અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/હોઠ હસે તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}હોઠ હસે તો ફાગુન {{space}}{{space}}ગોરી! આંખ ઝરે તો સાવન, {{space}}મોસમ મારી ત...")
(No difference)

Revision as of 09:48, 28 June 2021

         હોઠ હસે તો ફાગુન
                  ગોરી! આંખ ઝરે તો સાવન,
         મોસમ મારી તું જ,
                  કાળની મિથ્યા આવનજાવન.

તવ દર્શનની પાર સજન, બે લોચન મારાં અંધ,
અવર વાણીને કાજ શ્રવણનાં દ્વાર કર્યાં મેં બંધ;
         એક જ તવ અણસારે
                  મારા વિશ્વ તણું સંચાલન.

અણુ જેવડું અંતર ને તવ મબલખ આ અનુરાગ,
એક હતું વેરાન હવે ત્યાં ખીલ્યો વસંતી બાગ;
         તવ શ્વાસોનો સ્પર્શ
                  હૃદય પર મલયહાર મનભાવન.

કોઈને મન એ ભરમ, કોઈ મરમીના મનનું મિત,
બે અક્ષર પણ ભર્યા ભર્યા, પ્રિય, માણી એવી પ્રીત;
         પલ પલ પામી રહી
                  પરમ કો મુદા મહીં અવગાહન.

(ચાલ, વરસાદની મોસમ છે, પૃ. ૫૪)