અનેકએક/ક્ષણો... ચાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{center|'''ક્ષણો... ચાર'''}} <poem> '''૧''' આકાશો વીંઝતું સડ-સડાટ ઊતરી રહ્યું છે પંખી તળિયેથી જળપર્વતો વીંધતું સર્ર્... સર સરી રહ્યું છે હમણાં... હમણાં એકમેકમાં ભળી જશે પંખીઓ '''૨''' કદાવર કાળમીંઢ ખડક પર બ...")
(No difference)

Revision as of 16:22, 25 March 2023

ક્ષણો... ચાર




આકાશો વીંઝતું
સડ-સડાટ ઊતરી રહ્યું છે
પંખી
તળિયેથી
જળપર્વતો વીંધતું
સર્ર્... સર સરી રહ્યું છે
હમણાં... હમણાં
એકમેકમાં
ભળી જશે
પંખીઓ




કદાવર કાળમીંઢ ખડક પર બેઠું પતંગિયું
પાંખો
સંકોરતું
સરી જાય
હળવે... હળવે...
ખડક ઊંચકાય
ઊડઊડ થાય




ડાળખીઓ ઝુલાવતો
પાંદડીઓ ફરફરાવતો
વાય છે પવન
ક્યારેક... ક્યારેક
હળુ હળુ
ગાય છે પવન




અચાનક
ભીંતો જળભેખડો
છત
ઝળૂંબતો તરંગ
ભોંય
અતળ ઊંડાણો ઊંડાણો
ઘર અહો... અહો...
દરિયો




રિક્ત
છલોછલ થાય
ભર્યુંભાદર્યું ખાલીખમ્મ
ક્યારે થઈ જતું એની
બ..સ..
જાણ ન થાય




મુઠ્ઠીભર શબ્દો
કાગળ પર વેરાય ત્યારે
વાક્પ્રવાહ
ઉદ્વેગી થઈ જાય છે
ક્યારે
ગતિમાં સંગીતિ થાય ને
કાવ્ય રચાય...




હે
શતસહસ્રશતદલપદ્મ!
ગંધના ઉછંગે
આલેખે છે શબ્દને
શબ્દ રચે છે ક્ષણને
ક્ષણમાં
પંખુડીઓ વેરી
સમેટી લે છે
ક્ષણને