ચાંદનીના હંસ/૪૩ બારી મકાનો ટ્રામ બસ ને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બારી મકાનો ટ્રામ બસ ને...|}} <poem> બારી મકાનો ટ્રામ બસ ને આગગાડી સાંજના કોલાહલે તર. નવરું નફકરું નગર. ક્યાં હશે ઘર? સાંજના કોલાહલે ઊભી બજારે હોર્ન મારી ચીખતા ધીમે ધીમે ઉર પીંખતા આ...")
 
No edit summary
 
Line 34: Line 34:
એપ્રિલ, ૭૮  
એપ્રિલ, ૭૮  
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૪૨ એકાકી
|next = ૪૪ ગતિ–સ્થિતિ
}}

Latest revision as of 12:03, 16 February 2023


બારી મકાનો ટ્રામ બસ ને...


બારી મકાનો ટ્રામ બસ ને આગગાડી
સાંજના કોલાહલે તર.
નવરું નફકરું નગર.
ક્યાં હશે ઘર?
સાંજના કોલાહલે
ઊભી બજારે
હોર્ન મારી ચીખતા
ધીમે ધીમે ઉર પીંખતા
આ વાહનોની હાર શા વિચાર.
પરચૂરણ કંકાસથી ખરડાયેલો સરકે દિવસ.
બાઝે ડૂમો
આંખો બળે
બારી મકાનો ટ્રામ બસ ને આગગાડી લઈ વહેતું
લોહી પણ ઠંડુ પડે.
સાંજના કોલાહલે
ઊભી બજારે
ટ્રાફિક આયલેંડ થઈ ખોડાઈ રહું.
...ત્યાં અચાનક
જંપી ગયેલો પંડ પાછો હચમચે
હાંફ્યા કરે એક ગીતપંક્તિ
રહી રહીને જે ફરીથી
લોહીમાં જંગે ચડે.
જોઉં તો અંગાંગને સ્પર્શી ધીમું ગાતી પવનની લ્હેરખી;
આવે જરી.
ઊઘડે ફરીઃ
પવનની પીઠ ઉપર સરકતું આકાશ.

એપ્રિલ, ૭૮