વસ્તુસંખ્યાકોશ/પુરવણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|<big><big>'''પુરવણી'''</big></big>}} {{gap}}[પુસ્તક તૈયાર થતું હતું તે દરમિયાન આ વિષયને લગતી કેટલીક સામગ્રી જોવામાં આવી. અહીં એ રજૂ કરી છે.] '''ગીત (૮)''' :ગદ્ય, પદ્ય, કચ્છ, પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિપ્તક, પ્રવૃત્...")
(No difference)

Revision as of 01:47, 6 March 2023

પુરવણી

[પુસ્તક તૈયાર થતું હતું તે દરમિયાન આ વિષયને લગતી કેટલીક સામગ્રી જોવામાં આવી. અહીં એ રજૂ કરી છે.]

ગીત (૮)

ગદ્ય, પદ્ય, કચ્છ, પદબદ્ધ, પાદબદ્ધ, ઉક્ષિપ્તક, પ્રવૃત્તક, મંદક.

ગીતના ગુણ (૮)

પૂર્ણ (સ્વરની કળાસહ), રક્ત (ગેયરાગ વડે એમાં અનુરક્ત વ્યક્તિ), અલંકૃત (અન્યાન્ય સ્વરો સ્પષ્ટ અને શુભ), વ્યક્ત (અક્ષરના સ્વર સ્પષ્ટ હોવાથી), અવિધૃષ્ટ (ચીસની જેમ વિસ્વર, બેસૂરું નહીં), મધુર (કોકિલાના સ્વરની જેમ), સમ (તાલ અને વાંસળીના સ્વર વગેરેને અનુરૂપ), સુકુમાર અથવા લલિત (કર્ણસુખ ઉત્પન્ન કરનાર).

ગીતના દોષ (૬)

ભયભીત, ઉતાવળે, ધીમાસાદે, વધારે પડતા તાલપૂર્વક કે અસ્થાને તાલપૂર્વક, કાગડાના જેવા સ્વરે (શ્લક્ષણ અને અશ્રવ્ય સ્વરે, નાકમાંથી ગાવું.

ચૈતસિક ધર્મ (૬) (બૌદ્ધમત)

વિતર્ક, વિચાર, અધિમોક્ષ, વીર્ય, પ્રીતિ, છન્દ.
(૭)
સ્પર્શ, વેદના, સંજ્ઞા, ચેતના, એકાગ્રતા, જીવીતેન્દ્રિય, માનસિકાર.
(૧૪)
મોહ, અહ્રી, અનત્રપા, ઔદ્ધત્ય, લોભ, દૃષ્ટિ, માન, દ્વેષ, ઈર્ષા, માત્સર્ય, કૌકૃત્ય (પશ્ચાતાપ), સ્ત્યાન (મન ભારે કરનાર હેતુ), મૃદ્ધ (ચેતસિકને ભારે કરનાર), વિચિકિત્સા. (આને અકુશલ ચેતસિક પણ કહેવાય છે).
(૨૫)
શ્રદ્ધા, સ્મૃતિ, હ્રી, અપત્રપા (પાપભીરુત્વ), અલોભ, અદ્વેષ, વિષયમાં ઉપેક્ષા કરવી, કાયપ્રશ્રબ્ધિ, ચિત્તપ્રશ્રબ્ધિ કાયલઘુતા, ચિત્તલઘુતા, કાયમૃદુતા, ચિત્તમૃદુતા, કાયકર્મણ્યતા ચિત્તકર્મણ્યતા, કાયપ્રાગુણ્ય, ચિત્તપ્રાગુણ્ય, કાયઋજુતા, ચિત્તઋજુતા, સમ્યક્‌વાણી, સમ્યક્ કર્માન્ત, સમ્યક્ આજીવ, કરુણા, મુદિતા, અમોહ (પ્રજ્ઞા), (આને શોભન ચેતસિક પણ કહેવાય છે.

દુઃખ સ્કન્ધ (૧૨) (બૌદ્ધમત) અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભવ, જાતિ, દુઃખ,

પ્રત્યય (૨૪) (બૌદ્ધમત)

હેતુ, આરંભણ, અધિપતિ, અન્નાર, સમનન્તર, સહજાત, અજ્જમજ્જ, નિસ્સય, ઉપનિસ્સય, પુરેજાત, પચ્છાજાત, આસેવન, કર્મ, વિપાક, આહાર, ઇન્દ્રિય, ધ્યાન, મગ્ન, સમ્પયુત્ત, વિપ્પયુત્ત, અસ્થિ, નત્થિ, વિગત, અવિગત.

બલ (૫)

વીર્ય, સ્મૃતિ, સમાધિ, પ્રજ્ઞા, શ્રદ્ધા.

બોધ્યંગ (૭)

સ્મૃતિ, ધર્મ-વિચય, વીર્ય, પ્રીતિ, પ્રશ્રબ્ધિ, સમાધિ, ઉપેક્ષા.

ભૂમિ (૧૦) (બૌદ્ધમત)

પ્રમુદિતા, વિમલા, પ્રભાકરી, અર્ચિષ્મતી, સુદુર્જયા, અભિમુખી દૂરંગમા, તથતા, સાધુમતિ, તથાગત.

રૂપક (૧૨)

નાટક, પ્રકરણ, નાટિકા, પ્રકરણી, વ્યાયોગ, સમવકાર, ભાણ, પ્રહસન, ડિમ, અંક, ઈહામૃગ, વીથિ.
(૧૩)
સટ્ટક, શ્રીગદિત, દુર્મિલિતા, પ્રસ્થાન, ગોષ્ઠી, હલ્લીસક, નર્તનક, પ્રેક્ષણક, રાસક, નાટ્યરાસક, કાવ્ય, ભાણક, ભાણિકા.

લિપિ. (૧૮)

બ્રાહ્મી, યવનાલિકા, દોષોરિકા અથવા દોષા, ખરોષ્ટ્રિકા, ખર શાવિકા, પ્રભારાતિકા, ઉચ્ચવરિકા, અક્ષરપૃષ્ટિકા, ભોગવતિકા, વેનતિકા, નિહ્મવિકા, અંકાલિપિ, ગણિતલિપિ, ગંધર્વલિપિ, માહેશ્વરીલિપિ, દામલિપિ, બોલિદિલિપિ.
(૫૮)
સિરિલિક, મરાઠી (નાગરી), ગૌડી, ગુજરાતી, બંગાળી, કૈથી, મૈથિલ, ઉડિયા, અહોમી, બ્રાહ્મી, કાશ્મીરી, શારદા, ગુરુમુખી, ટાકરી, ગ્રંથ, તેલુગુ, કાનડી, તામિલ, મલયાલમ, તુળુ, કારશુની, સિંહલી, યવદ્વીપી સયામી, :કોરિયન, ચીની, કાતાકાના હિરાગાના અનામી, મોંગોલિયન, કાલમુક, માંચુ, સિરોકેલ્ડી, અરબી, ટર્કિશ, પર્શિયન, હિન્દુસ્તાની (ઉર્દૂ), અર્વાચીન સામારિટન, રેબિનિક, આર્મિનિયન, જ્યોર્જિયન, ગ્રીક, રોમન, ઈટાલિક, :ઇંગ્લિશ, જર્મન, સર્વ્હિઅન, વાલાશિયન, ગ્લેંગોલિટિક, રશિયન, અલ્બેનિયન, રોમિક, મઘરબી, પ્યુનિક, ઉર્ફે કાર્થેજિયન, અમેરિક, અટટેક, મેક્સિકન, મય.

લુપ્તોપમા (૮)

વાચકલુપ્તા, ધર્મલુપ્તા, ધર્મવાચકલુપ્તા, વાચકોપમેયલુપ્તા, ઉપમાનલુપ્તા, વાચકોપમાનલુપ્તા, ધર્મોપમાલુપ્તા, ધર્મોપાનવાચકલુપ્તા.

સંસ્કાર (૧૪) (બૌદ્ધમત)

પ્રાપ્તિ, અપ્રાપ્તિ, નિકાયસભગતા, અસંજ્ઞિક, અસંજ્ઞિ,-સમપત્તિ, નિરોધ-સમપત્તિ, જીવિતા, જાતિ, સ્થિતિ, જરા, અનિત્યતા, નામકાય, પદકાય, વ્યંજનકાય.

સાઠી સંવત્સરી. (૬૦).

સંવત્સરના પ્રકાર: સંવત્સર, પરિવત્સર, ઈદાવત્સર, ઈદ્‌વત્સર અને અનુવત્સર. આ પાંચેય સંવત્સર મળીને એક યુગ થાય છે તેમ વેદાંગ જ્યોતિષમાં કહેલું છે. પાંચ સંવત્સર એટલે એક યુગ, તે પહેલાં ચાર સંવત્સરનો એક :યુગ ગણાતો હતો, તેમ ગવામયત નામના પુસ્તકમાં ડૉ. શામ શાસ્ત્રી કહે છે. પાંચ વર્ષનો એક યુગ, આવા બાર યુગ મળીને એક ‘સંવત્સર–' ચક્ર’ કહેવામાં આવે છે, અને તેને આર્હસ્પત્ય સંવત્સર ચક્ર કહેવામાં આવે છે.

સંવત્સર (૬૦) આગળ નોંધેલા સંવત્સરમાં નોંધેલા નામ સાથે સરખાવતાં થોડાક ફેરફાર જણાય છે તેથી અહીં નોંધવામાં આવે છે.

પ્રભવ, વિભવ, શુકલ, પ્રમોદ પ્રજાપતિ, અંબિરા, શ્રીમુખ, ભાવ, યુવા, ધાતા, ઈશ્વર, બહુધાન્ય, પ્રમાર્થી, વિક્રમ, વૃષ, ચન્દ્રભાનુ, સુભાનુ, તારણ, પાર્થવ, વ્યય (બ્રહ્માની વિશી), સર્વજિત, સર્વધારી, વિરોધી, વિકૃતિ, :ખર, નંદન, વિજય, જય, મન્મથ, દુર્મખ, હેમવત, વિલંબ, વિકારી, શાવરી, પ્લવ, શુભકૃત, શોભન, ક્રોધી, વિશ્વાસુ, પરાભવ (વિષ્ણુની. વિશી), પ્લવંગ, કીલ, સામ્ય, સાધારણ, વિરેાધકૃત, પરિધાવી, પ્રમાદી, :આનંદ, રાક્ષસ, પિંગલ, કાલયુક્ત, સિદ્ધાર્થ, રૌદ્ર, દુર્મતિ, દુંદુભિ, રુધિરોદ્ગારી, રક્તાવાક્ષી, ક્રોધન, ક્ષય, (રુદ્રની વિશી).
અગાઉ ગુરુના ઉદય સાથે સંવત્સર નામ જોડાતું એક વખત ગુરુની મધ્યમ રાશિ પ્રમાણે સંવત્સર નામ પડતું. અત્યારની રૂઢિ પ્રમાણે આ પ્રભવાદિ સંવત્સરો શક અને સંવત્સરો બદલાતાં બદલાય છે.

જ્ઞાનમાર્ગ (૪૪)

વાદ, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય, પ્રતિજ્ઞા, સ્થાપના, પ્રતિષ્ઠાપના, હેતુ, દૃષ્ટાંત, ઉપનય, નિગમન, ઉત્તર, સિદ્ધાંત, શબ્દ, પ્રત્યક્ષ, અનુમાન, ઔચિત્ય, ઔપમ્પ, સંશયપ્રયોજન, સત્યાભિમાન, જિજ્ઞાસા, :વ્યવસાય, અર્થપ્રાપ્તિ, સંભવ, અનુયોજય, અનનુયોજ્ય, અનુયોગ, પ્રત્યનુયોગ, વાક્યદોષ, વાક્યપ્રશંસા, છળ, અહેતુ, અતીતકાલ, ઉપાલંભ, પરિહાર, પ્રતિજ્ઞાહાનિ, અભ્યુનુજ્ઞા, હેત્વંતર, અર્થાંતર, નિગ્રહસ્થાન.


પુરવણી

સંખ્યાનિ દેશક શબ્દ સંજ્ઞાઓમાં આટલું ઉમેરો


[૫]
પરમેષ્ઠી પાડી
પરિચ્છેદ
[૧૦]
ઉપકલેશભૂમિકા
ઉપચાર
કુશલમહાભૂમિક
ગમક
[૧૧]
નિયમ
[૧૩]
નિયમ
[૧૫]
ગમક
[૧૬]
કુશલમહાભૂમિક
ગુરુપ્રકાર
તીર્થ
[૨૨]
શાસ્ત્ર
[૨૩]
મુદ્રા
[૨૪]
તત્ત્વ
મૂર્છના


[૨૫]
ગાયકદોષ
અભિનયમુદ્રા
[૩૦]
શસ્ત્રાસ્ત્ર
[૩૪]
આયુધ
[૩૭]
તંતુવાદ્ય
[૩૯]
આયુધ
ભાવ
વિદ્યા
[૫૨]
જલરશ્મિદેવતા
[૫૩]
ભાવ
[૬૦]
તાલ
[૬૯]
કલા.
[૭૦]
અલંકાર
વિજ્ઞાન
[૯૮]
રાજગુણ