અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉશના (દેવેન્દ્ર પાલેજા)/કાફિયો: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો? કમળપૂજા કરી આરાધિયો આ કાફ...") |
(No difference)
|
Revision as of 08:20, 28 June 2021
કોણે જલાવી આંગળી પ્રગટાવિયો આ કાફિયો?
કમળપૂજા કરી આરાધિયો આ કાફિયો?
કોણે ઉછાળ્યો ગગનમાં ગેડીદડો આ શબ્દનો?
કોણે ફણીધર નાગ જેવો નાથિયો આ કાફિયો?
સદીઓની પેલે પારથી કોણે ફરી કરતાલમાં,
પરભાતિયાના સૂરમાં આલાપિયો આ કાફિયો?
કોણે રચાવી રાસલીલા ગઝલના તટ પર ભલા?
ઝૂમે રદીફની તાળી પર દઈ તાલિયો આ કાફિયો!
કોણે પીધો આ દૃશ્યનો આસવ ભરીને આંખમાં?
ઘેઘૂરે ઘૂમે ગહનમાં લો, સાકિયો આ કાફિયો!
વાઘા સજી લય-છંદના, સાફો શબદનો શીશ પર;
કોને પરણવા નીકળ્યો વરણાગિયો આ કાફિયો?
પરબ, નવેમ્બર