ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુરેશ જોષી/એક મુલાકાત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{Center|'''એક મુલાકાત'''}}
{{SetTitle}}
----
{{Heading|એક મુલાકાત | સુરેશ જોષી}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આખરે હિંમત કરીને મેં શ્રીપતરાયને મળવા જવાનું નક્કી કર્યું. ત્યારથી જ જે કાંઈ કર્યું વિચાર્યું તેના પર એનો પાસ બેસી ગયો. પત્ની સાથે વાત કરતો હતો ત્યારેય મારું મન થોડો સમય ચોરીને શ્રીપતરાય સાથેની વાતચીતમાં વાપરવાનાં વાક્યો શોધી લેતું હતું. શ્રીપતરાયનાં ચશ્માં, આંખોને ઝીણી કરીને સામેના માણસને આખો તપાસી લેતી એમની દૃષ્ટિ, બોલતાં બોલતાં સહેજ અટકી જઈને હવે પછી જે બોલવાનું છે તેના પર જાણે તમારું ભાવિ તોળાઈ રહ્યું છે એવી ભીતિ ઉત્પન્ન કરવાની એમની કુનેહ, એમની ગળા પરની ફૂલેલી નસ, એમના ચરબીથી સ્ફીત ગાલ – આ બધું અત્યાર સુધી ક્યાંક વેરણછેરણ પડ્યું હતું તે એમને મળવા જવાનો નિશ્ચય કરતાંની સાથે, એ નિશ્ચયની જ કશીક ચુમ્બકીય શક્તિથી, એકત્રિત થઈને એક પુદ્ગલરૂપ બની ગયું, ને એ સંચિત પુદ્ગલનો મને ભાર લાગવા માંડ્યો. એ ભારને છાતીએ બાંધીને જ મેં રાત ગાળી, સવાર થતાં મુલાકાતને માટે નક્કી કરેલા સમય પહેલાં જ હું ઘેરથી નીકળી ગયો. શ્રીપતરાયને ઘરે પહોંચ્યો ત્યારે જોયું તો હું અર્ધો કલાક વહેલો હતો. છતાં હું એમના બંગલાના પોર્ચમાં દાખલ થયો, પગથિયાં ચઢ્યો ને કોલબેલ દાબ્યો. અંદરથી એના વાગવાનો અવાજ સંભળાયો. ને એ સાંભળતાંની સાથે જ મને એમ લાગ્યું કે પાણીના પૂરથી ઘેરાયેલું કોઈક શહેર આજુબાજુની દુનિયાથી વિખૂટું પડી જાય તેમ હું એ આજુબાજુની દુનિયાથી વિચ્છિન્ન થઈને પેલા અવાજે અવકાશમાં રચેલા આન્દોલનની તસુભર ભોંય પર જ ઊભો રહી ગયો છું.