અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/અઢળક ઢળિયો રે શામળિયો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો! {{space}}ખુલ્લાં ખાલીખમ...")
(No difference)

Revision as of 07:58, 28 June 2021

ચપટી તાંદુલ વેર્યા ત્યાં તો મબલખ મોલે લળિયો!
         ખુલ્લાં ખાલીખમ ખેતર તે
                  આજ ઝૂમતાં ડૂંડે,
         લુખ્ખી જે લયહીન હવા તે
                  ગુંજન કરતી હૂડે,
જર્જર શુષ્ક ધરાને ફરીથી જોબન-અવસર મળિયો!
         ઊંચે આભ નીચે જલથલમાં
                  આ તે કશી નવાઈ,
         જ્યાં જ્યાં નજર ફરે તે સઘળું
                  સાવ ગયું પલટાઈ,
ભેંકાર હતો જે ભૂત હુંય તે દેવલોકમાં ભળિયો!

(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧૦)