અનેકએક/જળપથ્થર: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{center|'''જળપથ્થર'''}} <poem> '''જળપથ્થર''' જળ પ્રવહમાન છે પ્રવાહી છે પથ્થર ઘનીભૂત ઘન સાકાર જળ તળપાતાળે આકાશે વનસ્પતિમાં વાયુમાં વિવિધ રૂપેરંગે વિહરે છે ગુરુત્વના આકર્ષણમાં પથ્થર અવિચલ રહે છે...") |
(No difference)
|
Revision as of 15:22, 25 March 2023
જળપથ્થર
જળપથ્થર
જળ
પ્રવહમાન છે
પ્રવાહી છે
પથ્થર
ઘનીભૂત ઘન
સાકાર
જળ
તળપાતાળે આકાશે
વનસ્પતિમાં વાયુમાં
વિવિધ રૂપેરંગે
વિહરે છે
ગુરુત્વના આકર્ષણમાં
પથ્થર
અવિચલ રહે છે
સમુદ્ર
આખો સમુદ્ર
ખડકને
વીંટળાઈ વળે
વીંટળાતો રહે
બુંદેબુંદનો ઘુઘવાટ
ખડકના અણુઅણુ
વહ્યા કરે
ઘટ
ઘટમાં
કંકર પડે.
તરંગિત જળ
રણકી ઊઠે.
ડુંગરો
ધોધમાર વરસાદે
આકાશ
ડુંગરો પર વરસી પડ્યું
તળઘેરાવો
ઉત્તુંગ ટોચો
ઊંડી ખીણો
ડૂબી ગયાં
ધુમ્મસ નર્યું ધુમ્મસ
વિસ્તરી રહ્યું...
નદી
નદી કહે છે
વાણી
પરા પશ્યન્તી મધ્યમા વૈખરી
વહે છે
અવાક્ પથ્થરો
કાંઠે પડ્યા
તળિયે ડૂબ્યા
વહેણે વહ્યા
જોતા રહે છે
જોતા જ રહે છે