અનેકએક/ક્ષણો... બે: Difference between revisions
(Created page with "{{center|'''ક્ષણો... બે'''}} <poem> '''૧''' ક્ષણ સમય એક અભિન્ન છે ક્ષણ સમયનો અંશ છે ક્ષણમાં સમય છે ક્ષણ નથી સમય છે સમય નથી ક્ષણ છે ક્ષણ નથી સમય નથી આ ક્ષણે આ ગૂંચમાં વ્યસ્ત છું '''૨''' શાશ્વતી પ્રસ્રવે છે ભ...") |
(No difference)
|
Revision as of 16:17, 25 March 2023
ક્ષણો... બે
૧
ક્ષણ સમય એક અભિન્ન છે
ક્ષણ સમયનો અંશ છે
ક્ષણમાં સમય છે
ક્ષણ નથી સમય છે
સમય નથી ક્ષણ છે
ક્ષણ નથી સમય નથી
આ ક્ષણે
આ ગૂંચમાં વ્યસ્ત છું
૨
શાશ્વતી
પ્રસ્રવે છે
ભંગુર ક્ષણો
જેમ
સમુદ્રમાં બુદ્બુદો છે છતાં
બુદ્બુદ સમુદ્ર નથી
એમ
ક્ષણ સમય નથી
૩
ક્ષણ
સમયની ત્વરાનું
માપ છે
ક્ષણવિલીનતા
વ્યાપ
૪
ક્ષણને
આવતી
પસાર થતી
અટકાવી શકાતી નથી
ક્ષણને
આવતી
પસાર થતી
અટકાવી શકાય છે
૫
ક્ષણો
વીતી ગયાની છલના
રચે છે સ્મૃતિને
અનવરતતા
કલ્પે છે
અનાગતને
ને એમ
ક્ષણો
ત્રિખંડિત થાય છે
૬
ક્ષણમાં
હતું
ન હતું થઈ જાય
ન હતું, હતું
જોજનો, અડોઅડ
કોઈ ક્ષણે
કોઈક ક્ષણે
ક્ષણરહિતતા
અનાવૃત થઈ જાય
ભેદો ભૂંસાઈ જાય
૭
ક્ષણને
રંગ રવ રાગ છે
દંત દંશ દંડ છે
ગંધ ગોત્ર ગમન
અવતરણ આરોહ અવધ છે
ક્ષણેક્ષણને
નિત્ય નૌતમ આવિર્ભાવ
અંત છે
૮
ક્ષણને
ઝીણામાં ઝીણી કર્યા પછી યે
સમય
અવશિષ્ટ છે
ક્ષણનો વિસ્તાર
સમયને આંતરી શકતો નથી
સમયની ગતિ-સ્થિતિહીનતા
ક્ષણના ઉદ્ભવ લયથી
અસ્પૃષ્ટ છે
૯
હજુ યે
ગૂંચ
અકબંધ છે
માત્ર
થોડી ક્ષણો
સરળતાથી
પસાર થઈ