અનેકએક/અંતરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "અંતરો ક. ભૌમિતિક ૧ રેખા તમામ અંતર માપ્યાં તમામ અંતર રાખ્યાં ૨ છેદતી રેખાઓ એકમાત્ર શૂન્યાંતર પૂર્વે પશ્ચાદ્ ઘટતાં વધતાં અનિરુદ્ધ અંતરો એક ફલક પર એકમાત્ર શૂન્યાંતર ૩ સમાંતર રેખા...")
(No difference)

Revision as of 16:29, 25 March 2023

અંતરો


ક. ભૌમિતિક


૧ રેખા તમામ અંતર માપ્યાં તમામ અંતર રાખ્યાં


૨ છેદતી રેખાઓ એકમાત્ર શૂન્યાંતર પૂર્વે પશ્ચાદ્ ઘટતાં વધતાં અનિરુદ્ધ અંતરો એક ફલક પર એકમાત્ર શૂન્યાંતર


૩ સમાંતર રેખાઓ ક્યારેય કોઈપણ બિંદુએ એ જ એ સાંત સમાંતર અનંતતા જ નિર્ભ્રાન્ત સત્ય છે કદાચ

૪ વર્તુળ એક ક્ષણ કેન્દ્ર પરિઘ વચ્ચેનું અંતર વિલીન થઈ ગયું પરિમિત અને અપરિમેય એક ક્ષણ એકરૂપ હતાં

૫ બિંદુ અન્અન્યતાને ન કોઈ અંતર ન અંત ન ઉત્પત્તિ ન વૃદ્ધિ ન લય ન સમય ખ. સામયિક


૧ સ્તુતિ સમયઅંતર વક્રતુંડ મહાકાય સૂર્યકોટિસમપ્રભ: હોય છે સીધાં સરળ હોય છે આડાં આછાં હળવાં ભારેખમ્મ પારદર્શી ધારદાર ખરબચડાં ઝીણાં ઝાંખાં હોય છે અદૃશ્ય અશ્રાવ્ય અસ્પૃશ્ય હોય છે સ્થૂળ સૂક્ષ્મ હોય છે સાકાર હોય છે નિરાકાર હોય છે એકસામટાં સર્વત્ર ને સનાતન હોય છે


૨ જૂજવે રૂપે વારિમાં અગ્નિ આકાશમાં રંગ ઋતુ ગંધમાં સ્વાદમાં શબ્દમાં અર્થમાં નાદમાં બ્રહ્મમાં સત્યમાં જગતમાં જૂઠમાં જડ અને ચેતને સમયનાં અંતરો જૂજવાં રૂપમાં


૩ સાપેક્ષતા ન હોય કેવળ ગતિ ન કેવળ સ્થિતિ હોય આરંભ અને અંતની અપેક્ષાએ જ, ન હોય કેવળ સમય


૪ મૂકમ્ કરોતિ સમયનું અંતર વાચા શોષી લે છે દૃષ્ટિ હરી લે છે થળને જળ જળને અગ્નિ અગ્નિને શાંત કરે છે રાઈને પર્વત પર્વતને રાઈ રાઈને રજકણ કરે છે સમયનું અંતર મૂકને વાચાળ કરે, પંગુને સાગર પાર કરાવે છે


૫ ક્ષણ ક્ષણને શસ્ત્રો છેદતાં નથી અગ્નિ બાળતો નથી જળ ભીંજવતું નથી પવન સૂકવતો નથી


ગ. દૈહિક


૧ જન્મ નાળ છેદાતાં જ અન્ય શરીર રુધિરનો અન્ય લય હૃદયનો ભિન્ન થડકાર શરીરો વચ્ચે અવિનાશી અશરીરી અંતરો


૨ દાંપત્ય દેહસરસા દેહ વચ્ચે તસુ, જોજન પણ પ્રસ્વેદ, અશ્રુ પણ પ્રસન્નતા, ખિન્નતા પણ સહશયન, સહદમન પણ ભવોભવ, વિપ્રયોગ પણ

૩ અપ્રત્યાયન અડ્યું અડાતું નથી પેખ્યું પેખાતું નથી ચાખ્યું ચખાતું નથી સૂંઘ્યું સૂંઘાતું નથી સાંભળ્યું સંભળાતું નથી


૪ વાર્ધક્ય અહો... સુદીર્ઘ કેવું... કેવું કુટિલ... અંતર આ શરીરમાં શરીરનું


૫ સિદ્ધાન્ત બધાં જ શરીરો વચ્ચે જેટલું આકર્ષણ હોય સામું બરોબર એટલું જ અપાકર્ષણ હોય છે


ઘ. અન્ય


૧ અન્યતા પ્રકાશવર્ષોની દૂરતા સૂક્ષ્માતિસૂક્ષ્મ નિકટતા એક જ છે અન્યતા અન્યતા જ છે


૨ ભાષા માણસે માણસની જુદી ભાષા માણસે માણસનાં જુદાં જગ વ્યક્તાવ્યક્ત વચ્ચે ભાષા અંતરાય અવ્યક્ત, વ્યક્ત ભાષાથી જ અંતર ઓછાં કરે એ જ અંતર રાખે

૩ ભ્રાંતિ હતાં તે દેખ્યાં નહિ નહોતાંને જાણ્યાં ઘટાડ્યાં, વધ્યાં વકર્યાં વીફર્યાં રાખ્યાં રહ્યાં નહિ ભ્રાંતિનાં અંતર શ્વસ્યાં ઉચ્છ્વસ્યાં જીરવ્યાં જીવ્યાં

૪ બ્રહ્માંડ ઉત્પત્તિ સ્થિતિ લયનાં આકર્ષણ-અપાકર્ષણનાં ગતિ-ઊર્જાનાં પ્રચંડ અંતરોમાં અનેકકોટિબ્રહ્માંડો સમતુલિત યત્ બ્રહ્માણ્ડે તત્ પિણ્ડે


૫ અંતર્લીનતા પછી શબ્દમાં શબ્દાતીત અર્થમાં અર્થાતીત સ્થળમાં સ્થળાતીત કાળમાં કાળાતીત દેહમાં દેહાતીત

ક / ખ / ગ / ઘ

એવું ન હોય, બધું બધું જ એકરૂપ એકાકાર એક જ હોય ને કોઈ અંતર હોય જ નહિ?