિલાલ ચીંધે છે. ‘ખેવના’ એ અન્ય કળાઓને સામે ચાલીને ખાસ આવકારી નથી આમ કહી તેઓ મુખપૃષ્ઠની એકવિધતા વિશે જે ટીકા કરે છે એ સાચી છે. (જુઓ : મણિલાલ હ. પટેલ, સાહિત્યિક સામયિકો-પરંપરા અને પ્રભાવ, સં.હસિત મહેતા, રન્નાદે, ૨૦૧૨) ‘ખેવના’ સર્વસ્વરૂપલક્ષી સામયિક રહ્યું છે. કવિતા, વાર્તા અને લલિત નિબંધો એમાં પ્રકાશિત થતા રહ્યા છે જેમાં કવિતા નહીં, મુખ્યત્વે તો વાર્તાઓનું પ્રકાશન, વાર્તાકારો અને વાર્તાઓના વિશેષાંકો ‘ખેવના’નું એક નોંધનીય પ્રદાન છે. કવિતાઓમાં લાભશંક૨ ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્રથી માંડીને રમણીક અગ્રાવત, મીરાં આસીફ જેવી એકાધિક પેઢીઓની કાવ્યરચનાઓ અહીં પ્રગટ થઈ છે. બહુ ઓછા કવિઓ એવા છે કે જેમની કેવળ એકાદ રચના છપાયા પછી તેઓ ‘ખેવના’માં દેખાયા ન હોય. અછાંદસ અને ગીત રચનાઓ પછી ગઝલરચનાઓનું પ્રભુત્વ વધતું ગયું છે પરંતુ સર્જકો પાસે કરાવેલા આસ્વાદો, નોંધપાત્ર રચનાઓના કાવ્યઆસ્વાદો દર્શાવે છે કે ‘ખેવના'ને સામાન્ય રચનાઓમાં રસ ન હતો. ‘ખેવના’માં કાવ્યસંગ્રહોની પણ નિયમિત સમીક્ષાઓ થતી રહી છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા કાવ્યસંગ્રહોની આવી નિર્ભીક સમીક્ષાઓ એનું ધ્યાનાર્હ પાસુ છે. ‘ખેવના’નો મૂળભૂત રસ વાર્તાસ્વરૂપ અંગેનો છે. દરેક અંકમાં બે કે બેથી વધુ વાર્તાઓ અહીં પ્રગટ થતી રહી હતી. ‘ખેવના’ના વાર્તાઅંકો અને વાર્તાકારના પ્રતિભાવો, સુરેશ જોષી સાહિત્યવિચાર ફોરમ શિબિર હેઠળ લખાયેલ વાર્તાઓના અહીં થયેલા પ્રકાશનો એ સ્વરૂપના રસને ઘૂંટે છે. નવનીત જાની, રાજેન્દ્ર પટેલ, નીતિન ત્રિવેદી, પરેશ નાયક, દીવાન ઠાકોર, દશરથ પરમાર જેવા વાર્તાકારોને ‘ખેવના’એ ઉમળકાથી સત્કાર્યા અને એ સર્જકોને મોકળાશભરી જગા આપી. પ્રાણજીવન મહેતાની ‘નવલશા હીરજીની આજકાલ' જેવી પ્રયોગશીલ રચનાઓની એક આખીયે શ્રેણી ‘ખેવના’માં પ્રગટ થઈ એ પાછળ પણ સંપાદકની વિશેષ રસરુચિ કારણરૂપ બની રહી છે. પુરુરાજ જોષીની ‘ઘાસ ઘાસ ઘાસ', મણિલાલ હ. પટેલની ‘પી.ટી.સી. થયેલી વહુ', મોહન પરમારની ‘ચૂવો, ‘ઘોડાર’ અને ‘વાવ’ જેવી રચનાઓ, વીનેશ અંતાણીની ‘ચીસ’ અને ‘પોપટ, અને હું’ જેવી વાર્તા, શિરીષ પંચાલની ‘આ ઝુબેદા, આ કલ્લોલ', ‘ગતિ-અવગતિ- ગતિ’ જેવી વાર્તા અહીં પ્રકાશિત થઈ છે. સુમન શાહની ‘ફટફટિયું’ ઉપરાંત લગભગ મોટાભાગની વાર્તાઓ અહીં પ્રગટ થઈ છે. ૧૪ જેટલી આ વાર્તાઓએ વાર્તાકાર તરીકેની એમની ઓળખને સ્થાપિત કરી. અન્ય વાર્તાકારોની વાર્તાઓ અંગેની આસ્વાદલક્ષી તંત્રીનોંધ, ‘ટૂંકી વાર્તાની ભાષા' જેવા લેખો વડે સંપાદક સાંપ્રત વાર્તાકારોને દિશાસૂચન આપતા ગયા છે. હિમાંશી શેલત, યોગેશ જોષી, રમેશ ર. દવે જેવા અનેક ખ્યાત વાર્તાકારોની વાર્તાઓ સમયાંતરે મૂકી આપીને આ સ્વરૂપની સતત સમીક્ષા કરી છે. અહીં વાર્તાના અનુવાદો અધિક સંખ્યામાં મળતા નથી. એનું કારણ પણ આજની સરજાતી ગુજરાતી વાર્તાના વહેણ અને વલણને પકડવાનું રહ્યું છે. ડોનાલ્ડ બાર્થેલ્મ, આલ્બેર કામૂ જેવા સર્જકોની વાર્તાઓના જે અનુવાદો અહીં પ્રાપ્ત થયા છે એના અનુવાદક ખુદ સંપાદક છે. વાર્તાપ્રતિભાવ અંકમાં (સપ્ટે.-ડિસે.,૨૦૦૭) સંપાદકે તમામ વાર્તાઓ અંગે આસ્વાદલક્ષી નોંધ આપવાનું વલણ દાખવ્યું છે. અહીં અન્ય આસ્વાદકોનો પણ લાભ મેળવવા જેવો હતો એમ લાગે છે. કાવ્યઆસ્વાદોમાં જેમ રાજેન્દ્ર શાહના કાવ્યો વિશે એકાધિક સર્જકો પાસેથી આસ્વાદો મેળવવાનું સાહસ સંપાદકે કર્યું છે એજ રીતે સુરેશ જોષીની ‘થીંગડું‘ વાર્તાના સંદર્ભમાં સર્જકોની આસ્વાદશ્રેણી રચીને આપણી ભાષાની એક ખ્યાત વાર્તા અંગેનો વિમર્શ થયો છે. જે વાર્તા-પ્રતિભાવ અંકમાં પણ થવો જોઈતો હતો. વાર્તા કે વાર્તાઆસ્વાદો ઉપરાંત તાજેતરમાં પ્રકાશિત વાર્તાસંગ્રહોની સમીક્ષાઓ, નવલકથાના અંશો, નવલકથા સમીક્ષાઓ, નાટ્યસંગ્રહ કે સ્વતંત્ર નાટ્ય સમીક્ષાઓ, નિબંધ અને નિબંધ આસ્વાદ, નિબંધસંગ્રહની સમીક્ષાઓ ‘ખેવના'માં સમયાંતરે પ્રકાશિત થયા કરી છે. અહીં સમીક્ષિત કેટલીયે એવી કૃતિઓ છે જે આપણા સાહિત્યમાં નીવડી આવી હોય. જેમકે કિશોર જાદવની ‘રિક્તરાગ' નવલકથાની ત્રણ સમીક્ષાઓ અહીં જુદાજુદા અભ્યાસીઓ પાસેથી જુદાજુદા અંકે પ્રાપ્ત થતી રહી છે. એક જ કૃતિને આ રીતિએ તપાસવામાં ને એકથી વધુ અભિપ્રાય મેળવી તંદુરસ્ત વાદ-વિવાદમાં ‘ખેવના’એ ભારે રસ દાખવ્યો છે. ‘વળામણાં’ (પન્નાલાલ પટેલ)ની ભરત મહેતા લિખિત સમીક્ષા, ‘પશુપતિ’ (સતીશ વ્યાસ)ની પરેશ નાયકે કરેલી સમીક્ષા કે ભોળાભાઈ પટેલના નિબંધસંગ્રહ ‘દેવોની ઘાટી’ની મણિલાલ હ.પટેલે કરેલી સમીક્ષા દર્શાવે છે કે ‘ખેવના’એ સાહિત્યની વિશિષ્ટ કૃતિઓને સમીક્ષાના દાયરામાં લીધી છે અને એ રીતે સમીક્ષાના અંગને ખોડંગાતુ રાખવાને બદલે સતત વહેતું રાખ્યું છે. સાહિત્યકારોના કેવળ જીવનને કે એમની સિધ્ધિઓને વર્ણવતા વિગતલક્ષી ચરિત્રોને બદલે ‘ખેવના’એ પ્રગટ કરેલા ચરિત્ર અભ્યાસો, ખાસ કરીને પરદેશી સર્જકોની ‘ગ્રંથકાર પરિચય શ્રેણી' અહીં ધ્યાન ખેંચે છે. સંપાદકે અહીં વિશ્વવિખ્યાત સર્જકોનો વિશદ્ પરિચય આપીને એ સર્જકચરિત્રોના વિશેષને ચીંધી આપ્યા. આલ્બેર કામૂ, એસ્કિલિસ, દેરીદા, પોલ વાલેરી, બોદલેર, યુરિપિડિસ, રામ્બો, સુસાન સોન્ટાગ અને સોફોકિલસ જેવા સર્જકોની પ્રતિભાનું મૂલ્યાંકન અહીં મળે છે. ગુજરાતી ભાષાના સર્જક ચરિત્ર અભ્યાસો પણ જે-તે પ્રતિભાઓના વિશેષને ખોલી આપનારા છે. ‘ખેવના’નો આરંભ ૧૯૮૭થી થયો હતો. ખાખી રંગના પૂંઠા અને સાવ સામાન્ય જણાતી છપાઈથી તે કોઈ માંદલા સામિયક જેવું લાગતું હતું. કવિ સુન્દરમે એમના પ્રથમ અંકને જોઈ બહુ ઉત્સાહપ્રેરક વાત કરી નથી. તેઓ નોંધે છે : ‘ખેવના થોડું થોડું જોયું. તમે પૂરતી મહેનત કરી છે. વધુ મહેનત માગશે. જુઓ ભાવ. કેવું બને છે ? ખેવનાનું મુદ્રણ ઝાંખુ છે. પ્રેસ કયું છે ? અંદરનો મિર્ચમસાલો સારો છે.' સુન્દરમે પહેલા જ અંકને થોડોથોડો જોઈને પણ મુદ્રણની બાબતે જે ટકોર કરી છે એ કેટલી સૂચક છે ! ‘ખેવના’નો બીજો તબક્કો જ વધુ ધ્યાનાર્હ બન્યો. ૨૦૦૦ની સાલમાં ‘ખેવના’ પાર્શ્વ પ્રકાશનનું હાઉસ મેગેઝિનનું રૂપ ત્યજીને ‘ટ્રસ્ટ ખેવના'નું સ્વતંત્ર સામયિક બન્યું. ડબલ ક્રાઉન સાઇઝમાં નવી સામગ્રી સમાવવાની અનુકૂળ સ્થિતિ સરજાઈ. ‘ખેવના' હવે માંદલું ન રહ્યું. ‘ખેવના’માં પ્રકાશિત સિદ્ધાંતચર્ચાઓ, કૃતિ અને સર્જકોની ચર્ચા કરતા લેખો, પ્રવાહદર્શનના લેખો, દેરિદા વિશેની સુમન શાહની અને ‘દિગ્ભેદ’ જેવી ચન્દ્રકાન્ત ટોપીવાળાની લેખમાળા, સર્જક-વિવેચકના કામની સમીક્ષા કરતી મણિલાલ હ. પટેલની લેખશ્રેણી, યુરોપીય, ભારતીય અને ગુજરાતી ભાષાની કૃતિઓ અને સર્જકો વિશેના અભ્યાસલેખો સતત પ્રકાશિત થયા છે. મધ્યકાલીન સાહિત્ય, બાળસાહિત્ય, સમૂહમાધ્યમો અને સાંપ્રત સાહિત્યપ્રવાહોને પ્રગટ કરતી સમીક્ષાઓ ‘ખેવના'ને એક ગંભીર સ્વરૂપના સામયિક તરીકે સ્થાપી આપે છે. દરેક અંકે બેથી ત્રણ લેખોના પ્રકાશન દ્વારા ખેવનાએ અભ્યાસ સામયિક તરીકેની ઓળખને દૃઢ કરી હતી. નવે-ડિસે.૧૯૯૭ના અંકમાં થયેલી જાહેરાત મુજબ તંત્રીના વિદેશગમનને કારણે ‘ખેવના’નું હવે પછીના અંકોનું પ્રકાશન ઑગસ્ટ-૧૯૯૮થી થવાની ગ્રાહકોને વિનંતી કરવામાં આવી હતી. તંત્રીના પ્રવાસને લીધે આઠેક માસ સુધી સામયિકનું પ્રકાશન મુલતવી રહે એવો આ બનાવ સાંપ્રતમાં નોખો તરી આવે છે જો કે એ પછી કેટલાક વર્ષો બાદ ફરી વિદેશ પ્રવાસે જવાનું થતા વ્યવસ્થાપક રાજેન્દ્ર પટેલ ‘ખેવના’ની જવાબદારી લે છે પણ મુદ્રણની બાબતે ત્યાં બેઠાં બેઠાં તંત્રીને ક્ષમા માગવાનો વખત આવે છે સામયિક ઈતિહાસમાં એકને બદલે બીજા જવાબદાર વ્યક્તિએ સામયિક વ્યવસ્થાનો ભાર પોતાના માથે લીધો હોય એવા ઘણા ઉદાહરણો આપણી સામે છે. જાણીતું ઉદાહરણ ‘વસંત’નું છે. આનંદશંકરને બનારસ જવાનું થતાં બાર વર્ષ જેટલા લાંબા ગાળા સુધી એનું સંપાદન રમણભાઈ નીલકંઠે સંભાળેલું. ‘ખેવના’થી દૂર રહેવાનું થતાં એના અંક ૯૫-૯૮ (સપ્ટે.- ડિસે., ૨૦૦૭)માં મુદ્રણ અને છપાઈની અપાર ભૂલો તંત્રીને અકળાવનારી બની રહી હતી એ નોંધ જુઓ : મેં યૂરોપ અમેરિકાથી મોક્લેલી તંત્રીનોંધોના પ્રૂફ જે રીડરે જોયા હશે એણે જોયાં જ છે. વાંચ્યાં નથી, મને કહેતા બહુ દુઃખ થાય છે કે એમાં અઢળક ભૂલો છે. -અ-ઢ-ળ-ક. લગભગ દરેક લીટીમાં છે એમ કહું તો બરાબર કહ્યું ગણાય. બીજી રીતે કહું કે ‘ભૂલસુધા૨' મૂકતા પણ શરમ આવે એટલું બધુ વરવું છે. ટ્રસ્ટ ખેવના પૈસાદાર હોત તો હું આખો અન્ક ફરી છપાવત.’ આખાયે અંકમાં પ્રવર્તતી જોડણીની, લેઆઉટની અને પુનર્મુદ્રણ બાબતની બેદરકારીથી ત્રસ્ત તંત્રીનો ઉદ્ગાર છે કે : ‘મારી કશીપણ મહેનતની એ લોકોને જાણે કશી કિમ્મત જ નથી ! આ નિરાશા અંકરૂપી સન્તાનને માટેની એમણે ગણાવી છે એમાં એમનો સામયિકપ્રેમ કેવો પ્રગટ થઈ જાય છે ! માર્ચ, ૧૯૯૯થી ‘ખેવના’ની કાયાપલટ થઈ. એ ડિમાઇ સાઇઝમાં પ્રકાશિત થતું હતું એને બદલે ડબલક્રાઉનમાં પ્રકાશિત થવા લાગ્યું. એના મુખપૃષ્ઠ પર ચિત્રો, સર્જકોની તસવીરો અને સૂચક અવતરણોથી એ શોભવા લાગ્યું. સુમન શાહના લખાણોથી જ સંપૂર્ણ થઈ જતા અંકોમાં હવે કેટલાયે નવા અભ્યાસીઓને તંત્રીએ અહીં પ્રવેશ કરાવ્યો છે. સાવ નવા નામોને પણ અહીં તંત્રીએ સત્કાર્યા છે ને એમની રચનાઓને પ્રમાણી છે. સમૃદ્ધ અભ્યાસ લેખો, સર્જનાત્મક સામગ્રીમાં આવેલા આ પરિવર્તનને કારણે રામચન્દ્ર પટેલ એને જસતની થાળી સમું કહે છે. સાહિત્યિક સામયિક તરીકેની એની છબિ આ નવા રૂપરંગને કારણે સૌના ધ્યાનમાં આવી. સાહિત્ય પરિષદ, સાહિત્ય અકાદમી જેવી સંસ્થાઓ, વિવેચનની સાંપ્રત નિદ્રાધીન સ્થિતિ, વાંઝણી ફરિયાદો, આતંકવાદ જેવા સંપાદકીય મુદ્દાઓમાં અનેક પ્રતિભાવકોને એમણે જોડ્યા અને એમની પ્રતિક્રિયાઓને પણ સ્થાન આપ્યું. કેવળ સાહિત્યિક જ નહીં પણ એક સમૃધ્ધ વિચાર-ચર્ચારસિક સામયિક તરીકેની ઓળખ ઊભી કરવાની મથામણ કરી. આવા ધારદાર મુદ્દાઓ અંકોમાં ઝિલાયા, પરંતુ આવા વિવાદોને સતત ચીંધવાનું ને એનો ચર્ચાચોતરો ઘડવાનું અહીં બની શક્યું નહીં, કેટલીક વાર સ્વસ્થાપનાના આવેશમાં તંત્રીથી વિવેક ચૂકાયો હોય એમ પણ બન્યું છે. ‘નિદ્રાધીન અને નિર્દોષ વિવેચનાના દિવસોમાં’ના પ્રતિભાવરૂપે ‘પ્રત્યક્ષ’માં પ્રગટ થયેલી ભરત મહેતાની ચર્ચાથી ઉશ્કેરાઈ તંત્રીએ એક અંકમાં (૫૪ નવે., ડિસે., ૧૯૯૬) ૨૯ પૃષ્ઠોનો જવાબ આપ્યો છે ! મૌન રહેવું એ જવાબ આપવા બરાબર છે એમ માનનાર તંત્રી અહીં એ સૂત્રને વિસરી ગયા છે. આવા ઉદાહરણથી તો સામ્પ્રત વિભાગની શ્રધ્ધેયતા સામે પ્રશ્નો ઊભા થાય. ‘સુવર્ણમાળા’ અને ‘વસંત’માં આનંદશંકર ધ્રુવ અને નરસિંહરાવ દિવેટિયા વચ્ચે ચગેલી ઉગ્રચર્ચાને જોઈને એક વાચકના પત્ર સાથે ‘સાહિત્ય’ના તંત્રીએ લખેલી નોંધ અહીં યાદ કરવી જોઈએ. તંત્રીએ નોંધ્યું છે કે : આપણા સમર્થ પંડિતો આવી ચર્ચાઓમાં વખત ગાળે એના કરતાં કળા અને સાહિત્યનાં ગૂઢ તત્ત્વો સમજાવનારા સુંદર લેખો લખવામાં કાળ વ્યતીત કરે તો કેવું સારું ? (અંક : ૧, ૧૯૨૭) સામયિકમાં પ્રગટ થયેલી સામગ્રીના વિશેષોને દર્શાવી આપતો, એમની મર્યાદાઓને ચીંધી આપનારો ‘આ અંકની તન્ત્રીનોંધ' જેવો વિભાગ આ સામયિકને અન્યથી જુદું પાડે છે. જોકે એનું ખાસ સાતત્ય રહ્યું નથી પણ આવી તંત્રીનોંધથી સરેરાશ વાચકો કૃતિના વાચનનો તાળો મેળવતા રહેતા. સર્જનાત્મક સામગ્રી પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને કૃતિની રચનાગત વિશેષતાઓને તેઓ અહીં ચીંધી આપતા હતા એટલે કે પ્રકાશિત સામગ્રી પર તંત્રીની એક જુદા જ અર્થમાં નજર રહેતી હતી ને એમ કૃતિઓ સમીક્ષાતી હતી. કિશારે જાદવે આ અંગે પ્રતિભાવ આપતા કહ્યું છે : ‘તંત્રીની પ્રાસ્તાવિક પ્રસાદી તો ખરી જ પણ હવે તેમાં afterwords તરીકે વિશેષરૂપે તંત્રીનોંધ ઉમેરાઈ છે ત્યાં તમારી ધારદાર અને તેજસ્વી કલમનો પરિચય કોઈપણ સુજ્ઞ જનને થયા વિના રહેશે નહીં.’ (૬૨, જૂન, ૧૯૯૯) આસ્વાદલક્ષી બે-ચાર પંક્તિઓમાં સર્જનના વિશેષને ને એમાં રહેલી શક્યતાઓને તેઓ અહીં ઉઘાડી આપતા હોઈ સર્જકોને પણ પોતાના લખાણ માટે તંત્રીએ કેવો રિમાર્ક માર્યો છે એની જિજ્ઞાસા ચોક્કસ રહેતી હશે. ‘ખેવના’ના આરંભથી તંત્રીના સક્રિયતાસભર લખાણોનો પરિચય મળે છે. રાધેશ્યામ શર્મા યોગ્ય જ કહે છે કે : ‘સુવિખ્યાત વિવેચક અને સંપ્રતિષ્ઠ વાર્તાકાર સુમન શાહ ‘ખેવના’ નામના સામયિકના ખંતખાંખતથી ઊભરાતા તંત્રી પણ છે. આધુનિકતાના પ્રખર આચાર્ય સુરેશ હ. જોષી પણ અગ્રતાક્રમે વિવેચક, વાર્તાકાર અને વિવિધ સામયિકોના તંત્રી હતા-સુમનભાઈની માફક. હા, સુમન શાહની માફક કેમકે સ્વ. સુરેશભાઈના માફકના માર્ગે સુમન વિધાયક રીતે-ભાતે ચાલ્યા છે ! સુરેશ જોષીએ એલાર્મ-બેલ જેવા ‘ઊહાપોહ’ ઊભા કરી અદ્યતન સાહિત્યવિચાર-વિવેચનની ‘ક્ષિતિજ’ ચીંધી તો સુમને એ પ્રશસ્ય પરંપરાને પ્ર-ગતિ અર્પી. સમગ્ર સાહિત્યદૃશ્યને સાંકળી કલાતત્વના જતનની ચાનકપૂર્વક ખેવના-કાળજી રાખી' અહીં તંત્રીલેખ, અભ્યાસલેખો, લેખશ્રેણી અને સર્જનાત્મક સ્વરૂપોમાં સૌથી વધુ લખાણો તંત્રીના ખુદના છે ને ક્યારેક તો તંત્રીઅંક થઈ શકે એટલા લખાણો એમણે અહીં ઠાલવ્યા છે. અંકોમાં આ લખાણોનો દાબ જોઈ નીતિન મહેતાએ એક પ્રતિભાવમાં લખ્યું છે : ‘તારા પર જો કે સારો એવો લખાણનો ભાર રહે છે.’ લખાણોના આ દાબને કારણે તંત્રીએ કેટલાક અંકોમાં વિભાવસમજ, ગ્રંથકાર પરિચય શ્રેણીઓમાં અન્ય અભ્યાસીઓને લખવાનું ઈજન આપ્યા કર્યું છે પણ આપણે ત્યાં હંમેશાં બને છે એમ એનો કોઈ પ્રોત્સાહક જવાબ તંત્રીને સાંપડ્યો લાગતો નથી. ગુજરાતી અધ્યાપકો અને જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને માટે વિભાવસમજની એક આખીયે શ્રેણી સંપાદકે જાતે લખી છે ને એમાં આપણી પારિભાષિક સંજ્ઞાઓ વિશેની સમજને ચોખ્ખી કરવાનો આશય છે. અર્થઘટન, કલાનુભવ, અર્થબોધ, અભિવ્યક્તિ, આત્મલક્ષી અને પરલક્ષી, પ્રભાવદોષ અને આશયદોષ જેવા અનેકવિધ વિભાવ વિશે અહીં ચર્ચા મળે છે. સુરેશ જોષીના સામયિકો ‘વાણી’ અને ‘મનીષા'માં સંસ્કૃત અને ગુજરાતી સાહિત્યની સંજ્ઞાઓને ચર્ચા પર લાવવાનો જે ઉદ્યમ થયેલો છે એની એ યાદ અપાવે છે. ‘ખેવના’ના તંત્રીલેખો આ સમયગાળામાં લખાયેલા લેખોમાં ખૂબ નોંધપાત્ર છે. આ લેખોમાં સોઈ ઝાટકીને લખનારા સંપાદકે સાહિત્યની નિસબતને જ હંમેશ આગળ કરી છે ને એમાં ગુજરાતી સાહિત્યના સાંપ્રત પ્રશ્નોની ધારદાર અને માર્મિક ચર્ચા થઈ છે. ગુજરાતી સાહિત્ય અકાદમીએ શું કરવું બાકી રહે છે એ માટે એમણે નામ પાડીને સૂચવ્યું છે. પરિષદના પ્રાણપ્રશ્નોને પણ મોકળા દિલથી ચર્ચ્યા છે. રાજેન્દ્ર શાહના જ્ઞાનપીઠ પારિતોષિક પછી સમૂહમાધ્યમોએ લીધેલી એમની મુલાકાતના કેટલાક વિધાનોને વળ ચઢાવવામાં આવ્યા. જવાબદાર સમૂહમાધ્યમોની નકારાત્મક ભૂમિકા અને આપણી નિષ્ક્રિયતાને આડે હાથ લઈ તંત્રીએ કવિની સર્જકતાનું બહુમાન કર્યું છે. સાંપ્રત સાહિત્ય સંદર્ભના, અધ્યયનના તેમ સાહિત્ય વલણોના તબક્કાવાર મુદ્દાઓ કરીને એકપણ વિગતને અહીં એમણે, પોતાની નજર બહાર જવા દીધી નથી. ‘કેમનું છે આજકાલ ગુજરાતી સાહિત્યમાં ?' જેવા લેખમાં સંપાદકે આકરી વાણીમાં કામ લીધું છે. સાંપ્રતમાં પ્રવર્તતી ખિન્નતા અને ઉદાસી જુદાજુદા સાહિત્યજૂથોને કારણે છે. એ જૂથની સંકીર્ણતાને સંપાદક ઉલ્લંઘી જવા કહે છે. સાહિત્યના મૂળભૂત પ્રશ્નોને ચર્ચવાની તત્પરતા અને સામયિકના ધ્યેયમંત્ર સાહિત્યપદાર્થની ખેવનાને પ્રત્યક્ષ કરતા આ લેખો ‘ખેવના’નું અત્યંત મહત્ત્વનું અંગ રહ્યું છે. સમયસરની આ વિશદ્ પરિચર્ચામાં નિષ્પક્ષપણે, અન્ય સાહિત્યકારોને સંડોવતી આવી ચર્ચાઓ એક સમયે ખૂબ ધ્યાનપાત્ર બની હતી. ‘નિર્દોષ નિદ્રાધીન વિવેચનાના દિવસોમાં' જેવા લેખો એનું ઉદાહરણ છે. નિંદાત્મક અને ખંડનાત્મક નહીં, પણ સર્જક અને સર્જકતા સંલગ્ન આ લેખો આજે પણ એટલા જ વિચારણીય જણાય છે. જો કે નરોત્તમ પલાણે ‘ખેવના’ના તંત્રીલેખોને નિષ્પ્રાણ અને લાંબા હોવાથી કંટાળાજનક લેખાવ્યા છે, (જુઓઃ એક અધ્યાપકની ડાયરી, ગૂર્જર, ૨૦૦૯, પૃ. ૪૬) તો બીજી બાજુએ લખવામાં સૌથી પ્રિય તંત્રીલેખોને આગળ કરી જરૂરિયાત મુજબના જ પોતે લખાણ કરતા હોવાનો તંત્રીએ દાવો કર્યો છે. નવા રંગરૂપથી પ્રસિધ્ધ થયેલા ‘ખેવના’એ વર્ષાન્તે લેખકોને પુરસ્કારનું ચલણ દાખલ કરેલું. ગ્રાહકોની વાર્ષિક લવાજમની પદ્ધતિમાંથી છૂટકારો મેળવવા આજીવન ગ્રાહકોની યોજનાઓ અને એમાંયે હપ્તાપદ્ધતિની સગવડ તંત્રીએ આપેલી. માત્ર એક જ વર્ષમાં ૧૦૦થી વધારે આજીવન ગ્રાહકો સાંપડતા તંત્રીનો ઉત્સાહ બેવડાયો હશે એ નિઃશંક છે પણ ‘ખેવના’ને વધૂ મૂલ્યવાન, દળદાર બનાવવાની તંત્રી વિનંતીઓ દર્શાવે છે કે અન્ય સામયિકોની જેમ ‘ખેવના’ પણ આર્થિક સંકડામણ અનુભવતું હતું. આરંભે જ આ સામયિક કરકસરથી ચાલનારું સામયિક છે એમ દરેક અંકે કહેવાયું છે અને એના રંગરૂપ આરંભના ‘એતદ્’ની માફક અત્યંત સાદા હતા. કાયાપલટ પછી માર્ચ-૨૦૦૭માં એ ઘણા સમયથી ખોટમાં ચાલતું હોવાની નોંધ છે. એ માટે ‘ખેવના’ના ચાહકો–ગ્રાહકોને આર્થિક સહાય માટે વિનંતી કરવામાં આવી છે એ દર્શાવે છે કે સાહિત્યિક સામયિક લેખે એમને વાચકોનો ઝાઝો સહકાર મળ્યો નથી. વાર્તા પ્રતિભાવના (સપ્ટે.,-ડિસે., ૨૦૦૭) ૨૬૦ પૃષ્ઠોના અંકને વ્યવસ્થાપકે બે અંકો ગણાવેલા. તંત્રીએ એને ચાર અંકો ગણવાનો આગ્રહ કર્યો છે. તંત્રી આ હિસાબ એટલે ગણાવે છે કે આપણે નાણાંભીડમાં તો ક્યારના છીએ ને આમ દીવાળી કરી બેઠા...! તંત્રીએ ‘ખેવના’ને બંધ કરવાના એવા કોઈ ચોક્કસ કારણો અંતિમ અંકે રજૂ કર્યા નથી. પણ વારંવારના વિદેશપ્રવાસ, લાંબાસમય સુધી સામયિકને ચલાવવાનો થાક, વાચકોની ઉદાસીનવૃત્તિ જેવા એકથી વધારે કારણોએ એમાં ભાગ ભજવ્યો હશે. સંપાદનમાં મણિલાલ હ, પટેલ અને રાજેન્દ્ર પટેલ જેવા મિત્રોના સહકારથી ‘ખેવના'ના પાછલા અંકો ખૂબ યાદગાર બન્યા. એક સામયિક વીસ વર્ષ જેટલું ચાલે, એમના સો જેટલા અંકો પ્રગટ થાય એ તો બરાબર, પણ, એમાં પ્રકાશિત સામગ્રીનું મૂલ્ય કેટલું ? એ તપાસીએ ત્યારે ‘ખેવના’એ આપેલા સંતોષકારક હિસાબ આપણા સ્મરણમાં રહેવો જોઈએ. એક આધુનિક સર્જક, વિવેચકે ચલાવેલી સામયિક પ્રવૃત્તિ એ રીતે ધ્યાનાર્હ બની રહે છે. વાચકોએ પ્રગટ કરેલી આ સામયિકની અનિવાર્યતા ‘ખેવના’ના ઘણા અંકોમાં જોવા મળે છે. એમાંનો એક પ્રતિભાવ અહી પૂરતો છે. સાહિત્યિક સામયિકના એક નિયમિત વાચક અને નિયમિત પ્રતિભાવક બાબુલાલ ગોરે લખ્યું છે : ‘ખેવનાનો કોઈપણ તાજો અંક હાથમાં આવે તો આનંદનો મહાસાગર મનમાં ઉમટી પડે. હાશ ! હવે કંઈક નવું-એબ્સર્ડ વાચવા, જાણવા મળશે. અને એ આનંદ-ઓઘ દ્વિગુણિત ત્યારે થાય જ્યારે ‘ખેવના'ના તાજા આવેલા અંકના પૃષ્ઠો એક પછી એક ઉથલાવવા માંડુ. હું તો મને એટલા માટે ખુશનસીબ માનું છું કે ‘ખેવના’, ‘પ્રત્યક્ષ’ અને ‘ગદ્યપર્વ’ જેવા સામયિકો ગુજરાતી સાહિત્યજગતમાં અસ્તિત્વ ધરાવે છે. (ખેવના, ૮૩, સપ્ટે:, ૨૦૦૪)