ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર/પ્લોટીનસનો સૌંદર્યવિચાર – વિજય શાસ્ત્રી, 1945: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading| 45. વિજય શાસ્ત્રી | (10.8.1945)}}
{{Heading| 45. વિજય શાસ્ત્રી | (10.8.1945)}}
[[File:45. vijay shastri.jpg|thumb|center|150px]]
[[File:45. vijay shastri.jpg|thumb|center|150px]]
<center>  '''પ્લોટીનસનો સૌન્દર્યવિચાર''' </center>
<center>  '''{{larger|પ્લોટીનસનો સૌન્દર્યવિચાર}}''' </center>
{{Poem2Open}}
{{Poem2Open}}
ગ્રીક તત્ત્વચિન્તકો પ્લેટો અને ઍરિસ્ટોટલના સમય પછી પ્લોટીનસનું નામ મધ્યયુગીન ગ્રીક ચિન્તનધારામાં આગળ પડતું ગણાય છે. તેના તત્ત્વવિચારમાં ફિલસૂફી અને ધર્મસમન્વય થયેલો છે એ કોઈ નવી વાત નથી પણ એણે સંવેદના અને પ્રજ્ઞા જેવા સંપ્રત્યયો પર, કેટલાક મૌલિક વિચારો આપ્યા છે તે મહત્ત્વના છે. તેના મતે જે વસ્તુનું સંવેદન થાય છે તે વસ્તુ હંમેશાં નિમ્ન કક્ષાએ હોય છે. સંવેદના જ્યારે ભૌતિક પદાર્થો વિશેની હોય ત્યારે એ સમજવું જરૂરી બને છે કે ભૌતિક પદાર્થો પરિવર્તનશીલ અને અસ્થાયી હોય છે તેથી તેમનું જ્ઞાન આપણે માટે મહત્ત્વનું નથી. ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થતું સાંવેદનિક જ્ઞાન મહત્ત્વનું નથી. પ્લોટીનસ બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ સહાનુભૂતિ, રહસ્યાનુભૂતિ અને આનંદના અતિરેકને વધુ મહત્ત્વ આપે છે.
ગ્રીક તત્ત્વચિન્તકો પ્લેટો અને ઍરિસ્ટોટલના સમય પછી પ્લોટીનસનું નામ મધ્યયુગીન ગ્રીક ચિન્તનધારામાં આગળ પડતું ગણાય છે. તેના તત્ત્વવિચારમાં ફિલસૂફી અને ધર્મસમન્વય થયેલો છે એ કોઈ નવી વાત નથી પણ એણે સંવેદના અને પ્રજ્ઞા જેવા સંપ્રત્યયો પર, કેટલાક મૌલિક વિચારો આપ્યા છે તે મહત્ત્વના છે. તેના મતે જે વસ્તુનું સંવેદન થાય છે તે વસ્તુ હંમેશાં નિમ્ન કક્ષાએ હોય છે. સંવેદના જ્યારે ભૌતિક પદાર્થો વિશેની હોય ત્યારે એ સમજવું જરૂરી બને છે કે ભૌતિક પદાર્થો પરિવર્તનશીલ અને અસ્થાયી હોય છે તેથી તેમનું જ્ઞાન આપણે માટે મહત્ત્વનું નથી. ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થતું સાંવેદનિક જ્ઞાન મહત્ત્વનું નથી. પ્લોટીનસ બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ સહાનુભૂતિ, રહસ્યાનુભૂતિ અને આનંદના અતિરેકને વધુ મહત્ત્વ આપે છે.

Revision as of 15:36, 3 March 2023

45. વિજય શાસ્ત્રી

(10.8.1945)

45. vijay shastri.jpg
પ્લોટીનસનો સૌન્દર્યવિચાર

ગ્રીક તત્ત્વચિન્તકો પ્લેટો અને ઍરિસ્ટોટલના સમય પછી પ્લોટીનસનું નામ મધ્યયુગીન ગ્રીક ચિન્તનધારામાં આગળ પડતું ગણાય છે. તેના તત્ત્વવિચારમાં ફિલસૂફી અને ધર્મસમન્વય થયેલો છે એ કોઈ નવી વાત નથી પણ એણે સંવેદના અને પ્રજ્ઞા જેવા સંપ્રત્યયો પર, કેટલાક મૌલિક વિચારો આપ્યા છે તે મહત્ત્વના છે. તેના મતે જે વસ્તુનું સંવેદન થાય છે તે વસ્તુ હંમેશાં નિમ્ન કક્ષાએ હોય છે. સંવેદના જ્યારે ભૌતિક પદાર્થો વિશેની હોય ત્યારે એ સમજવું જરૂરી બને છે કે ભૌતિક પદાર્થો પરિવર્તનશીલ અને અસ્થાયી હોય છે તેથી તેમનું જ્ઞાન આપણે માટે મહત્ત્વનું નથી. ઇન્દ્રિયો વડે પ્રાપ્ત થતું સાંવેદનિક જ્ઞાન મહત્ત્વનું નથી. પ્લોટીનસ બૌદ્ધિક જ્ઞાન કરતાં પણ સહાનુભૂતિ, રહસ્યાનુભૂતિ અને આનંદના અતિરેકને વધુ મહત્ત્વ આપે છે. પ્લોટીનસ તેના સમકાલીન અને પૂર્વકાલીન સૌન્દર્યવિચારકો કરતાં એ બાબતમાં જુદો પડે છે કે પૂર્વકાલીન સૌન્દર્યવિચારકોએ સૌન્દર્યના લક્ષણોમાં સંતુલન અને સામંજસ્યનો સમાવેશ કર્યો હતો પણ પ્લોટીનસે કહ્યું કે આ બે લક્ષણો ધરાવતી વ્યક્તિ કે વસ્તુ આપોઆપ સુન્દર બની જતી નથી. સૌન્દર્યતત્ત્વ આ બે પ્લોટીનસનો સૌન્દર્યવિહાર લક્ષણોથી પણ પર છે. સૌન્દર્યનો આધાર પદાર્થ અને વ્યક્તિમાં પ્રગટતાં ચરિત્ર અને ભાવભંગિમા પર છે. રૂઢ અર્થમાં જેને સૌંદર્ય કહેવામાં આવે છે તે માટે આશંકા વ્યક્ત કરતાં પ્લોટીનસ કહે છે કે એક જ શરીર ક્યારેક સુન્દર લાગે છે તો ક્યારેક નથી પણ લાગતું એ હકીકત છે. તેથી એમ કહી શકાય કે સૌન્દર્ય અને દેહ એ બેની વચ્ચે અન્તર છે. ઠીક છે કે સુન્દરતા નીપજાવવા માટે રંગોનું ઔચિત્ય, સંતુલન અને સામંજસ્ય જરૂરી છે પણ આ બધું હોવા છતાં પણ ઘણીયે વાર અમુક પદાર્થ યા વ્યક્તિ સુન્દર લાગતાં નથી. એથી ઊલટું અસંતુલનકારી વસ્તુઓ અને ઘટનાઓ વધુ મોહક લાગે છે. જેમ કે રાત્રે ચમકતી વીજળી, સોનું, સૂર્યપ્રકાશ. આમ સામંજસ્ય અને સંતુલનથી જ સૌન્દર્ય નીપજતું નથી. સૌન્દર્ય તેનાથી ઉપરનું તત્ત્વ છે. પ્લોટીનસ પૂછે છે: આખરે વસ્તુઓ સુન્દર કેમ લાગે છે? કોઈ મૂર્તિ, કોઈ ચિત્ર અથવા બીજી ઘાટદાર આકૃતિ અને માનવીઓ સુન્દર કેમ લાગે છે? આ રીતે પ્રશ્ન કરતા પહેલાં પ્લોટીનસ કહે છે કે સુન્દરતા એ છે કે જેને આપણે પ્રેમ કરીએ છીએ. સૌન્દર્ય એ આધ્યાત્મિક જગતનું તત્ત્વ છે. વ્યવહારજગતની વસ્તુઓ રંગ, રૂપ અને કલા એ આધ્યાત્મિક વિશ્વના સૌન્દર્યની અભિવ્યક્તિ હોય છે માટે સુન્દર લાગે છે. જો સંતુલન અને સામંજસ્ય રૂપ અને રંગ એ બધાંમાં પ્રજ્ઞાની અભિવ્યક્તિ ન હોત તો તેઓ સુન્દર ન થઈ શકત. સૌન્દર્ય આમ સામંજસ્ય, સંતુલન વગેરેથી પર છે. એનો અર્થ એ થયો કે શરીર, વસ્તુ અથવા કલાકૃતિ પોતાનાં અંગો સમેત પૂર્ણ હોવા છતાં પણ સુન્દર નથી લાગી શકતાં, જ્યાં સુધી એમનામાં સૌન્દર્ય પ્રગટ ન થાય. આમ સૌન્દર્ય ઇન્દ્રિયોનો વિષય નથી પણ પ્રજ્ઞાનો વિષય છે કેમ કે સૌન્દર્ય અશરીરી છે પણ તે સશરીરી વસ્તુમાં પ્રગટ થઈ શકે છે. પ્લોટીનસ ‘જીવન’ને જીવનતત્ત્વને સૌન્દર્યનું મહત્ત્વનું લક્ષણ માને છે. માત્ર સામંજસ્ય કે સંતુલનથી જ સૌન્દર્ય નિષ્પન્ન થતું નથી. આમ તત્કાલીન સૌન્દર્યવિચારકોથી તેઓ જુદા પડે છે. તેમણે સંતુલન અને સમપ્રમાણતાને સૌન્દર્યનો પર્યાય ગણવાનો ઇનકાર કર્યો અને પ્રજ્ઞાને સૌન્દર્યનો પર્યાય ગણ્યો. તેમણે એટલે જ એમ પણ કહ્યું કે ચિત્રકારે આંખોના ભાવ ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. કેમ કે મન સૌથી વધુ માનવીની આંખોમાં પ્રગટ થતું હોય છે. સુન્દરમાં સુન્દર એવી કોઈ નિર્જીવ મૂર્તિ કરતાંયે એક કુરૂપ માનવી વધુ સુન્દર છે. કેમ કે એનામાં જીવન છે. સૌન્દર્ય એક પ્રકાશ છે જેની આભામાં પદાર્થો ઝળહળે છે અને સંતુલન અને સામંજસ્યનો અર્થ આ જ છે. આમ, પ્લોટીનસે સ્થૂળ સમપ્રમાણતા પર ભાર ન મૂકતાં જીવનતત્ત્વ પર ભાર મૂક્યો એ મધ્યયુગીન યુરોપીય સૌન્દર્યશાસ્ત્રમાં એક જુદો જ અને નવો વિચાર હતો. મૌલિક વિચાર હતો પણ મૌલિક હતો માટે જ પરમ્પરાવાદીઓએ તેનો કાંકરો કાઢી નાખ્યો. બર્નાર્ડ બોઝાંકેએ પ્લોટીનસના સૌન્દર્યવિચારને દર્શાવતાં લખ્યું છે કે ‘Beauty comes to be regarded as a direct expression of reason in sense by way of aesthetic semblance only and is therefore Coordinate with morality and not subordinate to it.’ (જુઓ: Bernard Bosanquet કૃત ‘History of Aesthetics’ P: 155). [‘તત્પુરુષ’, 1998]