અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હસમુખ પાઠક/ઠાકોરજી - મા: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> એક વાર માએ કહ્યું: (મા મારી ગુરુ) આ ઠાકોરજી સામે જો! આ ઠાકોરજી તો પ...") |
(No difference)
|
Revision as of 08:14, 28 June 2021
એક વાર માએ કહ્યું:
(મા મારી ગુરુ)
આ ઠાકોરજી સામે જો!
આ ઠાકોરજી તો પથ્થર છે.
એ ઠાકોરજી કેવી રીતે? — મેં પૂછ્યું.
જે તારી અંદર છે, તે જ
અહીં બહાર સર્વત્ર બિરાજે છે.
અંદર જો, બહાર જો!
તે કેવી રીતે
મારી સામે જોતો હોય એમ જો!
મેં ઠાકોરજી સામે જોયું, મા સામે જોયું.
માના શબ્દથી
ઠાકોરજી મા થયા.
(જાગરણ—પાછલી ખટઘડી, પૃ. ૮)