અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/જાણીબૂજીને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં {{space}}ને છતાં પાલવ અડક્યાનો મને વ્હ...")
(No difference)

Revision as of 10:07, 28 June 2021

જાણીબૂજીને અમે અળગાં ચાલ્યાં
         ને છતાં પાલવ અડક્યાનો મને વ્હેમ છે,
સાવરે સફાળા તમે ચોંકી ઊઠ્યા
         ને પછી ઠીક થઈ પૂછ્યું કે કેમ છે!

આટલા અબોલા પછી આવો સવાલ
         કહો કેમ કરી ઊતરવું પાનું,
મૂંગા રહીએ તો તમે કારણ માનો, ને
         હોઠ ખોલીએ તો બોલવાનું બ્હાનું,
હું તો બોલીશ, છતાં માનશો તમે, કે
         હજી દુનિયા આ મારી હેમખેમ છે!

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ
         થઈ ચાલતી દીવાલ થઈ ઊંટો,
ભર રે ચોમાસે હવે છાપરાં વિનાનો
         કેમ કોરો રહે સ્મરણોનો વીંટો,
દુનિયાની વાત મૂકો, માનશો તમે, કે
         હજી આપણી વચાળે જરા પ્રેમ છે!