અનેકએક/ખડક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''ખડક'''}} <poem> આઘે વહ્યે જાય આકાશો રાતાં ભૂરાં ભૂખરાં કાળાં ડિબાંગ શ્વેત સોનેરી ટાઢાં કાળઝાળ ઊનાં જળભંડાર ધારી ધરી દેતાં અડે ફરફરે ઝાકળબુંદ બુદ્બુદો ઝલમલે થડક થડકે નદીનીર ઘેરી, ઘૂ...")
(No difference)

Revision as of 01:30, 25 March 2023

ખડક

<poem>

આઘે વહ્યે જાય આકાશો રાતાં ભૂરાં ભૂખરાં કાળાં ડિબાંગ શ્વેત સોનેરી ટાઢાં કાળઝાળ ઊનાં જળભંડાર ધારી ધરી દેતાં

અડે ફરફરે ઝાકળબુંદ બુદ્બુદો ઝલમલે થડક થડકે નદીનીર ઘેરી, ઘૂઘવે વારિ ભીંસ લઈ પ્રચંડ જોમે ઊંચકાઈ ઊછળી ત્રાટકે સમુદ્ર ફરતે જડવત્ હવા વીંટળાઈ વળતો પવન વાય વંટોળ થાય વાવાઝોડું ઉખેડી ચૂરેચૂરા કરવા જાય ઝંઝાવાત

તળે માટીકણો વચ્ચે ફરે સરવાણી ક્યાંક ઊંડે ખળભળે લાવા ભખભખે અગ્નિ

ખડક તપે તડકામાં પછી ઠરે ધુમ્મસમાં વીખરાઈ જાય જાણે અંધકારમાં અંધકાર થઈ રહે અડીખમ્મ