અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બકુલ રાવલ/માય ના ઉમંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું {{space}}ને અવનિ તો અંગ અંગ મહેકી મનના...")
(No difference)

Revision as of 08:19, 28 June 2021

આખુંય આભ મારી આંખોમાં ઊતર્યું
         ને અવનિ તો અંગ અંગ મહેકી
મનના મરગલાનો માય ના ઉમંગ
         મારી લાગણીઓ જાય આજ લહેકી

પાંપણમાં ડોકાયા તારલિયા એમ ખૂલી
         સૂરજ ચંદરની બારી
સંધ્યાના રંગ મારી કીકીમાં ઝૂક્યા
         ને રાતડીએ માયા વિસ્તારી
સપનાંની દુનિયાયે જાગી અંગડાઈ લઈ એવી કે
         મારી ચેતનાઓ જાય આજ બહેકી

ફૂલડાંની ફોરમ ને માટીની સોડમથી
         અંતરને ઠેસ એવી લાગી
ગોપીની મટુકી-શી કાયામાં આજ
         જાણે કાનુડાની કાંકરી વાગી.
વનરા તે વનમાં બોલ્યા વિના જ મારી
         અંતરની સૃષ્ટિ ગઈ ચહેકી.

(મૌનના પડઘા, ૧૯૯૦, પૃ. ૪૦)