વસ્તુસંખ્યાકોશ/પ્રસ્તાવના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(પૂર્ણ)
(No difference)

Revision as of 01:15, 3 March 2023

પ્રસ્તાવના

‘વસ્તુસંખ્યાકોશ’ અન્ય કોશ કરતાં જરા જુદી તરેહનો સંદર્ભ કોશ છે. આપણી પરંપરામાં વિવિધ જાતનાં દેવ-દેવીઓ, તેમનાં આભૂષણો, વાહનો, આયુધો, મુગટો, પીઠિકાઓ વગેરેને લગતી સંખ્યાત્મક માહિતી મળે છે. આ ઉપરાંત સંગીત,નાટક, સાહિત્ય, કલા, તત્ત્વજ્ઞાન, આયુર્વેદ, ખગોળ, પુરાણ, આચાર-નીતિ, વૈદક, વેદાંત, જ્યોતિષ વગેરે સંદર્ભે પણ સંખ્યાત્મક સામગ્રી ઉપલબ્ધ છે. આ સંખ્યાત્મક સામગ્રી વિશે બૌદ્ધમત અને જૈનમત જેવા વિવિધ મત પણ પ્રસિદ્ધ છે. કોશના સંપાદકોએ આ સામગ્રીને એકત્રિત કરી, વર્ગીકૃત કરીને અહીં મૂકી આપી છે.

સંશોધક સામાન્ય રીતે કોઈ પણ કોશ કક્કાના ક્રમમાં જોવા માટે ટેવાયેલો હોય છે. અહીં પણ એ જ પદ્ધતિ પ્રયોજાઈ છે પરંતુ કક્કાના ક્રમની સાથે અહીં સંખ્યાનો ક્રમ પણ સંશોધકે જોવાનો રહેશે. એટલે કે [૦] દર્શાવનારા શબ્દો [૦] અંકની નીચે કક્કાના ક્રમમાં સંશોધક મેળવી શકશે. જેમકે, અનંત, અભ્ર, અંતરિક્ષ, શબ —- આ શબ્દો [૦] સંખ્યાની નીચે મળશે.

આ કોશમાં વિષય વૈવિધ્ય છે એ રીતે એનો ઉપયોગ વિવિધ વિષયના શોધક કરી શકશે. આપણાં સાહિત્યમાં સંખ્યાનો નિર્દેશ કરનારી શબ્દ સંજ્ઞાઓનો ઉપયોગ અંકો દર્શાવવા અને એ રીતે સાહિત્યિક કૃતિનો રચનાસાલ સૂચિત કરવા થતો હતો.

સંખ્યાદર્શક શબ્દસંજ્ઞાઓનો આ કોશ એ પ્રકારની શોધ કરવામાં ખૂબ ઉપયોગી થશે.

કોશને અંતે ત્રણ પરિશિષ્ટ આપ્યા છે જેમાં પરિશિષ્ટ-૧માં અંકસંખ્યા, કાલમાપન, વેપારી લોકોની સાંકેતિક ભાષાવિષયક તમામ અંકસંખ્યા દર્શાવાઈ છે.

પરિશિષ્ટ-૨માં અવતાર, ઋતુ, ગણ, ગ્રહવર્ણન, ચક્રવિષયક સામગ્રી આપી છે.

આ ઉપરાંત અહીં જુદા જુદા ધર્મો અંગે, દેવી-દેવતા તથા તેમના વાહન, દિશા, પંચતત્ત્વ, નવરસ, રાગવિષયક સામગ્રી પણ છે. પરિશિષ્ટ-૩માં કોહિનુર હીરાની તવારીખ, ઈન્દ્ર-સંબંધી માહિતી, કેટલીક તદ્દન ખોટી માન્યતાઓ વિશે, શિવના લક્ષણ વગેરે વિષયક સામગ્રી સંશોધકને મળશે.

પ્રો. કીર્તિદા શાહ
 
અમદાવાદ