અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/પાનખર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે, નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ...")
(No difference)

Revision as of 08:21, 28 June 2021

હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

         વિલુપ્ત ગુંજનો થતાં
         રહ્યાં પ્રસન્ન રાગનાં,
         લહર ગઈ સમેટી શ્વાસ
         મ્હેકતા પરાગના;
છેલ્લું આ કિરણ જતાં સુધી જ બસ ઉજાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!

         હવે બિડાય લોચનો
         રહેલ નિર્નિમેષ જે,
         રાત અંધકારથી જ
         રંગમંચને સજે,
હૃદયમાં ભાર ભાર છે, અધર પે પ્યાસ પ્યાસ છે,
નિગૂઢ સ્પર્શ પાનખર તણો શું આસપાસ છે!