ચાંદનીના હંસ/૧૧ પથ્થર તળિયે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પથ્થરતળિયે...|}} <poem> પથ્થરતળિયે ઊછળ્યા આજે સમદર સાતે સાત કહોને પથ્થરને કોણ તોડે? લચકો થઈને ફૂટી જતા વડટેટા જેવાં ખરે જાય છે શમણાં તિરાડને તટ દિવસ ઊગતો જાણે એ તો બહુ મોટી છે ભ્ર...")
(No difference)

Revision as of 16:26, 14 February 2023


પથ્થરતળિયે...

પથ્થરતળિયે ઊછળ્યા આજે સમદર સાતે સાત કહોને પથ્થરને કોણ તોડે?

લચકો થઈને ફૂટી જતા વડટેટા જેવાં ખરે જાય છે શમણાં
તિરાડને તટ દિવસ ઊગતો જાણે એ તો બહુ મોટી છે ભ્રમણા
કુમળી તોયે વૃક્ષ પરથી તૂટી જાય જે ડાળ કહોને કોણ વૃક્ષ પર જોડે?

પથ્થરતળિયે ઊછળ્યા આજે સમદર સાતે સાત કહોને પથ્થરને કોણ તોડે?

મૃગજળમાં તરતાં ખૂપી ગઈ, હોડી થઈને આંખો
પાંપણ ફરકે એય તે લાગે બાજ તણી બે પાંખો
રાતપંખીના ફફડાટોના પડછાયાની પાછળ પાછળ ભૂરા શ્વાસ જૈ દોડે

પથ્થરતળિયે ઊછળ્યા આજે સમદર સાતે સાત કહોને પથ્થરને કોણ તોડે?

એપ્રિલ – મે ’૭૪